Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સર્વદા ક્રિયાશીલ હોય છે. અર્થાત્ નિરંતર સક્રિય હોય છે. એક ક્ષણ પણ એવી નથી કે એક પરમાણુ પણ એવો નથી કે પુગલનો એક પ્રદેશ પણ એવો નથી કે જ્યાં નિરંતર ક્રિયા ન થતી હોય. આમ પગલની ક્રિયા સ્વતંત્ર ચાલતી હોય છે. તે કયારેક જીવાત્માના જ્ઞાનમાં સાકાર હોય છે અને કયારેક અજ્ઞાત ભાવે પણ ચાલતી જ રહે છે. આ બધી ક્રિયાઓ સાકારભાવે ચાલતી હોય અને જ્ઞાનમાં તેનું પ્રતિબિંબ પડતું હોય ત્યારે જીવાત્મા પોતાના અહંકાર આદિ વિકારી પરિણામોને આધારે આ ક્રિયાઓ હું કરું છું એવો મિથ્યાભાવ પણ વર્તતો હોય છે. મિથ્યાભાવ હોય કે ન હોય, ક્રિયાનો પ્રવાહ નિરંતર ચાલુ છે. પરંતુ આ બધા પુદ્ગલો જ્યારે જીવના યોગરૂપે પરિણમે છે અને જીવ જ્યારે તે યોગનો સ્વામી બને છે અર્થાત્ યોગનો ધારક બને છે, સયોગી હોય છે ત્યારે યોગની ક્રિયાઓ જીવાત્માની ક્રિયારૂપે વિકારીભાવ સાથે જોડાય છે અને પુલની ક્રિયાશીલતામાં એક નવો પ્રવાહ આવે છે.
V યોગ ક્રિયાનું વિભાજન : યોગની આ ક્રિયાઓ બે રીતે પ્રવાહિત થાય છે પાપરૂપે કે પુણ્યરૂપે, સંયમરૂપે કે અસંયમ રીતે, વ્રતરૂપે કે અવ્રત રૂપે, ધર્મ રૂપે કે અધર્મ રૂપે ક્રિયા વિભકત બની એક નાનકડો વિવેક ઉભો કરે છે. કયારેક આ વિવેક ન પણ હોય તો પણ સંસ્કારના આધારે, ઓળસંજ્ઞાના આધારે ક્રિયાનો પ્રવાહ પ્રવાહિત બની રહે છે. બાહ્ય ભાવે આ ક્રિયાના પ્રવાહને સારો–નરસો કહી ધર્મ-અધર્મની ક્રિયા તરીકે સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આ બધી ક્રિયાના પ્રવાહમાં તેમનું લક્ષ નિશ્ચિત હોય કે સંસારની મોહજાળમાંથી મુકત થવાનો નિર્ણય હોય તેવું બરાબર હોતું નથી. આમ લક્ષહિન ક્રિયાને ધર્મક્રિયા રૂપે કે મોક્ષની સાધનારૂપે આચરવામાં આવતી હોય છે. ક્રિયાનો રંગ એટલો ઘાટો હોય છે કે કર્તાથી ક્રિયાનું મહત્વ વધી જાય છે. કર્તા ગૌણ બની જાય છે અને આ ક્રિયા એ જ મારું રૂપ છે એમ માની કર્તા પોતાનો વિવેક છોડી ક્રિયામાં તદ્રુપ બની જાય છે. આખું ક્રિયાજગત જે રીતે કામ કરે છે, તે ક્રિયાજગત ન્યારું હોય છે.
જ્યારે વ્યકિતનું આ નાનકડું ક્રિયા અનુષ્ઠાન તેને ઘેરી લે છે. જેમ કોઈ પુરુષ કોઈ સ્ત્રીને મોહાધીન હોય તો પોતાનું બધું અસ્તિત્ત્વ ભૂલી આ મોહના ભાજનને જ મહત્વ આપે છે. તેમ અહીં આ કર્તા ક્રિયાને જ પ્રધાન માની, ક્રિયા જ સર્વસ્વ છે એમ માની, ક્રિયાના સ્વરૂપનો પણ વિચાર કર્યા વિના કે આ ક્રિયા સાવધ છે કે નિર્વધે છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, રાગ મિશ્રિત છે કે વીતરાગ ભાવવાળી છે, તેનો વિવેક ખોઈ નાંખે છે અને ક્રિયા સ્વતઃ વિવેકશૂન્ય બને છે, તેમ ક્રિયાનો કર્તા પણ વિવેકશૂન્ય બની જાણે જડ જેવો બની જાય છે.
વસ્તુતઃ કોઈ પણ વ્યકિત જડ જેવો બની શકતો નથી, જડ થઈ શકતો પણ નથી. જડ જેટલા ગુણધર્મોનું પણ આચરણ કરી શકતો નથી. ફકત વિવેકશૂન્યતાના આધારે જ તેને જડ જેવો કહ્યો છે. અહીં સ્પષ્ટ એ થયું કે ક્રિયાના કારણે જડતા આવે છે અને જડતાને આધારે ક્રિયા ઉદ્ભવે છે. આમ પરસ્પર ક્રિયા અને જડતા બન્ને એકબીજાના પૂરક બની જાય છે. તેથી કવિરાજને આ દશા જાણે બહુજ અકળાવતી હોય તેમ પોતાના સભ્ય જ્ઞાનના આધારે ફકત કરુણાને જન્મ આપે છે અને જડતા રહિત શુદ્ધ ક્રિયા અથવા ચેતનમય ક્રિયાના આધારે જડતાનો વિભેદ કેમ નિષ્પન્ન થાય તેવા ભાવથી આવા ઉપાસક જીવોને માટે કૃપાની વૃષ્ટિ કરવા કવિરાજ તત્પર થયા છે.
કામ કરી