Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
હોય પણ ગાડી ચલાવવાનું જ્ઞાન ન હોય તો ગાડી ચલાવવાનું પરિણામ નિષ્ક્રિય બને. વિનાશને નોતરે, તેમ અહીં જ્ઞાનરહિત ક્રિયા કરનાર વ્યકિત ક્રિયાને અંતે જડતાને પ્રાપ્ત થાય. ક્રિયાજડનો અર્થ એવો નથી કે જડતા અને ક્રિયા બને સમકાલીન છે. પરંતુ તે પરિણામજનક જડતા છે. કારણ કે શાસ્ત્રકાર અહીં બરાબર જ્ઞાનહીન ક્રિયાની વાત કરે છે. ખજાનાનો માલિક પણ જ્ઞાનહીન હોય અથવા વિવેકહીન હોય તો અંતે નિર્ધન બને. આમ દ્રષ્ટા પુરુષો પરિણામને જોઈ શબ્દનો ઉચ્ચાર કરે છે. આપણા યોગીરાજ પણ દ્રષ્ટા યોગીપુરુષ છે. તેઓ ક્રિયાથી પરિણામની જડતાને વિચારી રહ્યા છે. આવો સાધક જડભાવને પામે. જો કે ખરેખર કોઈ દ્રવ્ય, ખાસ કરીને ચેતન દ્રવ્ય કયારેય પણ જડ થઈ શકતું નથી. તો આ શબ્દ પણ ઉપમા જનક શબ્દ છે, અથવા ઉપાલંભ છે. વાસ્તવિક શબ્દ નથી. કારણ કે વ્યકિત જડ થઈ ન શકે, બધા દ્રવ્યો સ્વગુણથી ભરપુર છે, તેમજ ચેતન દ્રવ્ય તે અનંત કાળ માટે ચેતન જ છે, જડ થઈ શકતો નથી, પણ જડ જેવો થાય એવો અર્થ થાય.
ભેદ વિજ્ઞાન : આપણે ઘણા પ્રકારનો ભેદનો ઉલ્લેખ કર્યો, પરંતુ શાસ્ત્રકારોએ ભેદવિજ્ઞાન પર ઘણો જ ઊંડો પ્રકાશ પાથર્યો છે. ખાસ કરીને, મહાન અધ્યાત્મદ્રષ્ટા કુંદકુંદાચાર્યે સમયસારમાં ત્રિભેદનું ગહન અતિઆવશ્યક વિવેચન કર્યું છે. મહાન આચાર્ય ટીકાકાર અમૃતચંદ્રસુરિજીએ ભેદવિજ્ઞાન રૂપી સોના ઉપર ઉત્તમ કારીગરી કરી છે અને અલંકાર રૂપે સમયસારને પ્રદર્શિત કરવામાં મોટું યોગદાન કર્યું છે. પરંતુ ભેદ વિજ્ઞાન એટલું મહત્વપૂર્ણ નથી, જેટલું અભેદ વિજ્ઞાન, બધા ભેદ વિજ્ઞાનને અંતે એક અભેદ, અખંડ, અવિનાશી, શાશ્વત, અવિચ્છિન્ન ગુણ–પર્યાય યુકત ચેતન દ્રવ્ય તે જ લક્ષ છે. ભેદ વિજ્ઞાન તે માર્ગનું ઉપકરણ છે, અથવા મોક્ષમાર્ગમાં સાચા ખોટા રસ્તાઓનો ભેદ બતાવી સત્યનું ઉદ્ઘાટન કરે છે, અથવા પોતે કયાંય પણ વિપરીત પર્યાયોમાં સંયુકત ન થાય તેનો આભાષ આપે છે.
પ્રથમ ભેદજ્ઞાન દેહ અને આત્માનું છે. તે સાધારણ જૈન સાધનામાં પ્રસિદ્ધ છે. બીજું ભેદજ્ઞાન સ્વભાવ વિભાવ પરિણતિનું છે. ઘણા જીવો અજ્ઞાનને કારણે પર પરિણતિનો અર્થ પર દ્રવ્યની પર–પરિણતિ કરે છે. પણ હકીકતમાં તેમ નથી. પર—દ્રવ્યની પરિણતિ સાથે શું લેવાદેવા ? અહીં પરિણતિનો અર્થ વિભાવ પરિણતિ છે, અથવા જે પોતાની પરિણતિ નથી એવો ભાવ આશ્રવ તે પર પરિણતિ છે અને આ ભાવ આશ્રવ કોઈના નથી. તે પુલની પરિણતિ પણ નથી ને ચેતનની પણ નથી. ભાવઆશ્રવ તે ક્ષણિક પર્યાયો છે. તેની પ્રક્રિયા એવી છે કે કોઈ દ્રવ્યના અધિકરણમાં અથવા કોઈ દ્રવ્યના અનુષ્ઠાનમાં તે વિકાસ પામે છે પરંતુ આ ભાવાશ્રવો તે કોઈ દ્રવ્યોના ગુણ ધર્મો નથી. પુદગલ દ્રવ્ય તે વર્ણ, ગંધ ને સ્પર્શ યુકત છે, તેમાં ક્રોધ-માન-માયા –લોભ સંભવતા નથી. તેમ આત્મદ્રવ્ય પણ જ્ઞાનાદિ ગુણોથી યુકત છે. તેમાં પણ ક્રોધાદિ સંભવતા નથી. આમ આશ્રવ તે શુદ્ધ જડ કે ચેતન દ્રવ્યની પરિણતિ નથી, અને એટલે જ ભગવાને જીવ–અજીવ પછી સ્વતંત્ર રીતે આશ્રવ તત્ત્વ મૂકેલું છે. પરંતુ આ આશ્રવ તત્ત્વ એ જીવના ક્ષેત્રમાં જ વિકાસ પામે છે અને ખેતીમાં રહેલું ઘાસ જેમ રોપાને ખીલવા દેતું નથી, તેમ આશ્રવક્ષેત્રમાં રહેલા ગુણોને વિકાસ પામવા દેતા નથી. તેથી જ અહીં પુરુષાર્થ કરવાની કે ખેતી કરવાની જરૂર છે. આશ્રવના ભાવો આત્માના ઘરના નથી, તેથી તેને પરપરિણતિ કહેવામાં આવી છે. કારણ કે
}}}
{{}}}3333333
થાણા ૭૧