Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા = ૫
બંધ મોક્ષ છે કલ્પના, ભાંખે વાણીમાંહી, વર્તે મોહાવેશમા, શુષ્કજ્ઞાની તે આંહી ॥
અહીં બન્ને ચરણ ભિન્ન છે એ વાત ખાસ લક્ષમાં લેવાની છે. પ્રથમ ચરણ તે કલ્પનાવાદનું વ્યાખ્યાન કરે છે. અર્થાત્ નાસ્તિકવાદ છે. બીજું ચરણ આસ્તિકવાદને આધારે બંધ મોક્ષની ચર્ચા કર્યા પછી પણ તે ફકત કોરી વાતો કરીને અટકી જાય છે. આમ આ બન્ને ચરણમાં શુષ્કજ્ઞાનીના બે લક્ષણ છે.
હવે આપણે બંધ અને મોક્ષ વિશે થોડો વિચાર કરશું કે સિદ્ધિકારે શુષ્કજ્ઞાનમાં બંધ અને મોક્ષને પ્રથમ સ્થાન કેમ આપ્યું ? અર્થાત્ શુષ્કજ્ઞાનની વ્યાખ્યામાં ફકત બંધ અને મોક્ષ કેમ ગ્રહયા ? બંધ મોક્ષ સિવાયના પણ ઘણા તત્ત્વો છે, જે શુષ્કજ્ઞાનનો વિષય બની શકે છે. વિશ્વના બધા પદાર્થનો સ્વીકાર ન કરે અને બધું કાલ્પનિક છે એમ કહેનારો પણ મત અસ્તિત્ત્વ ધરાવે છે. જેમાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ સૂત્રને આધારે જગતને કાલ્પનિક માને છે. એ જ રીતે બૌદ્ધદર્શન પણ વિશ્વના વાસ્તવિક અસ્તિત્ત્વને સ્વીકારતું નથી. આમ વ્યાપક તત્ત્વને પણ કાલ્પનિક કહેનારા દર્શનો કે વિદ્વાનો છે. જ્યારે અહીં શાસ્ત્રકારે ફકત બંધ મોક્ષને કાલ્પનિક કહેનારાનું કેમ વર્ણન કર્યું ? જે બંધ મોક્ષને જ કાલ્પનિક કહે છે તે ખરેખર સમગ્ર દર્શનને પણ કાલ્પનિક માની શકે છે. તો પ્રશ્ન એ છે કે સિદ્ધિકારે બંધ મોક્ષનો કેમ સ્પર્શ કર્યો છે ? પુનઃ એ જ રીતે બીજા ચરણમાં પણ કોરી વાણીના વિષય તરીકે બંધ મોક્ષને જ સ્થાન આપ્યું છે અને ત્યારબાદ આ બન્ને લક્ષણથી જે યુકત છે તેને યોગીરાજ નિઃસંકોચપણે શુષ્કજ્ઞાની કહીને તેની સમજનો કોઈ વાસ્તવિક વિષય નથી તેમ કહેવા માગે છે.
હવે આપણે બંધ મોક્ષને વિશે ગંભીરતાથી ચિંતન કરીએ.
બંધનોનું તુલનાત્મક અધ્યયન : અહીં શ્રીમદ્ભુએ પણ બહુ જ વિચારપૂર્વક ઘણા દર્શનોના સારરૂપે કેમ જાણે આ બન્ને શબ્દો મૂકયા હોય તેવો આભાષ થાય છે. વસ્તુતઃ જૈન દર્શનની મોક્ષ બંધની વ્યાખ્યા એક નિશ્ચિત વ્યાખ્યા છે, જ્યારે અન્ય દર્શનોમાં પણ મોક્ષ તો પ્રધાન છે જ. તેની વ્યાખ્યા પોતાને અનુરૂપ હોય છે અને આપણે જેને બંધ કહીએ છીયે તેને મોક્ષના બાધક કારણ તરીકે ભિન્ન ભિન્ન દાર્શનિકોએ ભિન્ન ભિન્ન વ્યાપક તત્ત્વોની સ્થાપના કરી છે. જેમ કે વેદાંતમાં માયા તત્ત્વ, બૌદ્ધ દર્શનમાં વાસના તત્ત્વ, બીજા કર્મકાંડી દર્શનોમાં અશુધ્ધ કર્મકાંડ છે, ભકિતયોગી દર્શનોમાં અહંકાર છે. આ બધા તત્ત્વો એક પ્રકારે બંધનું કારણ છે. જેને જૈનદર્શનમાં કર્મબંધ કહેવામાં આવે છે. બંધનો ટૂંકો અર્થ કરીએ અને ફકત જૈનદષ્ટિએ વ્યાખ્યા કરીએ તો અશુભ આશ્રવોના કારણે અને એ જ રીતે શુભ આશ્રવોને કારણે જે પાપ-પુણ્ય બંધાય છે તે બંધ છે. અને આ બંધ મોક્ષનો રોકનારો, રુકાવટ કરનારો એક મોટો પાયો છે. એ જ રીતે બ્રહ્મજ્ઞાન તે મોક્ષ છે. માયા તેમાં બંધન કર્તા છે. આ રીતે અહંકાર આદિ બંધતત્ત્વો મુકિતને રોકનારા છે તો આપણા પ્રશ્નનું સમાધાન એ થાય છે કે અહીં સિદ્ધિકારે ઘણા તત્ત્વો અસ્તિત્ત્વ ધરાવતા છતાં અને ઘણા તત્ત્વો નાસ્તિકવાદના વિષય હોય છતાં ફકત બંધ મોક્ષને જ કેમ કાલ્પનિક માનવાની