Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિકારી ભાવ છે. તે શુભ આશ્રવ છે અને બંધનનું કારણ પણ છે. કરુણા તે એક પ્રકારનો યૌગિક વિભાવ છે. કરુણાના ભાવ અંતિમ ચાર લેશ્યામાં જ આવે છે. પઘલેશ્યા અને શુકલેશ્યામાં સ્વભાવનિષ્ઠ આધ્યાત્મિક પરિણામ છે. તેમાં સાત્ત્વિક નિર્વધતા વર્તે છે. જ્યારે પિઘલેશ્યાથી નીચેની લેશ્યાઓમાં કારુણિક ભાવ હોવા છતાં તે સર્વથા નિર્વધ કે સાત્ત્વિક હોતી નથી. તે રજોગુણયુકત હોય છે અને આ વિશ્લેષણને આધારે કરૂણાને શુભ ભાવ માની લગભગ ત્યાજયગણવામાં આવે છે. આ થયો એક મત. જ્યારે બીજો મત એવો છે કે દયા, ક્ષમા, કરુણા, એ બધા આધ્યાત્મિક શુભ આત્મિક ગુણો છે. આત્મતત્ત્વ ફકત જ્ઞાન સ્વરૂપ જ નથી. તે જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ તે ઉપરાંત આત્મતત્ત્વમાં બીજા અસંખ્ય ચારિત્રિક ગુણો, સ્થાયી ગુણો કે પારિણામિક ભાવવાળા ગુણો નિત્ય વર્તે છે. આ બધા ગુણો જો ન હોય તો એકલુ જ્ઞાન લૂલ લંગડુ છે અથવા કહો કે જ્ઞાન આત્માનું પ્રતિનિધિત્વ કરી શકતું નથી. જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનમાં આત્માની વ્યંજના છે. પરંતુ આત્મામાં જ્ઞાનની ભજના છે. અર્થાત્ જ્ઞાન સિવાય બીજા ગુણો પણ વર્તે છે. જ્યાં બીજા ગુણો છે ત્યાં જ્ઞાન અવશ્ય વર્તે છે, કારણ કે બન્ને એકાધિકરણ છે.
કરૂણા વગરનું જ્ઞાન એક પ્રકારનો કઠોર ભાવ છે. જ્યારે મૃદતા તે માન કષાયનો અભાવ થતાં જીવનો સ્વાભાવિક પરિણામ છે. કઠોરતા તે કષાયિક ભાવ, જ્યારે મૃદતા તે અષાયિક ભાવ છે. મૃદતા એ જ કોમળતા છે અને કોમળતા એ જ કરૂણા છે. આમ બીજા મતે કરૂણાને વિભાવ કે શુભભાવ માત્ર ન કહેતા તે આત્માની શુદ્ધ પર્યાય છે. આ મહાન યોગીરાજના મનમાં જે કરૂણા ઉપજે છે. તે તેમની નિર્મળ, જ્ઞાનયુકત, કોમળ દયામય પર્યાય છે અસ્તુ.
હવે આપણે કર્મ દષ્ટિએ કરૂણાનો વિચાર કરીએ કે કરૂણા કયારે ઉપજે? ભલે તે શુભ ભાવ હોય કે શુદ્ધ ભાવ હોય, પરંતુ તે મોહનીય કર્મનો ક્ષયોપશમ થયા પછી ખીલી ઉઠતી એક નિર્મળ પર્યાય છે. જે અહિંસાનું બીજુ રૂપ છે. જ્યાં કરૂણા હોય ત્યાં જ અહિંસા હોઈ શકે. તે અહિંસા એ શ્રાવકનું અણુવ્રત, સંતોનું મહાવ્રત અને અરિહંતોનું યથાર્થ વ્રત છે. નીચેથી લઈ ઉપર સુધીની સર્વ સ્થિતિમાં અહિંસા વ્યાપ્ત છે અને અહિંસા એ કરુણાનો જ બીજો પર્યાય છે. શ્રી કેદારનાથ પંડિતે ઠીક જ ગાયુ છે. તેઓ જૈન દર્શનના અભ્યાસી હતા અને અન્ય દર્શનના પણ અભ્યાસી હતા.
બીન કરૂણા ઉપજે, ન વ્રત ઉપજે ન સાધના વ્રત
વ્રતની જનની ગુણવતી માતા એ કરુણાને જાણે રે આમ જો કરૂણાને શુભભાવ માની જૈનસાધનામાંથી બાકાત કરવામાં આવે અથવા તેને પુણ્યભાવ કહીને આશ્રવ માની છોડવાની વાત કરે તો તે એક અંધકારમાંથી નીકળી મહાઅંધકારમાં જવા જેવી વાત છે. કરુણારહિત સમગ્ર જૈનદર્શન ખોખલું બની જશે. જૈન ક્રાન્તિ, જૈન ઈતિહાસ, જૈનસાધના એ પ્રાણી માત્રની કરૂણામાંથી પ્રગટ થઈ છે. જ્યારે મોહનીયકર્મના કષાયભાવો ઉપશમ્યા હોય, નોકષાય ભાવથી જીવ વિરામ પામ્યો હોય, મિથ્યાદર્શન કે મિથ્યાજ્ઞાન શાંત થયું હોય અને ગુરુભકિતનો ઉદય થયો હોય. આવા ત્રિવેણી સંગમ વખતે જ જીવમાં કરૂણાનો ઉદય થાય છે. પાણીનું એક બિંદુ પણ પાણી જ છે અને જલધારા ધરાવતી નદી પણ પાણી જ છે અને
દાવા
પ૯ ના