Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
/- :
::
,
, ;
; ;
;
; ;
;
;
;
; ; ;
;
;
;
)
''
''''
-
::
::
::::::
નિરંતર કર્મશીલ છે. ચૈતન્ય તત્ત્વમાં કેટલાંક માયાવી તત્ત્વો અર્થાત્ વિકારી ભાવો જોડાયેલા છે. આ વિકારી ભાવો પણ ક્રિયાશીલ છે. તેને પરિણામે સૂક્ષ્મ કર્મ યુકત પરમાણુઓ (જેને કાર્પણ વર્ગણા કહેવામાં આવે છે.) તે પણ ક્રિયાશીલ બને છે અને બંનેના સંયોગથી એક સંસ્કારરૂપ કર્મપિંડનો જન્મ થાય છે, જન્મ થતાંની સાથે જ આ કર્મપિંડમાં તેનો સ્વભાવ, સ્થિતિ, તીવ્રતા–મંદતા તથા લઘુતા અને ગુરુતા ઈત્યાદિ અંશો પણ નિર્માણ પામે છે. આ કર્મપિંડ જીવની સાથે કર્મક્ષેત્રમાં સંયુકત છે. ત્યારે તાત્ત્વિક દષ્ટિએ તે ચૈતન્ય તત્ત્વથી અસંયુકત છે. આ કર્મપિંડોમાં ફળ દેવાની પણ શકિત છે અને મનુષ્યની ઉત્કાન્તિના પુરુષાર્થથી તે કર્મપિંડોનો ક્ષય થઈ શકે છે અથવા ઓછાવત્તા અંશે તે લય પામે છે. આ સિવાય બીજી શકયતા છે, જે જીવના પ્રબળ પુરુષાર્થથી તે કર્મપિંડો રૂપાંતર પામે છે તે શુભ અને અશુભરૂપે પરિણમે છે. ઉપરાંત આ . કર્મપિંડો ફકત એક જન્મની સંપત્તિ નથી, પરંતુ જન્મ જન્માન્તરોની સંપત્તિ છે. ખરું કહો તો આ કર્મપિંડ તે જીવની એક પ્રકારની સ્થાયી સંપત્તિ બની રહે છે. એક પ્રકારે તે માયાકોષ છે અને જૈન દર્શનમાં બંધ તરીકે વિવરણ આપીને જૈન તત્ત્વજ્ઞાનમાં એક મહાન – વિશાળ કર્મશાસ્ત્રોનો પણ વિસ્તાર થયો છે.
શ્વેતાંબર પરંપરામાં કર્મ સિદ્ધાંતનું વિસ્તૃત વર્ણન કરતાં કર્મગ્રંથ છે, જ્યારે દિગંબર પરંપરામાં ગોમ્મસાર નામનો ગ્રંથ કહે છે. આ બન્ને પરંપરાઓમાં કર્મ સિદ્ધાંતનું લગભગ એકરૂપ અતિ વિસ્તાર ભરેલું વિવેચન પ્રાપ્ત થાય છે. અસ્તુ
અહીં આપણે બંધની અલ્પ વ્યાખ્યા કરશે અને પૂર્વે મોક્ષ તત્ત્વની વિસ્તારથી વ્યાખ્યા કરી ગયા છીએ. પુનઃ એટલું જ કહેશું કે બંધથી વિમુકત થવું અને તે પણ સર્વાશે વિમુકત થવું, ભવિષ્યકાળમાં જરાપણ કર્મનો સંશ્લેષ ન થાય તેવી રીતે વિમુકત થવું તે મોક્ષ છે.
અહીં સિદ્ધિકાર એમ કહેવા માંગે છે કે બંધ અને મોક્ષનો શુષ્કજ્ઞાની સ્વીકાર કરતો નથી. તેને કોરી કલ્પના માને છે.
શુષ્કજ્ઞાન શબ્દનો અર્થ : શુષ્કજ્ઞાનનો અર્થ કોરુ જ્ઞાન, સિદ્ધાંત રહિત જ્ઞાન, પરિણામ ન આપનારું જ્ઞાન અથવા અધુરું જ્ઞાન, વિપરીત જ્ઞાન. આમ જ્ઞાનના જે કાંઈ અશુદ્ધ અંશો છે તે બધાને શુષ્કજ્ઞાનમાં આવરી લેવામાં આવ્યા છે. “શુષ્ક' શબ્દનો અર્થ સૂકાયેલું થાય છે. પરંતુ અહીં શબ્દાર્થ લાગુ પડતો નથી, કારણ કે જ્ઞાનમાં શુષ્કતા કે આદ્રતા સંભવતા નથી. શુષ્કતા કે આદ્રતા તે પુલના ગુણો છે. એટલે અહીં શબ્દાર્થ ન લેતા લક્ષાર્થ લેવાનો છે. જેમ સૂકાયેલા તત્ત્વો કે સૂકાયેલું સરોવર કામ આપી શકતું નથી, કે સૂકાયેલું વૃક્ષ ફળ-ફૂલ આપી શકતું નથી, તેમ આ સૂકાયેલા દ્રવ્ય જેવું આ ઉપમિત જ્ઞાન પણ નિષ્ફળ છે, ફળ રહિત છે. કદાચ વિપરીત ફળ આપનારું થાય. અન્યથા તે વાણીનો વિષય બનીને પણ અટકી જાય. વિચારાત્મક હોય તો સ્થંભી જાય. પરંતુ તત્ત્વને ગ્રાહય કરી ન શકે, એમ જીવાત્માના બીજા કોઈ દુષ્કર્મોને ખાળી પણ ન શકે, તેવું જ્ઞાન શુષ્કજ્ઞાન કહી શકાય છે.
ઉપરના બને ચરણમાં શુષ્કજ્ઞાનની બે વ્યાખ્યા દષ્ટિગોચર થઈ. તાત્ત્વિક તત્ત્વોને કાલ્પનિક કહેવા અથવા તાત્ત્વિક તત્ત્વોને વાણીનો કે ચર્ચાનો વિષય બનાવી તેમાંથી કોઈ સાર તત્ત્વ ન મેળ વવું તે શુષ્કજ્ઞાન છે. આવું શુષ્કજ્ઞાન શા માટે ઉપજે છે ? જીવના એવા કયા અશુભ કર્મો છે,
૮૮ .