________________
માણસ ગાયની સેવા કરે છે તો તેનું લક્ષ દૂધ મેળવવાનું છે. આ રીતે સાધન અને સાધ્ય પરસ્પર સબંધિત હોવા છતાં પણ સાધન સ્વયં ફળ નથી. પણ ફળનું કારણ છે. અહીં “વૈરાગ્ય કયારે સફળ” કહ્યું છે પરંતુ આત્મજ્ઞાન વિનાનો વૈરાગ્ય નકામો છે અથવા તેનો કશો પ્રભાવ નથી તેમ કહેવાનો આશય નથી, વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી આગળની સીડી ચડવા માટે જે આગળનું પદ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સહયોગની જરુર છે. તર્કશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ કાર્યમાં મુખ્ય એક કારણ કાર્યકર હોતું નથી, પરંતુ બીજા ઘણા કારણ સાથે સંબંધિત થાય છે. જેને કારણે સામગ્રી કહેવામાં આવે છે. ગમે તેવું સારું કારણ સહયોગી કારણના અભાવમાં નિષ્ફળ બની જાય છે. વૈરાગ્યથી જે પ્રાપ્ત થવાનું હતું, તે ક્રમિક પ્રાપ્ત થયું છે પરંતુ હવે આગળના ક્રમમાં કે સાધનામાં જે ફળ પ્રાપ્ત કરવું છે તેને માટે અહીં શાસ્ત્રકાર પ્રબળ કારણની મહતા બતાવે છે અને તે છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની ચર્ચા કર્યા પહેલા વૈરાગ્યની વાસ્તવિક સ્થિતિ સમજીએ. વૈરાગ્ય શું? સ્વતંત્ર તત્ત્વ છે કે કર્મજન્ય પરિસ્થિતિ છે ? કે ઉદયમાન કર્મોનો અવરોધ થવાથી વૈરાગ્યને અવકાશ મળે છે? શું વૈરાગ્ય શાશ્વત સ્થિતિ છે? જગતના ઈતર દર્શનોએ આ બાબતમાં બહુ વધારે ઝીણવટથી પ્રકાશ નાંખ્યો નથી, જ્યારે જૈનદર્શન વૈરાગ્યની બાબતમાં ઘણી ઊંડાઈથી વિચાર કરે છે. મોહનીય કર્મની તારતમ્ય ભાવે હજારો સ્થિતિ હોય છે, પ્રત્યેક સ્થિતિમાં અનુભવના પ્રભાવ ભિન્ન ભિન્ન હોય છે, મોહ સ્વયં અલગ અલગ પ્રકૃતિનો સ્વામી છે, મોહના ફળ પણ કષાય ભાવે પ્રગટ થાય છે. તે જ રીતે જ્ઞાનાવરણીય કર્મનો ગાઢ ઉદય અને વીર્યાન્તરાયની પ્રબળ તા તેના સહયોગી છે. અર્થાત્ અજ્ઞાન, મોહ અને પુણ્ય પરાક્રમનો અભાવ, આ ત્રિપુટી મળીને સંસાર પ્રત્યે તીવ્રતમ આસકિત ઉભી કરે છે. આ આસકિત પણ અનેક મુખવાળી અને અનેક પ્રકારના પદાર્થો સાથે જેમ કોઈ ઝેરી લતા વિસ્તાર પામીને વૃક્ષને ઘેરી લે છે, તે રીતે ઘણો વિસ્તાર પામી જાય છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે કોઈ નિસર્ગ અથવા સ્વભાવિક કર્મોની સ્થિતિ હૂયમાન થતાં ક્ષયોપશમ ભાવે આંશિક રૂપે સ્વભાવ પર્યાયો ખીલે છે, ત્યારે જીવ સહજ રીતે વિષયોથી ઉપરામ પામે છે. આ છે નિસર્ગજન્ય વૈરાગ્ય અર્થાત્ પ્રાકૃતિક રીતે ક્રમિક વૈરાગ્યના તરંગો પ્રાપ્ત થાય છે.
તે જ રીતે પુણ્યના ઉદયથી, કોઈ મહાપુરુષનો સમાગમ થતાં તેમની વૈરાગ્યમય સ્થિતિના દર્શન કરી જીવ સ્વયં વૈરાગ્યનો અનુભવ કરે છે. જો કે આ સમયે પણ મોહની પ્રબળતા ઓછી થવી જોઈએ. કયારેક મોહની પ્રબળતા હોવા છતાં તેના દુષ્ટ પરિણામોથી જીવ આઘાત પામે છે અને અપાર વેદના અનુભવતા પ્રત્યાઘાતરૂપે વૈરાગ્યનો ઉદય થાય છે. કયારેક જ્ઞાનાત્મક પુરુષાર્થથી મોહની પ્રબળતા મંદ થાય છે.
કયારેક ભોગવંતરાય અને ઉપભોગાંતરાય આદિ અંતરાય કર્મોની પ્રબળતાથી બધા સાધનો હોવા છતાં જીવ ભોગવી શકતો નથી. ત્યારે પ્રત્યાઘાત રૂપે વૈરાગ્યભાવ જન્મે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વૈરાગ્યની સ્થિતિમાં કર્મનો પ્રભાવ ઘણો જ ભાગ ભજવે છે. આ બધા વૈરાગ્ય ભાવો બહુ શાશ્વત હોતા નથી. તેમજ પુનઃ મોહનો ઉદય થતાં લય પણ પામી જાય છે. સહજ ભાવે જન્મેલો વૈરાગ્ય સ્થાયીરૂપ ઘારણ કરતો નથી. વૈરાગ્યના આનુષંગિક ફળ મળે છે. વૈરાગ્ય વખતે જીવ ચિંતાથી વિમુકત થાય છે, નવા કર્મોનો બંધ કરતો નથી. આવા બધા ફળ વૈરાગ્યથી પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં સિધ્ધિકારને આ બધા ફળનું મહત્ત્વ નથી અને તે વૈરાગ્યની