________________
જ્ઞાનધારાના પરિણામોના આધારે કષાયોને ઉપશાંત કરી વીતરાગભાવ તરફ વળવું તે યોગ્ય ભાવોનો યોગ્ય ભાવ સાથેનો યોગ છે. જે સંપૂર્ણ રીતે આદરણીય છે.
આ રીતે આપણે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે ગાથા ઉપર ચૌદ ભાંગા થી ઊંડો વિચાર કર્યો છે. અહીં સૂચના ખ્યાલમાં રાખવાની છે કે આ બધા ભાંગાઓ ઘટિત થતા નથી. તે પ્રમાણે તેનું ગણિત થતું નથી કારણ કે કેટલાક ભાંગા વ્યવહારમાં થઈ શકતા નથી. જ્યારે કેટલાક ભાંગાના નંબર જૂદા હોવા છતાં તે એક જ વાતનું ખ્યાન કરે છે. આ ભંગાળ આપણે વિસ્તારથી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેનું વ્યાપક રૂપ શું છે તે સમજવા માટે ચર્ચા કરી છે. તર્કની દ્રષ્ટિએ ઘણાં તર્ક કરી શકાય તેમ છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જે વસ્તુ જ્યાં યોગ્ય છે તેને સમજી લેવી અને તે પ્રમાણે આચરણ કરવું તે એક નીતિમાર્ગ છે. આપણે હવે નૈતિક દૃષ્ટિએ અને સામાજિક દષ્ટિએ પણ આ પદ કેટલું બધું સાર્થક છે તેનો વિચાર કરશું.
નૈતિક દ્રષ્ટિએ યોગ્યતા : આત્મજ્ઞાનની જેમ વ્યવહારમાં પણ યોગ્ય સમજીને, યોગ્ય પગલું ભરવું તે શાશ્ચત નીતિમાર્ગ છે. રાજાથી લઈને રંક સુધી જીવનનો વ્યવહાર એક મુખ્ય સિધ્ધાંત ઉપર સ્થિર થાય છે અને આ સિદ્ધાંત તે યોગ્ય સમજ અને યોગ્ય આચરણ. ગીતામાં પણ કહ્યું છે કે “મિત ભોજન અને મિત વચન” અર્થાત્ બધું સંયમયુકત, મર્યાદિત અને યોગ્ય રીતે સમજીને કરવું ઘટે છે. મર્યાદાનો ભંગ કરવાથી જીવનનો ક્રમ વીંખાય જાય છે. જેમ કે બેન અને પત્નિ, બંને નારીનું રૂપ છે પરંતુ બંને સાથે વ્યવહાર કરવાની યોગ્યતા અલગ અલગ છે. કહેવાનું તાત્પર્ય છે કે જેની સાથે જે યોગ્ય હોય તે સમજીને કરવું ઘટે છે. નીતિનો આ રાજમાર્ગ છે. આ માર્ગનું ઉલંઘન કરવાથી વ્યકિતના જીવનમાં ઘણી જ વિષમતાઓ પેદા થઈ છે. તેના હજારો ઉદાહરણ વિશ્વના ફલક ઉપર લખાયા છે. રાવણ જેવા મહાંધાતાએ યોગ્ય નીતિ મૂકીને જે આચરણ કર્યું તેના પરિણામે તેણે ધર્મ પણ ખોયો અને રાજય પણ ખોયું. દુર્યોધન જેવા અભિમાની પુરુષે દ્રૌપદી સાથે અયોગ્ય વર્તન કર્યું અને કાળો ઈતિહાસ લખાવીને દુર્ગતિને પ્રાપ્ત થયો. '
આ પદ એટલું બધું મહત્વ પૂર્ણ છે કે કોઈ પણ ક્ષેત્ર માં તે સોનાના સિકકાની જેમ મૂલ્ય પ્રાપ્ત કરે તેમ છે. અને કેટલી સરળ ગુજરાતી ભાષામાં સહજભાવે યોગીરાજે ઉત્તમ શિક્ષા પીરસી દીધી છે.
સામાજિક દ્રષ્ટિએ યોગ્યતા : સમાજિકક્ષેત્રમાં પણ યોગ્ય સંગની સાથે માનવસમાજ એક સૂત્રમાં બધ્ધ થઈ પરસ્પર યોગ્ય વ્યવહાર જાળવી જો કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો સંસાર સહજ બની જાય, બુરાઈનો નાશ થાય. હિંસા દ્વેષ, લોભ અને સ્વાર્થનું તાંડવ લુપ્ત થવાથી માનવ જાતિ કે જનસમૂહ પરમ સુખી થઈ શાંતિપૂર્વક ધર્મનો વિકાસ કરી શકે છે પરંતુ યોગ્ય સમયે યોગ્ય વ્યવહાર ન કરવાથી સમાજને કલુષિત વાતાવરણમાં મૂકીને સ્વયં દોષિત થાય છે અને સમગ્ર સમાજ માઠા ફળ ભોગવે છે. દુનિયામાં કોઈ પણ રાષ્ટ્ર કે સમાજ કે એવા બીજા સંગઠનોએ પણ આ સૂત્ર અમલમાં મૂકી નૈતિક પ્રગતિ કરવાની આવશ્યકતા છે. અસ્તુ. આ અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે અહીં બીજી ચર્ચા વધારે ન કરતાં આ સૂત્રને જીવનનાં ક્રમમાં ગોઠવી લઈ જે જે કરવા જેવું છે, જે જે છોડવા જેવું છે, તેનું યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય રીતે અમલ કરવો તે આ સૂત્રનો
તારા ૧૨૮