Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે, કષ્ટથી મુકત થવા માગે છે અને એ જ રીતે મૃત્યુથી પણ દૂર રહી અમર અવસ્થાની ઝંખના કરે છે. એટલે શાસ્ત્રકારોએ મોક્ષને મુખ્ય લક્ષ માન્યું છે. વળી મોક્ષ અવસ્થામાં જે સ્વરૂપ ખીલી ઉઠયું છે તે શુદ્ધ ચૈતન્ય શબ્દાતીત છે. તેને શબ્દોથી સંબોધી શકાય તેમ નથી. તેથી મોક્ષની જગ્યાએ કોઈ વિધેયાત્મક સાચો શબ્દ દુર્લભ છે. અર્થાત્ પ્રાપ્ત થયો નથી. જેથી આ અભાવાત્મક શબ્દનો આશ્રય કરવો પડયો છે.
મોક્ષનો અર્થ ફકત મૃત્યુ અને દુઃખથી વિમુકત કે કર્મથી મુકત એવો કરીએ તો આ બધા જડદ્રવ્યોમાં પણ મોક્ષ સંભવે છે. કારણ કે તે પણ વેદનારહિત, મૃત્ય રહિત સંપૂર્ણ સમ અવસ્થામાં ટકી રહે છે પરંતુ તેને મોક્ષ કહેતા નથી. અથવા તે દ્રવ્યોને મોક્ષના અધિકારી પણ માન્યા નથી. વસ્તુતઃ સમગ્ર બંધનોથી છૂટકારો થયા પછી બંધના પ્રભાવોનો અભાવ થતાં જે સ્વરૂપ આંતરિક અવસ્થામાં શુદ્ધ હતું તે બાહ્ય અવસ્થામાં પ્રગટ થયું છે. “નહીં તો તદ નાદિ, નહીં વારિ તથી સંતો” આમ બાહ્ય અને આંતરિક બને અવસ્થાઓ તદ્રુપ બની ગઈ છે. અહીં તેને બાહ્ય કે આંતરિક કહેવાનો કોઈ અર્થ નથી. આ અવસ્થા જેને શાસ્ત્રકારોએ મોક્ષ કહ્યો છે. મોક્ષની આ ઊંડી વ્યાખ્યા સમજયા પછી મોક્ષનો અનુરાગ મૂકી, રાગરહિત અવસ્થા થાય તે સાધનાની એક ઉત્તમ રેખા છે.
પરંતુ જે જીવ આવી કોઈ અવસ્થાના સુખનો સ્વીકાર કર્યા વિના, પ્રત્યક્ષ નિમિત્તોથી જે કાંઈ ઈન્દ્રિયજનિત કે મનોયોગજનિત સુખ મળે છે તેને વાસ્તવિક માની, તે સુખોની પાછળ રહેલા મોહાવેશથી તે જ ભૌતિક સુખને પ્રધાનતા આપી મોક્ષનો નિષેધ કરે છે. તેથી જ આપણા યોગીરાજ પરમ કૃપાળુ દેવ કહે છે કે “બંધ મોક્ષ છે કલ્પના.” આ કાલ્પનિક ભાવોની પાછળ તેમણે શુષ્કજ્ઞાનને આધાર માન્યો છે, મોહાવેશ વિના શુષ્કશાન ઉદ્ભવતું નથી. અર્થાત્ મોહાવેશ ન હોય તો જ્ઞાન શુષ્ક બને જ નહીં, મોહાવેશ ન હોય તો બંધ મોક્ષને પણ ન નકારે, મોહાવેશ ન હોય તો કોરી બંધ મોક્ષની વ્યાખ્યા કર્યા પછી, ત્યાગ વૈરાગ્યના સુંદર ભાષણો આપ્યા પછી પણ, તે આત્માને કશો વિરકિતનો સ્પર્શ થતો નથી. ત્યારે તેનું જ્ઞાન પણ શુષ્કજ્ઞાન બની જાય છે. આમ મોહાવેશ તે શુષ્કજ્ઞાનનું પ્રબળ બીજ છે. મોહાવેશ આ પદ બન્ને તરફ અન્વય પામે છે. પ્રથમ ચરણમાં મોહાવેશને કારણે જ મનુષ્ય ધર્મને કાલ્પનિક માને છે. બીજા ચરણમાં મોહાવેશને કારણે જ ધર્મની કોરી વાતો કરે છે, ત્યારબાદ ચોથા ચરણમાં જે શુષ્કજ્ઞાનનો પ્રયોગ કર્યો છે, તે પણ મોહાવેશના બીજમાંથી અંકુર થયેલું કુફળ છે. આપણે આ ગંભીર વ્યાખ્યાના પ્રારંભમાં જ કહ્યું કે આ બધાનું અધિષ્ઠાન એક જ છે. એટલે બધા પરસ્પર જોડાયેલા છે. સમજવા માટે ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા વિવેચન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ મોહાવેશ, કાલ્પનિક માસિકભાવો, કોરી વ્યાખ્યાઓ અને આ શુષ્કજ્ઞાન ચારે ચરણમાં જેનું વર્ણન છે, તે બધા એકજ છે અને બધાનું કારણ મોહાવેશ જ છે. મોહાવેશ તે આત્માનો ભયંકર વિપર્યય છે. અને તેના કુફળ ભિન્ન ભિન્નરૂપે પ્રગટ થાય છે. તેમ અહીં પણ આ મોહાવેશ બુદ્ધિને પ્રભાવિત કરી આ બધા દૂષણ ઊભા કરે છે.
આ પાંચમી કડીમાં પણ સિદ્ધિકારે “અહી” શબ્દનો પ્રયોગ કર્યો છે. આ આંહી શબ્દ ઘણો જ મહત્વપૂર્ણ છે. ચોથી કડીમાં પણ આંઈ કહયું છે અને પાંચમી કડીમાં આંહી કહ્યું છે, વસ્તુતઃ
લાખ ૯૧ પાલ