________________
ગાથા-ક
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાના
અહીં સિદ્ધિકાર આગળ વધતા એમ કહે છે કે માણસ ઉપરના બન્ને દોષોથી મુકત થયા પછી ત્યાગ અને વૈરાગ્યની ઉત્તમ સાધનામાં જોડાય શકે છે.
પૂર્વપક્ષ : આપે જે કહ્યું કે શુષ્કજ્ઞાન અને ક્રિયાકાંડ, તે ઉત્તમ ભાવો નથી પરંતુ તેનાથી મુકત થઈ જીવ વિરકિત ભાવને વરે છે, તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, સંસારનો મોહ ઘટે છે અને વૈરાગ્ય તથા ત્યાગમાં રમણ કરે છે. આ પરિસ્થિતિ સાધકને માટે ઉત્તમ છે અને સોળ આના સફળ છે તેમ કહેવું જોઈએ.
ઉત્તરપક્ષ ઃ કેટલેક અંશે વાત સાચી છે. કદાગ્રહથી મુકત થયા પછી અને સાંસારિક ભાવનાનો ઉપશમ થયા પછી, ત્યાગ વૈરાગ્યમાં પ્રવેશ કરી સાધક કલ્યાણ કરી શકે છે પરંતુ અહીં પણ એક મહત્ત્વપૂર્ણ વાત સમજવાની જરુર છે. ત્યાગ અને વૈરાગ્ય સ્વયં ઉત્તમ હોવા છતાં જેમ વર વગરની જાન હોય તેમાં જાનની ઉત્તમ વ્યવસ્થા હોવા છતાં તે બધી રીતે અપૂર્ણ છે. તેમ અહીં ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, ધ્યાન, જાપ એ બધા જાનૈયા છે પરંતુ તેમાં વરરાજાનો અભાવ છે અને તે છે આત્મજ્ઞાન. એટલે અહીં સ્વયં કવિરાજ કહે છે કે જો આત્મજ્ઞાનની હાજરી હોય તો આ બધા સાધન સફળ છે. અહીં સફળ શબ્દ જે મૂકયો છે તે ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. જેને આપણે આગળ તેની ઊંડાણથી વ્યાખ્યા કરશું. આ છઠ્ઠી ગાથામાં આત્મજ્ઞાનને પ્રમુખ સ્થાપ્યા પછી અને આત્મજ્ઞાન થયા પછી તેનું નિદાન અર્થાત્ અર્થાત્ કસોટી કે તેના લક્ષણો પણ વૈરાગ્યાદિ જ છે. આત્મજ્ઞાન ઉપજે ત્યારે ભોગ વિલાસ કે બીજા કોઈ આડંબર ન હોઈ શકે. ત્યાગ વૈરાગ્યની જ પ્રધાનતા હોય. આમ કવિરાજે બહુ સુંદર રીતે પરસ્પરના સાપેક્ષ ભાવનું વર્ણન કર્યુ છે. તેને આપણે એક ચૌભંગી દ્વારા વધારે સ્પષ્ટ કરશું.
ચૌભંગી :
(૨) વૈરાગ્ય અને આત્મજ્ઞાનનો અભાવ. (૪) વૈરાગ્ય વિનાનું આત્મજ્ઞાન.
(૧) વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન. (૩) આત્મજ્ઞાન અને વૈરાગ્ય. પ્રથમ ભંગ અને ત્રીજો ભંગ લગભગ સમકક્ષ છે. પ્રથમ ભંગમા વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન અને ત્રીજા ભંગમા આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય. ઉત્પતિની અપેક્ષાએ બન્ને ભંગમાં થોડો ક્રમિક ભેદ જોઈ શકાય છે. જેમ કે, વૈરાગ્ય થયા પછી વૈરાગ્યની તીવ્રતાથી સાધક આત્મજ્ઞાનમાં પ્રવેશ કરે છે. જ્યારે ત્રીજા ભંગમાં આત્મજ્ઞાનનો સહજ ઉદ્ભવ થતાં તેમનું જીવન વિરકિતમય બને છે. આ બન્ને ભંગ આદરણીય છે, અનુકૂળ છે અને સાધકને માટે ગુણકારી છે. જ્યારે બીજા ભંગમાં આત્મજ્ઞાનનો અભાવ છે અને ચોથા ભંગમાં વૈરાગ્યનો અભાવ છે. અર્થાત્ અહીં સિદ્ધિકાર પરોક્ષ ભાવે કહે કે વૈરાગ્ય વિનાનું આત્મજ્ઞાન આત્મવંછના થઈ શકે છે. અને આત્મજ્ઞાન વગરનો વૈરાગ્ય પણ લક્ષ વિના રણપ્રદેશમાં યાત્રા કરવા સમાન છે. અસ્તુ.
વૈરાગ્યની વ્યાપકતા : આમ ચૌભંગીથી આખી ગાથા ઉપર પ્રકાશ પડે છે. સર્વપ્રથમ
૯૪