________________
પ્રવર્તમાન આ પરિસ્થિતિ આધ્યાત્મિક ઉત્ક્રાન્સિમાં મોટી નડતર છે અને આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ એ ધર્મનું પ્રધાન લક્ષ છે. અન્યથા ધર્મના નામે સંપતિઓ ઉભી થાય છે. ધર્મના નામે રાજયો પણ સ્થપાય છે અને ઇતિહાસના પાના ઉપર ધર્મને નામે ભયંકર યુધ્ધ પણ થયા છે. આ બધાના મૂળ માં આધ્યાત્મિક ચેતના અને પરમાત્માનું જે કરુણામય સ્વરૂપ છે એ બન્નેનો અભાવ દેખાય છે. ધર્મ વિપરીત દિશામાં વેરાઈ જવાનું નિમિત્ત બને છે.
આ પાંચમી કડી એટલા માટે મહત્વપૂર્ણ છે કે ધર્મ કેવળ તર્કબાજી, વાદવિવાદ કે કોરી ચર્ચાઓને આધારે વિકાસ પામતો નથી. ધર્મ શુષ્કજ્ઞાનનું રૂપ લઈ લે છે.
આનંદે ભગવાન બુધ્ધને કહ્યું કે આપની આજ્ઞા હોય તો હું પ્રચંડ તર્કવાદનો આશ્રય કરી બધા શાસ્ત્રોનું ખંડન કરી શકું છું. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, આનંદ ! તર્ક અને ચર્ચાઓથી કે આવા શુષ્કજ્ઞાનથી ધર્મ ટકતો નથી. ધર્મ કરુણા અને અહિંસાના બળે ચાલે છે.
વસ્તુતઃ શુષ્કજ્ઞાન કોરી સ્વર્ગ અને નરકની ચર્ચાઓ કે બીજી ધાર્મિક ચર્ચાઓ માટે મહત્વપૂર્ણ નથી તે અહીં સમજવાનું છે. આ પાંચમી ગાથા જૈન સંપ્રદાયમાં વર્તતા શુષ્કજ્ઞાનીઓ પૂરતી સીમિત નથી, પરંતુ બધા ક્ષેત્રોમાં જે શુષ્કજ્ઞાની છે તે બધાને માટે ટકોર છે. મૂળમાં તો આ એક સૈધ્ધાંતિક વાત છે, કે બીજા ઉત્તમ ભાવો રહિત કોરું જ્ઞાન લાભકારી નથી, તે બુદ્ધિનો દૂરપયોગ છે, બલ્કી આવો બુદ્ધિવાદ એક પ્રકારનો પરિગ્રહ પણ છે. એક જગ્યાએ મહાત્માએ લખ્યું છે કે જ્ઞાન પણ પરિગ્રહ બની જાય છે. વસ્તુતઃ તે પેટ ભરવાનું સાધન બની જાય છે. આ ગાથામાં તેમની સામે લાલ બત્તી ધરવામાં આવી છે. આત્મજ્ઞાન ઘણું જ મહત્વ પૂર્ણ છે, તેથી આગળની છઠ્ઠી ગાથામાં પુનઃ આત્મજ્ઞાનનું સૂત્ર પકડયું છે. હવે આપણે છઠ્ઠી ગાથાનો ઉપોદ્યાતા કરશું.
ધો. ૯૭ ધી કાલ