________________
સ્થાનમાં ઉચિત ક્રિયા ન કરવી. આ રીતે ચારે ભાંગા જયાં જ્યાં જે જે યોગ્ય છે તેની ઊંડી વ્યાખ્યા
કાલાશ્રિત યોગ્યતા : જ્યાં જ્યાં નો અર્થ સમય પણ છે, અહીં યોગ્ય સમયમાં યોગ્ય વસ્તુને સમજીને યોગ્ય સમયે તેનો પ્રયોગ કરવો. તે પ્રથમ ભંગ સર્વથા આદરણીય છે. દ્રવ્યકાળ એટલે પ્રાતઃકાળ ઈત્યાદિ ધ્યાનને માટે અનુકુળ સમય છે. તે વખતે ધ્યાન કરવું તે આદરણીય છે પરંતુ આ ઉત્તમ કાળમાં અયોગ્ય આચરણ કરવું કે ઝઘડો કરવો કે પ્રપંચ કરવો તે યોગ્ય સમયમાં અયોગ્ય કાર્ય કરવાનો નિષેધ કરે છે. આ બીજો ભંગ આદરણીય નથી.
અયોગ્ય સમયમાં ઉચિત ભાવોનું પ્રદર્શન કરવું તે પણ બરાબર નથી, કોઈ શોકાકૂળ પરિવાર કરુણરુદન કરે છે તેવા સમયે ત્યાં ભજન ગાવાની ચેષ્ટા કરવી, તે અયોગ્ય સમયમાં યોગ્ય વસ્તુનો પ્રયોગ કરવો, તે ત્રીજો ભંગ પણ આદરણીય નથી. ચોથો ભંગ તો સર્વથા વજર્ય છે. અયોગ્ય સમયમાં અયોગ્ય ક્રિયા કરે છે આ રીતે સમય અને ભાવ બંને દૂષિત થાય છે. આ આપણે સ્થૂળ સમયની વાત કરી.
ભાવસમય તે જીવાત્માની શુધ્ધ પર્યાયનો સમય છે અથવા શુધ્ધ પર્યાયો ખીલી રહી છે. તે વખતે વીર્યના પ્રરાક્રમના અભાવમાં, રાગદ્વેષના પરિણામોને ચિત્તમાં પ્રવેશ થવા દેવો, તે યોગ્ય સમયે અયોગ્ય વસ્તુનું આચરણ છે પરંતુ જ્યારે શુધ્ધ પર્યાય ખીલતી હોય ત્યારે તીર્થકર ઈત્યાદિ દેવાધિદેવોનું સ્મરણ કરવું અને મહાન સિધ્ધ આત્માઓનું અવલંબન કરવું તે યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું આચરણ કરવું છે. આ ભંગ બધી રીતે આદરણીય છે.
ધ્યાનને અનુકળ સમય ન હોય તેવા સમયે ધ્યાન કરવા બેસી જવું. મોહાદિ પર્યાયોનો પ્રભાવ વધ્યો હોય તો તે વખતે સ્વાલંબન છોડીને ગુરુ આદિને શરણે જવું તે યોગ્ય છે પરંતુ અહંકારમાં રહી હું મારા કષાયોને જીતી લઈશ, તેવા ભાવમાં આચરણ કરવું તે અનાદરણીય છે. આ ભંગ પણ આદરણીય નથી.
અયોગ્ય સમયે અયોગ્ય આચરણ અર્થાત્ કોઈનો મૃત્યકાળ છે અથવા પોતાના ચિત્તની વિક્ષિપ્ત અવસ્થા છે. અને તે વખતે જે કોઈ આચરણ કરે છે તે પણ અયોગ્ય હોય છે. આમ સ્વ ને પર બંને અપેક્ષાએ અનુચિત કાળમાં અનુચિત કર્મ કરે તે વિનાશક છે. જો કે ઉચિત કાળમાં પણ અનુચિત કર્મ કરવાનો નિષેધ છે. શ્રીમદ્જીની આ ગાથાથી મુખ્ય સૂચન એ જ છે કે ઉચિત સમયે ઉચિત કાર્ય કરવું.
પૂર્વમાં પણ આપણે કહી ગયા કે આ યોગ્ય અને અયોગ્યનો ખુલાસો કોણ કરે ? શ્રીમદ્જીએ સ્વયં ફેસલો આપ્યો છે કે “બહુ પૂજ્ય કેરા પુંજથી આખ પુરુષનું વચન મળવું, ત્યાં પણ પ્રશ્ન તો એ ઊભો જ રહે છે કે આખુ વચન કોને ગણવું? છેવટે એકજ નિર્ણય આપવો પડશે કે વ્યકિત પોતાની બુધ્ધિથી, સદ્ભાવથી, સત્યતાને આધારે, શાસ્ત્રોની અનુકૂળતાએ અને ગુરુઓની પ્રેરણા મુજબ સમજીને જે સાચો નિર્ણય કરે, તે તેને માટે યોગ્ય નિર્ણય છે. | ભાવાશ્રિત યોગ્યતા : રાગ કે મોહના પ્રભાવે સ્વભાવ પરિણામોનો અનાદર કરી વિભાવ તરફ વળવું તે અયોગ્ય ભાવનો અયોગ્ય ભાવો સાથે યોગ છે. જે આદરણીય નથી. ત્યાં તે પ્રમાણે ન કરવું તે ઉચિત છે, પરંતુ અયોગ્ય પરિણામોમાં ભળી જવું, તેનો નિષેધ છે. આત્માના