________________
અર્થની સાથે ગૂઢ અર્થ પણ સંકળાયેલો હોય છે.
આત્માર્થી કોણ ? : આત્માર્થી શબ્દમાં ત્રણ શબ્દો સ્પષ્ટ દેખાય છે. આત્મા, અર્થ અને અર્થને ધારણ કરનાર અર્થી. આ ત્રણે પદને આપણે એક સૂત્ર વાકય રૂપે પણ જોશું અને સ્વતંત્ર રૂપે પણ તેના અર્થ કરશું. આત્મા વિશે તો લગભગ ઘણું કહેવાયું છે. અહીં પ્રશ્ન એ છે કે આત્મા અને આત્માર્થી બંને ભિન્ન ભિન્ન છે કે એક જ છે. આત્માર્થી લખ્યું છે તો આત્માનો અર્થી અર્થાત્ આત્માને ઈચ્છનાર, આત્મા માટે પ્રાર્થના કરનાર કોઈ ત્રીજો વ્યકિત છે શું ? જેમ ધનાર્થીમાં ધન અને ધનને માટે પ્રાર્થના કરનારો એમ બે વ્યકિત છે. તો શું અહીં પણ આત્મા અને આત્માર્થી એવા બે તત્ત્વો છે ? કે બીજો કોઈ ભાવ છે. આ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉપર મીમાંસા કરવાથી આત્માર્થી કોને કહેવાય તેનું રહસ્ય પ્રગટ થશે.
‘અર્થ' નો અર્થ પદાર્થ પણ થાય છે. કલ્યાણકારી તત્ત્વને પણ અર્થ કહેવાય છે. હાનિકારક તત્ત્વ ને અનર્થ કહેવાય છે. આ અર્થ શબ્દ ધન સંપતિ વાચક પણ છે. અર્થ શબ્દ જેટલો વ્યવહારમાં પ્રયુકત થયો છે. તેટલો જ અધ્યાત્મશાસ્ત્રમાં પ્રયુકત થયો છે.
જે દ્રવ્ય શુઘ્ધ ગુણ પર્યાયથી સંયુકત હોય તેવા દ્રવ્યને અર્થ કહે છે. આત્મદ્રવ્ય અર્થાત્ ચેતન દ્રવ્યને છોડી બાકીના પાંચ દ્રવ્યો સ્વતંત્ર રીતે પર્યાય કરે છે. અર્થાત્ પોતાના ગુણ ધર્મથી પરિપૂર્ણ છે. આ દ્રવ્યો સિધ્ધ ભગવાનની જેમ સર્વથા સ્વતંત્ર છે. કોઈના અધિકારમાં નથી મોહ ભાવે કયારેક જીવાત્મા પોતાના સ્વાર્થને માટે પુદ્ગલ દ્રવ્યો ઉપર પોતાનો અધિકાર છે, તેવું અજ્ઞાન ધરાવે છે પરંતુ જ્યારે પુદગલ દ્રવ્યો પોતાની પર્યાય બદલે છે. ત્યારે તે કોઈ અન્ય કર્તાને આધીન નથી. જીવને જ્યારે સચોટ જ્ઞાન થાય કે પાંચે દ્રવ્યો સ્વતંત્ર છે. ત્યારે તે પરદ્રવ્યોથી છૂટો પડે છે. અર્થાત્ દ્રવ્યોમાં મારું કાંઈ કર્યુત્ત્વ છે તેવા અજ્ઞાનનો લોપ થાય છે. જો કે આ વસ્તુ બહું જ ઊંચી કક્ષાની છે. સમ્યગ્દષ્ટિમાં આ સ્વતંત્રતાનું પ્રતિબિંબ પડે છે.
જ્યારે જીવને જ્ઞાન થયું કે પાંચે ય દ્રવ્યો અલગ છે. તો જેમાં પોતાનું અધિષ્ઠાન છે. અથવા પોતે જેમાં અધિષ્ઠિત છે તે આત્મદ્રવ્ય શું છે ? હવે તેને સમજાય છે કે આ પરપદાર્થો મારી સંપતિ નથી. હું તેનો કર્તા નથી મારી સંપતિ આ આત્મા છે અથવા આત્મદ્રવ્ય છે. આત્મ દ્રવ્યની સ્પષ્ટતા થતાં હું શબ્દનો પણ લોપ થઈ જાય છે.
હું આત્મા છું તે મિથ્યા શબ્દ છે. આત્મા છે. હું નથી, તે સત્ય શબ્દ છે. હું શબ્દ તો અહંકારજન્ય હતો અથવા કોઈ મિથ્યા કતૃત્ત્વના ભાવે હું નો જન્મ થયો હતો. આત્મા છે તે સત્ય છે. બીજા દ્રવ્યોની જેમ આત્મદ્રવ્ય પણ પોતાના ગુણ ધર્મોથી પરિપૂર્ણ છે. આ આત્મા સ્વયં જ્ઞાન તત્વ રૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે જ કહ્યું છે “જ્ઞાન સ્વરૂપમમાં, પ્રવત્તિ સન્તઃ' અર્થાત્ મહાત્મા જ્ઞાની સંતો આત્માને નિર્મળ જ્ઞાન સ્વરૂપ માને છે પરંતુ જ્ઞાન તે એક પર્યાય છે. જ્ઞાનનો વિષય અખંડ આત્મદ્રવ્ય છે. જે બીજા અંનત ગુણોનો પિંડ છે. જ્ઞાન પરમુખી હતું, ત્યાં સુધી તેણે બીજા દ્રવ્યોની પરિક્ષા કરી, તેના ગુણ ધર્મો પારખ્યા, પરંતુ પોતે શું છે તેનો ખ્યાલ ન કર્યો. હવે જ્ઞાન ગુણે પોતાની દિશા બદલી અને જ્ઞાન સ્વમુખી થયું છે. ત્યારે તે આત્મ દ્રવ્યની મીમાંસા કરે છે. આત્મદ્રવ્યને પ્રાર્થે છે અર્થાત્ આત્મદ્રવ્યનો અર્થી બને છે. તેના માટે અહીં કવિરાજે આત્માર્થી જન તેહ” તેવો શબ્દ વાપર્યો છે. અર્થી બનીને એક પ્રકારે પ્રાર્થી બને છે.
૧૩૦