Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પણ અજીવતત્ત્વની સાથે આશ્રવતત્વને એક સ્વતંત્ર તત્ત્વ ગયું છે. આ બધા શાશ્વત તત્ત્વો પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે. આશ્રવના બધા ભાવાશ્રવ પરિણામો મનોયોગ આદિ યોગ સાથે જોડાયેલા છે અને જ્ઞાન કે અજ્ઞાનજન્ય ભાવો જે વર્તે છે તે આ આશ્રવ ભાવોમાં રમણ કરી તેમાં સુખ દુઃખનો આધાર ઊભો કરે છે. વસ્તુતઃ કર્મજન્ય પરિણામો ચૈતન્ય દ્રવ્યમાં કોઈપણ પ્રકારની વૈભાવિક પર્યાય ઊભા કરી શકતા નથી. વિભાવ એક સ્વતંત્ર તત્ત્વ છે. પરંતુ વિભાવના અસ્તિત્ત્વ વખતે મનોયોગ અને બધી ઈન્દ્રિયો વિષય ભાવે તેમાં સંયુકત હોય ત્યારે ચૈતન્ય દ્રવ્યની સ્વભાવ પર્યાયને ખીલવાનો અવકાશ રહેતો નથી. જેમ મેલી ચીમનીવાળા દિવામાં અંદર પ્રકાશ છે, પરંતુ ચીમનીની મેલાશના કારણે તે પ્રકાશને અવકાશ મળતો નથી. પ્રકાશ પણ સ્વતંત્ર છે, ચીમની પણ સ્વતંત્ર છે અને તેની મેલાશ પણ સ્વતંત્ર છે. આમ ત્રિપુટી અવસ્થા છે. આ જ રીતે કર્મો આત્માના ગુણોને કે સ્વભાવ પર્યાયને હાનિ કરી શકતા નથી. પરંતુ કર્મના ઉદય પરિણામ વખતે ચેતનદ્રવ્યની પર્યાયને અવકાશ મળતો નથી. જે સાધક આ બધા તત્ત્વોના વિભેદને જાણી લે છે અને આ કોઈ તત્ત્વો મારા નથી. એ પર–પરિણામ છે, તો પોતાના સૂમ ઉપયોગ વડે ઉદયભાવના અસ્તિત્વમાં પણ આત્મદ્રવ્યની ભૂમિ પર્યાયનું અવલંબન કરી, વિભાવથી છૂટો પાડી સ્વસુખની, શાંતિની કે આનંદની અનુભૂતિ કરે છે. આ વિભાવ પરિણામો વિશ્વના છે, મારા નથી અને આ સૂક્ષ્મ દષ્ટિ ઉદ્ભવતા વિભાવ પરિણામો સ્વતઃ નિર્મળ બને છે. તે કર્મ સિદ્ધાંતની એક પ્રકિયા છે. ખેતરમાં જેમ ફસલ (પાક) જોર પકડે ત્યારે બાકીનું નિંદામણ સ્વતઃ નિર્બળ બની નિર્મૂળ થવા લાગે છે તેમ વિશ્વના આ પ્રક્રિયાના સિદ્ધાંતો ઉપયોગની શુધ્ધ પર્યાય સ્થિત થાય ત્યારે વિભાવો સ્વતઃ નિર્મળ અને નિર્મૂળ બને. આત્મદ્રવ્ય મૌન અવસ્થામાં છે, કર્મના ઉદયભાવ છે અને ઉદયભાવના કારણે શુદ્ધ પર્યાયો ખીલતી નથી. આ અવસ્થામાં આ ત્રિપુટી સંયોગમાં
જ્યારે સાધક નિર્ણય કરી ડૂબકી મારે છે, ત્યારે આંતરક્રિયાનો ભેદ જાણવા મળે છે અને નિશ્ચિત રૂપે જીવ સ્વભાવમાં રમણ કરે છે અને તે ક્રિયાનું સાધકને ભાન પણ હોઈ શકે. આ અવસ્થામાં નિર્મોહદશા પણ ભાગ ભજવે છે.
આંતરક્રિયાનો વિભેદ જ્ઞાનથી કે અભાવથી ? : આંતરક્રિયાનું અસ્તિત્ત્વ એક, આંતરક્રિયાનું જ્ઞાન બે, આંતરક્રિયાનો અભાવ ત્રણ અને આતંરક્રિયાના અભાવનું અજ્ઞાન, આમ આ ચતુષ્કોણમાં સિદ્ધિકારનું તાત્પર્ય એવું છે કે કાં તો આંતરક્રિયાનો ભેદ થયો નથી, કાં આંતરક્રિયાના ભેદનું જ્ઞાન થયું નથી.
આ પદમાં એટલું લખ્યું છે કે “આંતર ભેદ ન કાંઈ” તેમાં બને અર્થ લક્ષમાં લેવા જરૂરી છે. તેમાં આંતરભેદ કાં નથી, કાં આંતરભેદનું જ્ઞાન નથી. તર્કદષ્ટિએ એમ કહી શકાય કે આંતરભેદ ન હોય તો જ્ઞાન કયાંથી થાય? પરંતુ હકીકતમાં આંતરભેદ થયો નથી. તેના અભાવનું જ્ઞાન થઈ શકે છે. આંતરભેદ થાય તે એક સ્વતંત્ર પરિણતિ છે. કદાચ સાધકના લક્ષમાં ન પણ હોય. પરંતુ ખરી વાત એ છે કે “આંતરભેદ ન કાંઈ” એ વાકય પદમાં આંતરભેદનું જાણપણું નથી એમ કહેવાનું તાત્પર્ય છે અને આ આંતરભેદના અભાવમાં જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ છે તે બધી બાહ્યક્રિયાઓ છે.
એક ઉપકારી ખુલાસો :- આત્મસિદ્ધિકારે એ સ્પષ્ટ કર્યું નથી કે બાહ્યક્રિયાઓ જરાપણ