Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પછી વાવેતર કરવાની જરુર છે. તેમ અહીં ત્યાગ અને વિરાગ થયા પછી જ્ઞાનના બીજ અંકુરિત કરવા માટે બીજો પુરુષાર્થ બાકી છે. પરંતુ આ ક્ષેત્રે વિશુધ્ધિ ઘણી જ આવશ્યક છે. અહીં આપણે લક્ષમાં લઈએ કે ત્યાગ કોનો કરવાનો છે ? ત્યાગમાં શું છોડવાનું છે? રાગ કોનો થાય છે ? કઈ વસ્તુનો રાગ છોડવાનો છે. અહીં ત્યાગ તે મોઘમ શબ્દ છે અને એ જ રીતે રાગ પણ મોઘમ ભાવે કહેલો છે. પરંતુ સાધનાના ક્ષેત્રમાં રહેલા સામાન્ય સાધકને પણ બોધ હોય છે કે કષાય અને વિષય એ બે આત્મજ્ઞાનના મોટા પ્રતિબંધક છે. ઘણી વખત સામાન્ય સાધક વસ્તુનો ત્યાગ કરે છે, ખાવા પીવાનો ત્યાગ કરે છે, અલંકાર અને પૈસાનો ત્યાગ કરે છે, આ દ્રવ્યત્યાગ કે સ્થૂળત્યાગને સામાન્ય સાધક ત્યાગ માની લે છે અને ગુરુઓ પણ આવો ત્યાગ કરાવી સંતોષ અનુભવે છે પરંતુ આંતરિક સ્થિતિમાં આવા દ્રવ્યત્યાગ વખતે જીવના કષાય નિર્મૂળ થતાં નથી, પરંતુ પરિવર્તિત થઈ જાય છે, સૂક્ષ્મ અહંકારના, વિદ્વેષના કે કેટલીક જડ માન્યતાના કષાય ભાવો રૂપાંતર પામી પ્રગટ થાય છે. શાસ્ત્રકાર કષાયના ત્યાગને વધારે મહત્વ આપે છે. અને કષાયનો ત્યાગ થતાં સહજ જરૂરી ત્યાગ સ્વતઃ થઈ જાય છે. પરંતુ કષાયત્યાગમાં પણ બધા કષાયોને લક્ષમાં રાખી સાધકને કમર કસવાની જરુર હોય છે. કયારેક એક કષાયનો ત્યાગ કરતાં બીજો કષાય પ્રબળ બની જાય છે. જેમ લોભનો ત્યાગ કરે અને માનકષાય વધી જાય, કપટનો ત્યાગ કરે અને પોતાની સરળતા પ્રત્યે બીજા કોઈ અવગણના કરે ત્યારે ક્રોધનો જન્મ થાય છે. આમ આ બધા કષાયો ભિન્ન ભિન્ન રૂપે સૂત્રબધ્ધ બની અકષાય અવસ્થાને પ્રગટ થવા ન દે અને સાધક એમ માને કે મેં લોભ મૂકયો છે, કે મારા જેવો કોણ? અસ્તુ. અહીં આપણે ત્યાગ શબ્દનો મર્મ સમજાવી રહયા છીએ. તાત્પર્ય છે કે સ્થળ ત્યાગની સાથે આંતરત્યાગમાં સાવધાન રહી કષાયોને નિર્મળ કરવાની જે પ્રવૃત્તિ છે તે ત્યાગનું મૂર્તરૂપ છે. ત્યાગ એકદેશીય હોય તો સાધના પૂરી થતી નથી અને જ્ઞાનનો દરવાજો ખોલતી નથી. વ્યકિત વિશેષના ઘરનો કે સમાજ-દેશનો ત્યાગ કરવો તે બધા ત્યાગ પ્રાયઃ બાહ્ય લક્ષી હોય છે. જે આત્મસિધ્ધિકારને ઈષ્ટ નથી. અહીં જે ત્યાગ છે તે અકષાય અવસ્થાનો નિર્દેશ કરે છે.
રાગની પરિણતિ : સાધનામાં પ્રતિહંદી રાગ છે. પ્રશ્ન થાય કે રાગ કોનો થાય ? પાંચેય ઈન્દ્રિયો સામાન્ય અવસ્થામાં વિષયગામી અને ઈન્દ્રિયવિષય તે રાગ-દ્વેષનું પ્રબળ ઉપકરણ છે. પ્રથમ ક્ષણે, ઈન્દ્રિયો દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. તેને મતિજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનના ક્ષેત્રમાં આ જ્ઞાન આદરણીય છે પરંતુ બીજી ક્ષણે તે ઈન્દ્રિયો વિષયાત્મક બની પદાર્થનાં ગુણધર્મને ઓળખી, તેમાં સારા-નરસાનો ભાવ ઉત્પન્ન કરે છે. ભૂતકાળનો કર્મજનિત મોહ આ જાતની સારા-નરસાની ભાવના માટે પ્રબળ સાધન છે. પદાર્થ તે પદાર્થ છે. તેમાં અનુકૂળ પ્રતિકૂળની સ્થાપના કરવી, તે રાગ-દ્વેષનું કામ છે. જે પદાર્થ અનુકૂળ છે, તેને ભોગાત્મક રીતે સ્વીકારવો, તે વિષય છે અને તે વિષય ન મળે ત્યાં સુધી તેવા પદાર્થની ઝંખના રાખવી, તે વાસના છે.
જુઓ, અહીં જ્ઞાનની સ્થિતિ એક ક્ષણ માત્રની હતી અને બીજી ક્ષણે ઈન્દ્રિયો રાગાત્મક બની, વિષયગામિની બની ગઈ, ત્યાં જ્ઞાનનો લય થયો. વસ્તુતઃ તે જ્ઞાન છે જ નહીં. એક વિષયાધીન વૃત્તિ છે. આ વૃત્તિ તે રાગનું મૂળ કેન્દ્ર છે. મનમાં જન્મેલો રાગ ઈન્દ્રિયો દ્વારા ઉદ્ભવીને ચિત્તમાં પ્રતિબિંબિત થાય છે. આ રાગનું ક્ષેત્ર ઈન્દ્રિયોથી લઈ મન સુધી ફેલાયું, તેની
SEISVALABIRIARRAKASTAL IKLARUARUNARA THIAURINAIRES Resum 997 mma
લilli||NILI