Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ક્રિયાજડતાનું અને શુષ્કજ્ઞાનનું અધિકરણ એક જ છે એમ સિદ્ધિકાર કહી રહ્યા છે. આંઈ એટલે જયાં ક્રિયાજડતા છે ત્યાં અને દ્વિતીય આંહિ માં શુષ્કજ્ઞાન છે ત્યાં. આમ બન્નેનો સુમેળ એક જ અધિકરણમાં છે. આ દહીં ખાટું પણ છે અને દુર્ગધવાળું પણ છે અર્થાતુ બગડેલું છે. ખટાશ અને દુર્ગધ બંને એક જ દહીંમાં છે. ચોથી ગાથામાં આવેલા “આંઈ ની આપણે વિસટ વ્યાખ્યા કરી ગયા છીએ. વિશ્વફલક પર, સમાજફલક પર અને આધ્યાત્મિકફલક પર આ બધા જ શબ્દો પર આંહિ શબ્દ અન્વય પામે છે. તે જ રીતે આ પાંચમી કડીમાં પણ આંઈ શબ્દ આ ત્રણેય સ્થાનોમાં અન્વય પામે તેવો છે પણ થોડું ચિંતન કરતા જણાય છે કે શુષ્કજ્ઞાનનું ક્ષેત્ર થોડું વ્યાપક છે, કારણ કે ક્રિયાજડતા જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. અર્થાત્ બુદ્ધિને સ્પર્શ કરતી નથી. બુદ્ધિથી દૂર રહી ક્રિયામાં જ બધો સમાવેશ કરે છે. અર્થાત્ બુદ્ધિયોગ તેને પચે તેવો નથી, જ્યારે આ શુષ્કજ્ઞાન બુદ્ધિવાદને પણ સ્પષ્ટ કરે છે, બુદ્ધિનો પૂરો ઉપયોગ કરે છે અને બુદ્ધિની તલવારથી જ સમ્યગુજ્ઞાનનું છેદન કરે છે. આમ શુષ્કજ્ઞાન તે સ્વચ્છ પાણીમાં નાંખેલી રંગની ગોળીથી સમગ્ર પાણી રંગ રંજિત થઈ જાય, તેમ મોહાવેશને કારણે શુષ્કજ્ઞાન બુદ્ધિમાં જોડાવાથી બુદ્ધિ રંગ રંજિત થઈ હકીકતમાં જીવને શુષ્કજ્ઞાની બનાવી નાંખે છે. આ દષ્ટિએ શુષ્કજ્ઞાનનું ક્ષેત્ર થોડું વિસ્તાર વાળું છે. કારણ કે સમગ્ર જગતનું માનવીય સંચાલન ઘણે અંશે બુદ્ધિવાદ સાથે જોડાયેલું છે. એટલે કવિરાજે “આંહિ” કહીને મનુષ્ય બુદ્ધિને જ શુષ્કજ્ઞાનનું અધિકરણ માન્યું છે. અહિ એટલે કયાં ? મનુષ્યની બુદ્ધિમાં, મનુષ્યના જીવનમાં કે તેના વાણી વ્યવહારમાં શુષ્કજ્ઞાન વ્યાપ્ત થયેલું
મોહનો ડંખ ઃ સાપ કરડે છે એક જગ્યાએ. માત્ર એક બિંદુ વિષ પ્રવેશ કરે છે પરંતુ થોડીક ક્ષણોમાં તે રકત પ્રવાહને પ્રભાવિત કરે છે. તેમ મોહાવેશનો સર્પ કોઈપણ ઈન્દ્રિયના વિષયભાવોમાં, પછી તે કામશકિત હોય, ઉપભોગશકિત હોય કે બીજી કોઈ પરિગ્રહલાલસા હોય,
ત્યાં જમ્પ મારે છે. અને સાપ જેમ અચેતન અવસ્થામાં અથવા અજાણ અવસ્થામાં ડંખ મારે છે કે કે તેની સાથે ખીલવાડ કરતા ડંખ મારે છે, તેમ આ મોહાવેશ કોઈ એક જગ્યાએ તીવ્ર રાગભાવ કે દ્વેષભાવ ઉત્પન્ન કરે છે અને અલ્પ ક્ષણોમાં સમગ્ર બુદ્ધિના ક્ષેત્રમાં આ વિષ વ્યાપ્ત થઈ જાય છે અને ધર્મને કાલ્પનિક કહેવામાં સક્ષમ બને છે. અર્થાતુ પ્રાણીનું જ્ઞાન ધાર્મિક ભાવોનો અંદરથી સ્વીકાર કરવા દેતું નથી. બાહ્યભાવે ધર્મનો આંચળો ઓઢી રાખે છે. આ થઈ ત્રણેય તત્ત્વોની પરસ્પરની તદ્રુપતા, ગંભીર વ્યાખ્યા અને તેનું કુફળ. હવે આપણે આ પાંચમી ગાથાનો ઉપસંહાર કરી આગળ વધવા કોશીષ કરશું
ઉપસંહાર : સમગ્ર વિવેચન કર્યા પછી અહીં કવિરાજે સાંપ્રદાયિક પરિસ્થિતિનો વિચાર કર્યા પછી સ્વાનુભવથી તેમને સમજાયું છે કે મનુષ્યનું જે મૂળભૂત લક્ષ છે અથવા ધર્મનું જે લક્ષ છે તે આત્મતત્ત્વનો નિર્ણય કરી તેના શુદ્ધ સ્વરૂપને સમજી, બધા સાંસારિક ભાવોથી મુકત થવાનું છે પરંતુ તે ક્રિયાકાંડમાં અને કોરી વાતોમાં અટવાઈ ગયો છે તેથી આત્મચેતનાની પ્રેરણા આપવા માટે તેમણે બે પ્રબળ વિરોધી ભાવોનું પ્રારંભની ગાથાઓમાં વર્ણન કર્યું છે. ક્રિયાકાંડ અને શુષ્કજ્ઞાન અને આત્મતત્ત્વના બોધમાં અવરોધક છે.
અહીં ખાસ કોઈ વ્યકિત વિશેષ કે સંપ્રદાય ઉપર કોઈ કટાક્ષ નથી પરંતુ કોઈપણ સંપ્રદાયમાં
PENSIUS S
UMASAMANALA
N
GI
LES KURATORE ALLERDINARIA UNE AUTORITATEAUNA ULOGUE TALIE ET RESTA DI GHAEDREIRA DOLANILABALAROILSTUNA ILUSTUSETULENE TE ROSALIA SUNDUESIA MILANGANLARA