Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
4 ||
||
R
ay / till
Hit Laliff
IMLITI/II.
Effilief E
kali a ll
|
દાદા
ત્યાં વૈરાગ્ય અને આત્મજ્ઞાનની ઝાંખી છે, પરંતુ હજી નિશ્ચયાત્મક સંકલ્પનો જન્મ થયો નથી. છતાં પણ આ બન્ને ઉપકારી તત્ત્વો જીવના પરમ કલ્યાણના કારણભૂત સાચા મિત્ર છે. આ ચોથો ભંગ એ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે.
છઠ્ઠી કડીમાં ગુરુદેવે બહુ જ સીફતથી પ્રત્યક્ષ અને પરોક્ષ ભાવે આ ચારે ભંગનું ગૂઢ વર્ણન કરી દીધું છે, સાથે સાથે સાધકને ચેતવણી આપી દીધી છે કે વૈરાગ્ય તે જીવની સાચી કસોટી છે. પ્રાચીન પધ્ધતિ પ્રમાણે શાસ્ત્રીય રીતે આપણે ત્યાં વ્યંજના અને ભંજનાના ભાવો પ્રગટ કરી તત્ત્વદષ્ટિને સ્પષ્ટ કરે છે. અહીં વૈરાગ્યમાં આત્મજ્ઞાનની ભજના છે અને આત્મજ્ઞાનમાં વૈરાગ્યની રંજના છે, તે ખાસ સમજવા જેવું છે. અર્થાત્ જ્યાં વૈરાગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન હોય કે ન હોય, તેથી વૈરાગ્યમાં આત્મજ્ઞાનની ભજના છે, પરંતુ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં વૈરાગ્ય હોય જ. અર્થાતુ. આત્મજ્ઞાનમાં વૈરાગ્યની રંજના છે. રંજના ને ભજના તર્કશાસ્ત્રનો એક અપૂર્વ સિધ્ધાંત છે. અસ્તુ.
નિશ્ચયયનું રહસ્ય : અહીં આટલું કથન કર્યા પછી આપણે એક પ્રશ્ન ઉપાડશું અને વધારે ઊંડાઈથી ચિંતન કરવા પ્રયાસ કરશું. નિશ્ચય શાસ્ત્રો એમ કહે છે કે બધા દ્રવ્યોની બધી પર્યાયો સર્વથા સ્વતંત્ર છે. એક પર્યાય બીજી પર્યાયનો ઉપકાર કરતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને માટે જરાપણ જવાબદાર નથી. આમ નિશ્ચયનય સંપૂર્ણ ઉપાદાનવાદી છે. નિમિત્તના પ્રભાવથી જ બધાને મુકત રાખે છે. એટલું જ નહી પરંતુ આગળ ચાલીને પર્યાયનું પણ ઉપાદાન કારણ દ્રવ્ય નથી. પણ પર્યાય પોતે જ પર્યાયનું ઉપાદાન છે. એ એટલી બધી ઝીણી વાત છે કે પાઠકે અહીં તીવ્ર દષ્ટિથી વિચારવાનું છે. કોઈ પણ દ્રવ્ય પોતામાં થતી પર્યાયો માટે ઉપાદાન છે. તે નિશ્ચય શાસ્ત્રો માને છે અને નિમિત્તનો પરિહાર કરે છે પરંતુ ઉપાદાનની દષ્ટિમાં પણ પર્યાય માટે દ્રવ્ય શા માટે ઉપાદાન બને ? પર્યાય તો ક્ષણિક છે. એટલે દ્રવ્ય પોતે પણ પોતાની પર્યાયનું નિમિત્ત માત્ર છે અને પર્યાયનું ઉત્પાદન પર્યાય પોતે જ છે. કારણ કે બધી પર્યાય સ્વતંત્ર છે અને ક્રમબધ્ધ છે, તો દ્રવ્યનું એમાં કર્તુત્ત્વ શું રહે ? આ આટલી સૂક્ષ્મ વાત ચિંતનમાં મૂકયા પછી આપણે મૂળ વાત પર આવીએ. વૈરાગ્ય પણ એક સ્વતંત્ર પર્યાય છે અને આત્મજ્ઞાન પણ એક સ્વતંત્ર પર્યાય છે. તો વૈરાગ્યની સફળતામાં આત્મજ્ઞાન કેવી રીતે કારણ બની શકે? આત્મજ્ઞાન તે પોતાનું જે કંઈ ફળ છે તેમાં તે કારણભૂત છે અને વૈરાગ્યના ફળમાં વૈરાગ્ય કારણભૂત છે. જેમ મેદાનમાં પડેલી રેતી કાંઈ સ્વતંત્ર મકાનનું કારણ નથી અને સ્વતંત્ર મકાન તે રેતી સાથે કંઈ સંબંધ ધરાવતું નથી. રેતી-રેતીનું કાર્ય કરે છે અને પત્થર પત્થરનું કાર્ય કરે છે, તે રીતે લોટમાં નાંખેલું પાણી નિશ્ચયમાં લોટનો ઉપકાર કરતું નથી અને લોટ પાણીનો ઉપકાર કરતું નથી. પાણી ને લોટ બને સ્વતંત્ર છે. બન્નેની પર્યાય પણ સ્વતંત્ર છે. આમ નિશ્ચયશાસ્ત્રો કહે છે. આ નિશ્ચયનયના પ્રભાવમાંથી મુકત થવા જ વ્યવહારનયનો જન્મ થયો છે. અહીં આ છઠ્ઠી ગાથામાં વૈરાગ્ય અને આત્મજ્ઞાનનો સંબંધ સ્થાપ્યો છે, તે શું નિશ્ચયનયનું કથન છે, કે વ્યવહારનયનું? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક રીતે વિચારવાનો રહે છે.
હવે આપણે નવા સિધ્ધાંત પર જઈએ છીએ. કોઈ પણ ગુણો અને પર્યાયનું અધિષ્ઠાન એક જ હોય તો તેમને સર્વથા ભિન્ન કરી શકાતા નથી. સમજવા માટે શબ્દનયનો આશ્રય કરી ભિન્નતા અથવા ભેદજ્ઞાન કરવામાં આવે છે. તેમાંય એક જ દ્રવ્યની બે સ્વભાવિક પર્યાય હોય તો તેમાં તો
તા ૧૦૮