Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઝલક ચિત્ત ઉપર પડી અને ચિત્તમાં રાગની ઝાંય પ્રગટ થઈ, વસ્તુતઃ ચિત્તમાં રાગ છે નહીં. પરંતુ રાગનું પ્રતિબિંબ છે. જેમ ગુલાબી રંગની ઝાંય પાણી ઉપર પડે તો પાણી ગુલાબી દેખાય છે. રંગીન કાચમાંથી જોતા બધા પદાર્થો રંગીન દેખાય છે. આ રીતે ચિત્તરૂપી દર્પણમાં રાગ પ્રતિબિંબિત થાય છે અને તે જ્ઞાનના દ્વારને રોકે છે તેથી જ અહીં સિધ્ધિકાર કહે છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં અર્થાત્ રાગ અને ભોગ ચિત્તમાં હોય તો, જ્ઞાનના દરવાજા ખુલતાં નથી. આ નિષેધ વાણીને આ રીતે કહી શકાય રાગ અને ભોગ હોય જો ચિત્તમાં તો, થાય ને તેને જ્ઞાન. અસ્તુ. અહીં આપણે રાગની પણ વ્યાખ્યા કરી.
ગાઢ ઉદયભાવ સાથે ક્ષયોપશમ ઃ હવે આપણે જોઈએ કે આવા રાગ અને ભોગની સ્થિતિમાં અથવા ત્યાગ અને વિરાગની સ્થિતિમાં કર્મની સ્થિતિ કેવી હોય? કારણ કે હજુ આત્મા સર્વથા નિર્મોહ થયો નથી, મોહનીયકર્મ અને બીજા ઘાતિ કર્મો પણ ઉદયમાં છે, ઉદયભાવ જીવમાં સ્પષ્ટ પ્રગટ છે, ત્યારે ઉદયભાવોની આ શ્રેણી વચ્ચે ત્યાગ ને વિરાગ કેવી રીતે પ્રગટ થાય છે, તે જાણવું ઘણું જ મહત્વપૂર્ણ છે. જેમ રાતના ગાઢ અંધકારમાં યાત્રા કરવી દુર્ગમ છે અને હજુ સૂર્ય સોળ કળાએ ઉદયમાન થયો નથી છતાં યાત્રાનો આરંભ કરવો છે, તો યાત્રી સાવધપણે ઝાંખા અંજવાળાનો આશ્રય કરી પગ ઉપાડે છે.
જૈનદર્શન કહે છે કે ઉદયભાવ વખતે પણ ક્ષયોપશમભાવની ધારા સર્વથા સુકાયેલી હોતી નથી, મોહની પ્રબળતા અથવા મોહનો ઉદય અને મોહની નિર્બળતા અર્થાત્ મોહનો ક્ષયોપશમ, આમ બન્ને વચ્ચે એક સૂમ ટક્કર ચાલતી હોય છે. મિથ્યાત્વના કારણે જીવ ઉદયમાન પરિણામોને હિતકારી માની ક્ષયોપશમ ભાવથી દૂર રહે છે. પરંતુ કોઈ પ્રબળ પુણ્યના ઉદયે મિથ્યાત્વ દષ્ટિ દૂર થતાં ઉદય પરિણામોનું મૂલ્યાંકન ઘટાડી સ્વભાવ પરિણામ એવા ક્ષયોપશમ ભાવને આદરણીય માની સંપૂર્ણ ક્ષાયિક ભાવની સ્થિતિને વરવા માટે તીવ્ર ભાવના જાગૃત થાય છે. ત્યારે સાઘક સાધનાના ક્ષેત્રમાં સ્વકલ્યાણની યાત્રાનો આરંભ કરે છે.
આવા ક્ષયોપશમ વખતે ઝાંખો પ્રકાશ થયો હોય છે. ગાઢ ઉદયમાન પરિણામો શિથિલ થયા હોય છે. રાત્રિનું ગાઢ અંધારું ખોરવાઈ ગયું હોય છે, ત્યારે ત્યાગ અને વિરાગના ભાવ ઉદ્ભવે છે. •
કોઈ પણ જીવના કર્મના સંયોગો અનુકળ થયા પછી જ તે પુરુષાર્થના ક્ષેત્રમાં આવે છે. કોઈ પ્રણ પ્રકારના દોષરોપણ કર્યા પહેલા આ વાત સાધકના તથા ગુરુઓના લક્ષમાં આવવી જોઈએ. કર્મની નિશ્ચિત સ્થિતિ અને અનુભાગ અર્થાત્ રસ, અનુકુળ થયા પછી જીવ પુરુષાર્થના ક્ષેત્રમાં આવે છે. અર્થાત્ કર્મચેતનાનો ત્યાગ કરી જ્ઞાનચેતનાનું અવલંબન કરે છે. ભૂતકાળના અનંત કાલમાં જીવ કર્મચેતના સાથે જ રમ્યો છે. જ્યારે જ્ઞાનચેતના તે અપૂર્વકરણ કે અપૂર્વ જાગરણ છે. કેટલીકવાર એવું પણ બને કે જ્ઞાનનું એક પ્રભાવી કિરણ તાત્કાલિક પુરુષાર્થને પ્રગટ કરી કર્મ સ્થિતિને ઘટાડી શકે છે. પરંતુ આ ઘટના પણ કર્મની અનુકૂળતા થયા પછી જ પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. આગળની યાત્રામાં જીવ સ્વાવલંબી બન્યા પછી તેમને બહુ પુણ્યની આવશ્યકતા ભલે ન હોય, પરંતુ ભૂતકાળની યાત્રામાં પુણ્યના સંયોગથી તે અપૂર્વકરણને પ્રાપ્ત થયો છે. અસ્તુ.
ill
iltillat૧૧૫ થી