Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છતાં કેવા કેવા ભાવોને ભજે છે અને તેમાં શુદ્ધ અને અશુધ્ધ, અવિકારી અને વિકારી, સ્વાભાવિક અને સ્વભાવિક એવી બે અવસ્થાઓ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારની યોનિઓમાં રમણ કરી ઉચ્ચ કોટિની માનવ ગતિને પણ પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે જીવાત્માની આંતરિક દશા શું છે ? તેનું સ્પષ્ટીકરણ કરશું. જેમ જીવ, આત્મા, ભગવાન આદિ શબ્દો ધર્મક્ષેત્રમાં પ્રસિધ્ધ છે, તેમ કર્મ શબ્દ પણ એટલો જ વ્યાપક છે. કર્મોનો જીવ સાથેનો અથવા આત્મદ્રવ્ય સાથેનો અનાદિ કાળનો ઊંડો સંબંધ છે. આત્મ દ્રવ્યના ક્ષેત્રમાં ફકત આત્મા જ પરિણામ કરે છે તેવું નથી. સાથે સાથે કર્મજનિત પરિણામો પણ ઉદ્ભવે છે. અર્થાત્ આત્મા અને કર્મની જોડી એ સમગ્ર જીવરાશિના વિભિન્ન પ્રકારના જન્મો વિભિન્ન પ્રકારના કાર્યો અને ભિન્ન ભિન્ન પ્રકારના સુખ દુઃખના આધાર સ્થંભ છે. કર્મયુકત આત્મા અને આત્મયુકત, કર્મ આમ બન્ને સાથે રહેવા છતાં આત્માનો કર્મ પર પ્રભાવ અને કર્મનો આત્મા પર પ્રભાવ “એ” ઘણો મહત્વપૂર્ણ વિષય છે. જૈનદર્શનમાં તો તેનું સંપૂર્ણ ગણિત કરવામાં આવ્યું છે અને કર્મજનિત લાખો અવસ્થાનું વિવેચન મળે છે.
અહીં આત્મજ્ઞાન શબ્દમાં આત્મ સંબંધી જ્ઞાનનું મહત્ત્વ બતાવ્યું છે અને જેટલું સત્ય હોય તેનું સાંગોપાંગ પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હિમાયત કરી છે અને ત્યારે જ વૈરાગ્ય આદિ સફળ થાય તેમ સિધ્ધિકાર જણાવે છે, પરંતુ વર્તમાન આત્માની સ્થિતિ શું છે? તેની યાત્રા કયાંથી શરુ થઈ છે ? કર્મ અવસ્થામાં કેવા વિભાવો જન્મે છે, વિભાવો વચ્ચે પણ તેનું શુદ્ધ અખંડ સ્વરૂપ જળવાઈ રહે છે અને તેના શુધ્ધ સ્વરૂપમાં ક્ષાયિક આદિ ઉત્તમ ભાવો તથા કેવળજ્ઞાન જેવા અનંત મહાજ્ઞાન સમાવિષ્ટ છે, તે વિશે થોડું આપણે જાણીએ. અન્ય દર્શનોમાં ઈશ્વર વિશ્વને ઉત્પન કરે છે અને તેમાં જીવાત્માની પણ ઉત્પતિ થાય છે. બ્રહ્મતત્વ માયાથી વિશિષ્ટ બની જીવ રૂપે વિવિધ : જન્મ ધારણ કરે છે. ભકિત આદિ ઉત્તમ સાધનાથી પુનઃ તે બ્રહ્મ તત્ત્વમાં સમાય છે. આ છે ઉત્પત્તિવાદ.
જ્યારે જૈન દર્શનનાં કોઈ પણ શાસ્ત્ર દ્રવ્યની ઉત્પત્તિ માનવામાં આવી નથી, તેમ કોઈ ખાસ સમયે તે દ્રવ્યનું નિર્માણ થયું છે તેવી પણ માન્યતા નથી. બધા જ દ્રવ્યો અને તત્ત્વો અનાદિ સિધ્ધ શાશ્વત તત્ત્વો છે. આ દ્રવ્યોમાં રહેલા ગુણધર્મો નિશ્ચિત રૂપે પર્યાય કરે છે. અચેતન દ્રવ્યો સ્વતંત્ર રૂપે અખંડ રહી એકબીજાના નિમિત્તમાં આવી વ્યવહાર જગતને સહયોગ આપી પુનઃ પોતાના સ્વરૂપમાં લીન થતાં હોય છે. જ્યારે ચેતનદ્રવ્ય અર્થાત્ આત્મા સૂક્ષમ અવસ્થામાં અથવા પોતાની પ્રારંભિક અવસ્થામાં કર્મ સાથે જોડાયેલા છે. કર્મ પ્રભાવ પ્રમાણે તે દેહ ધારણ કરી અનંત જન્મમૃત્યુના ચક્રમાં સંસકત છે. આ અવસ્થાનું પ્રથમ બિંદુ તે અવ્યવહારરાશિ છે. ત્યાં ચૈતન્ય હોવા છતાં અચેતન જેવી અવસ્થા છે. કાળાંતરે તે જીવ વ્યવહારરાશિમાં આવી પુનઃ શુભાશુભ કર્મોના આધારે સારાનરસાં દેહ પ્રાપ્ત કરી એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીની યાત્રા કરે છે. છેવટે પુણ્યના બળે અનામતપથી કે અકામનિર્જરાથી અશુભ કર્મોને ખપાવી માનવ જીવન ધારણ કરે છે. ત્યારે તેનું ચૈતન્ય બળ ઘણી માત્રામાં જાગૃત હોય છે પરંતુ જ્ઞાનના અભાવે પોતે કોણ છે ? શા માટે મોહ આદિ ચક્કરમાં ફસાયેલો છે, તેનો વિચાર કરી શકતો નથી. આત્માની ચૈતન્ય શકિતના આધારે કર્મજનિત ઉદયભાવમાં રમણ કરી પુનઃ જન્મ મૃત્યુની યાત્રા ચાલુ રાખે છે. ' આનંદઘન શાશ્વત આત્મા : આ અનંતની યાત્રામાં પરમ જ્ઞાનનો વિષય, પરમ
audio SUAREN AUSTRALIEN 907
iી
/till