________________
જ્ઞાન અનુસારી જ્ઞયની કલ્પના થાય છે. અર્થાત્ દ્રવ્ય શુધ્ધ હોવા છતાં તેના વિશે ભ્રમાત્મક જ્ઞાન બને છે. પ્રથમ અને બીજો બન્ને ભંગ સામ્ય યોગી છે. શેય અને જ્ઞાનમાં સામ્યયોગ હોય છે. કોઈ દોષના કારણે જ્ઞાનમાં વિપર્યય થાય છે. પરંતુ દ્રવ્યમાં વિપર્યય થઈ શકતો નથી. અહીં આપણે જ્ઞાન અને શેયને છૂટા રાખી વ્યાખ્યા કરી રહ્યા છીએ.
આવો વિપર્યય શા માટે થાય છે તેનું ઊંડાઈથી ચિંતન કરતાં પહેલા આત્મ દ્રવ્ય વિશે સ્પષ્ટતા કરી લેશું. સમગ્ર આસ્તિક દર્શનોમાં અને ખાસ કરીને જૈનદર્શનમાં ચૈતન્યદ્રવ્ય અર્થાત્ આનંદઘન આત્મ દ્રવ્ય એવા તત્ત્વોનો નિશ્ચયરૂપ સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે બૌધ્ધ દર્શન આસ્તિકવાદી હોવા છતાં તે ઈશ્વર કે આત્માનો સ્વીકાર કરતો નથી. તે સંપૂર્ણ અનાત્મવાદી છે. સત્કર્મના શુધ્ધ ફળ મળે છે, તે સુખ આપે છે અને અસત્ કર્મ દુઃખ આપીને જન્મમૃત્યુ વધારે છે. આમ તે દર્શનની કર્મમાં આસ્થા હોવાથી તે આસ્તિક દર્શન છે, પરંતુ તત્ત્વની દ્રષ્ટીએ તે અનાત્મવાદી દર્શન છે અસ્તુ. અહીં આપણે આત્મવાદી દર્શનનોને આધાર માની આત્મતત્ત્વની વ્યાખ્યા કરશું. આત્માનો સ્વીકાર કરવા માટે નાસ્તિકવાદને અપ્રમાણિક માનવા માટે સ્વયં આત્મ સિધ્ધિકાર આગળની કડીઓમાં ઘણી જ ઊંડી ચર્ચા કરવાના છે. આપણે અહીં આત્મજ્ઞાનની સાથે આત્મદ્રવ્યનો સ્વીકાર કરી આત્મા વિશે શાસ્ત્રીય ધારણાની વ્યાખ્યા કરશું. આત્મ દ્રવ્યની વ્યાપકતા અખંડ અવિનાશી, અરુપી ગુણનિધાન, જ્ઞાનસ્વરૂપ, ઈન્દ્રિયાતીત, મનથી પણ અગમ્ય પરંતુ સમગ્ર જીવરાશિમાં વ્યાપ્ત આ ચૈતન્ય તત્ત્વ છે. તે ચૈતન્ય તત્ત્વ નિત્ય શાશ્વત હોવા છતાં પરિવર્તનશીલ કર્મયુકત વિભિન્ન ભાવોથી દેહાદિમાં રમણ કરે છે, આ જે ચૈતન્ય દ્રવ્ય છે, તેને આત્મદ્રવ્ય માનવામાં આવ્યું છે. તેને જીવ જેવી સંજ્ઞા આપવામાં આવી છે. દેહના બધા દિવ્ય ગુણો, ઈન્દ્રિયો અને મનનું સંચાલન આત્મદ્રવ્યની ઉપસ્થિતિમાં જીવાત્મા જીવનરૂપી રંગમંચ પર સુખ-દુઃખના વિવિધ ભાવોનું નાટક કર્યા કરે છે અને જીવદ્રવ્યની ગેરહાજરી થતાં, બધું અચેતન થઈ નિશ્ચષ્ટ બની આખું તંત્ર તૂટી પડે છે, દેહનો લય થઈ જાય છે, દેહ રહે તો પણ સડવા મંડે છે. આત્મ દ્રવ્યનો પ્રભાવ લુપ્ત થતાં દેહાદિ ઉપર પુદ્ગલનો પૂર્વ પ્રભાવ પથરાય છે. આ આત્મદ્રવ્ય દૃષ્ટિથી અગોચર હોવા છતાં અને ઈન્દ્રિય વગેરે ઉપકરણથી અગમ્ય હોવા છતાં, તેનું અસ્તિત્વ સમગ્ર જીવનનું કે સમસ્ત જીવ રાશિનો આધાર છે. આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધા ભૂત તત્ત્વો આત્મ દ્રવ્યથી જ સંચાલિત થાય છે. એમ કહો કે આ બધા ભૂતગણ વસ્તુતઃ દેહધારી છે. અસંખ્ય ચૈતન્ય તત્ત્વ મળી આ વિરાટ ભૂતોનું સંચાલન કરે છે, અને તે જ ચૈતન્ય તત્ત્વ પોતાના કર્મો અનુસાર આ બધી જ જીવરાશિમાં સુખ દુઃખનું ભાજન બની, તેના જીવનનું અને અંતે મૃત્યુનું કારણ બને છે. એક વૃક્ષ પણ વધે છે, ફલે, ફૂલે છે કે લીલુંછમ દેખાય છે, તેમાં પણ ચૈતન્ય તત્ત્વ પૂરો ભાગ ભજવે છે. ચૈતન્ય દ્રવ્યનો અભાવ થતાં તે વૃક્ષ સૂકાઈને કાષ્ટ બની જાય છે. અસ્તુ. આમ વિશ્વમાં ચૈતન્ય દ્રવ્ય બહુજ મોટો ભાગ ભજવે છે. જીવ આ બધું નાટક પોતાની સકર્મ અવસ્થામાં કરે છે. કયારેક સવળી ગતિ થતાં જીવે પોતાનાં કર્મોનું વિસર્જન કરે છે, ત્યારે સાંસારિક નાટક પૂરું કરી મુકત બની જાય છે. આમ ચૈતન્ય દ્રવ્યની બે અવસ્થા સામે આવે છે. સાંસારિકદશા અને મુકત દશા.
કર્મની લીલા : આત્મજ્ઞાનમાં જે “આત્મ' શબ્દ છે તે આત્મ સાંસારિક અવસ્થામાં હોવા
" જયlllu||\/II/II /II |
llllllhi|||It||
l|ll| lili[li[li[l,