Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આશ્રવનો આધાર કર્મ છે, અને પરમ નિશ્ચયનયમાં કર્મના કર્તા કર્મ જ છે. અનાદિકાળથી એ પરંપરા ચાલી આવે છે. જો આત્મા કર્મનો કર્તા હોય તો સિદ્ધ ભગવાન પણ પુનઃ કર્મ કરી શકે છે, પરંતુ તેવું થતું નથી. નિશ્ચય એ થયો કે આશ્રવ કર્મ જનિત છે. આ બીજું ભેદજ્ઞાન આવે ત્યારે સ્વભાવ વિભાવનો નિર્ણય થતાં ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય અને આશ્રવનું તાંડવ તૂટી જાય છે.
ત્રીજું ભેદજ્ઞાન : તે પર્યાય અને દ્રવ્યનું ભેદજ્ઞાન છે. અત્યાર સુધી ભેદજ્ઞાન થતાં જીવે શુદ્ધ પર્યાયનો અનુભવ કર્યો. અને આ શુદ્ધ પર્યાય તે ચૈતન્ય દ્રવ્ય છે, તેમ માન્યું. પરંતુ આત્મદ્રવ્ય પર્યાય પૂરતું સીમિત નથી. તેમ કોઈ એક ગુણ પુરતું સીમિત નથી, તેમ ઘણા પર્યાય પર્યત પણ સીમિત નથી. આત્મદ્રવ્ય તે આવા અનંત અનંત પર્યાયનું જનક છે, પરંતુ પર્યાય તે આત્મા નથી. એક અંશમાત્ર શુદ્ધ આત્માનું ભાન કરનાર એક ક્ષણિક સૂત્ર છે, એક ઝલક છે. ક્ષણિક ઉદ્ભવેલી વીજળી ઘણો આભાસ આપે પરંતુ તે અખંડ વીજળીનો એક માત્ર ક્ષણિક અંશ છે. જેમ સાકરની મીઠાશનો સ્વાદ સાકરનું ભાન કરાવે છે, પરંતુ ક્ષણિક સ્વાદ તે અખંડ સાકર નથી. તેમ સાધકને શુદ્ધ પર્યાયનો આભાસ થયા પછી, દ્રવ્ય અને પર્યાયનું ભાન થવું જરૂરી છે. જેને આ ત્રીજું ભેદજ્ઞાન કહેવામાં આવે છે. સમગ્ર બૌદ્ધદર્શન આ ક્ષણિક પર્યાયમાં જ અટકી ગયું અને સમગ્ર વિશ્વ કે આત્મા જે કાંઈ છે તે ક્ષણિક પર્યાયો છે તેનાથી વધારે કશું નથી. ભૂતકાળ કે ભવિષ્યકાળ એ કલ્પના માત્ર છે. ક્ષણિક વર્તમાનકાળ તે જ સત્ય છે. અસ્તુ જે હોય તે.
અહીં જૈન દર્શન શાશ્વત અખંડ દ્રવ્યનું વિધાન કરે છે, અને આ દ્રવ્યની ઉપલબ્ધિ તે જ મોક્ષ છે.
ત્રણ ભેદજ્ઞાનના અંતે ભેદ વિજ્ઞાનની સીમાને પાર કર્યા પછી અભેદજ્ઞાનનું અંતિમ શિખર સર થાય છે. ભેદજ્ઞાન તે લક્ષ નથી. તે સમજ માટે છે. વસ્તુતઃ અખંડ દ્રવ્ય અને તેનું અભેદજ્ઞાન તે જ લક્ષ છે. આ અખંડ દ્રવ્ય તે અનંતગુણ સમુહ છે. અહીં દ્રવ્ય અને ગુણોનો ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. મોક્ષમાર્ગમાં “ગુખ પર્યાયવહ્વવ્ય' એમ ઉમાસ્વામીએ વિધાન કર્યું છે. એટલે બધા ગુણો અને પર્યાયોયુકત સમન્વિત, તદ્રુપ, અભેદાત્મક જે દ્રવ્ય છે, જેમાં આ બધા ગુણ પર્યાયના તરંગો સમાવિષ્ટ છે તેવું અખંડ દ્રવ્ય, તેનું અખંડ જ્ઞાન અને તેનાથી નિષ્પન થતું અખંડ સુખ, આમ ત્રિવેણીનો સંગમ થાય છે અસ્તુ.
અહીં ભેદવિજ્ઞાનનું કે અભેદજ્ઞાનનું જે કથન કર્યું છે, તેનો જો અભાવ હોય તો બાકીની ક્રિયાઓને આત્મસિદ્ધિકાર જડકિયારૂપે ઉપાલંભે છે, અને તેને ક્રિયાજડ કહે છે. મોક્ષમાર્ગની વિરુદ્ધમાં ક્રિયાજડતાની સાથે બીજો ઉપાલંભ આ જ કડીમાં આપ્યો છે. “જ્ઞાનમાર્ગ નિષેધતા” હવે આપણે આ બીજા ઉપાલંભ વિષે વાસ્તવિક વિચાર કરશું.
ઉપરમાં ક્રિયા અને જડતા એ બન્નેનો પસ્પર વિરોધ પ્રગટ કર્યો છે, તે નિષ્ક્રિય તત્ત્વને જડ માનીને કર્યો છે. ફકત જ્ઞાનહીન તત્ત્વોને જો જડ કહેવામાં આવતા હોય અને એવા આત્મદ્રવ્યથી વિભિન્ન બધા દ્રવ્યો ક્રિયાશીલ હોવા છતાં તેને જડ દ્રવ્ય કહેવામાં આવતા હોય, તો અહીં જડ શબ્દનો અર્થ જ બદલી જાય છે અને જ્ઞાન રહિત દ્રવ્ય જડ છે. તેવો અર્થ પ્રગટ થાય છે. જો આ અર્થને આપણે માનીને આગળ વધીએ તો ક્રિયાજડ શબ્દ ઉચિત કહી શકાશે. જો કે આમ કહેવાથી