________________
પ્રાપ્તિતણા નિદાન કોણ ? દઢ સંકલ્પ રૂપ વૈરાગ્ય. અસ્તુ. અહીં નિદાનના ભિન્ન ભિન્ન બે ચાર અર્થો આપી આપણે નિદાન શબ્દની ગૂઢતાનું વિવરણ કર્યું છે. એટલું નહી પરંતુ મહાન યોગીરાજ શ્રીમજીની વાણી પણ કેટલી ગૂઢ ગંભીર છે તેનો આભાસ આપ્યો છે. છઠ્ઠી ગાથાનો વિસ્તાર કર્યા પછી આપણે સાતમી કડી ઉપર દષ્ટિપાત કરશું અને એ સાતમી ગાથાની ભૂમિકા શું છે તે વિશે થોડો આભાસ આપીએ. ખરું પૂછો તો છઠ્ઠી ગાથામાં જે ભાવ કહયાં છે તે જ ભાવને દ્રઢપણે કહેવા માટે ફરીથી એ જ વાત અન્ય શબ્દમાં ઉતારીને આ વાત ઘણી મહત્વપૂર્ણ છે તેમ જણાય છે. વસ્તુતઃ છઠ્ઠી ગાથામાં જે કહેવાયું છે તે કવિના મંતવ્ય પ્રમાણે હજી થોડું કચાશવાળું છે. તો પુનઃ તેને સ્પષ્ટ કરી દ્વઢ ભાવો સાથે મંતવ્ય પ્રગટ કર્યું છે. કારણ કે સાચા સંત પુરુષને એવું દેખાય છે કે કોઈ વ્યકિત આત્મજ્ઞાનના નામે ત્યાગ વૈરાગ્યનો સાચો માર્ગ છોડે નહીં અને એ જ રીતે ત્યાગ વૈરાગ્યમાં અટકીને આગળનો પુરુષાર્થ મૂકે નહીં. આમ બંને પક્ષમાં ભયસ્થાન છે. ત્યાગ માર્ગમાં ન રહેવું અને ત્યાગ માર્ગમાં અટકી જવું, આ બને મોટા ભયસ્થાન છે અને આ વાતનો પરિહાર કરવા માટે સ્પષ્ટપણે બુલંદ અવાજથી યોગીરાજ પોતાના મંતવ્યની ઘોષણા કરે છે. લાગે છે કે સંપૂર્ણ આત્મસિધ્ધિમાં કદાચ આ પદ દીવાદાંડી રૂ૫ છે. આટલી પૂર્વભૂમિકા કર્યા પછી આપણે વાસ્તવિક સાતમા પદમાં પ્રવેશ કરી તેનું ઊંડાઈથી અવગાહન કરીએ.
સાતમી ગાથાના વિવેચન પૂર્વે, છઠ્ઠી અને સાતમી ગાથાનો પરસ્પર શો સબંધ છે તથા છઠ્ઠી ગાથાની આ સાતમી ગાથામાં શું અનુશ્રુતી છે અર્થાત શો અન્વય છે, તે જાણી લેવાથી બને ગાથાની જે એકવાકયતા છે તેનું આપણે દર્શન કરી શકશું.
IBITI! ૧૧૧
તાલ