Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
(૧) જ્ઞાન (૨) જ્ઞાનનો માર્ગ (૩) માર્ચનો નિષેધ.
આ ત્રણેય તત્ત્વોને આપણે વ્યકિતરૂપે પણ ઓળખશું અને ત્યારબાદ પરસ્પરના સંબંધ રૂપે પણ ઓળખશું. વ્યકિત રૂપે (૧) જ્ઞાન (૨) માર્ગ અને (૩) નિષેધ. એમ ત્રણ સ્વતંત્ર તત્ત્વ છે. જ્યારે સંપૂર્ણ વાક્યોમાં
(૧) જ્ઞાન અને જ્ઞાનનો માર્ગ | (૨) માર્ચનો નિષેધ અને જ્ઞાનમાર્ગનો નિષેધ (૩) જ્ઞાનનો નિષેધ અને માર્ગનો નિષેધ. (૧) જ્ઞાન સાથે નિષેધ જોડીએ તો જ્ઞાન નિષેધ. (૨) માર્ગ સાથે નિષેધ જોડીએ તો માર્ગ નિષેધ.
(૩) જ્ઞાન અને માર્ગ સાથે નિષેધ જોડીયે તો જ્ઞાનમાર્ગનો નિષેધ. કાવ્યમાં તો “જ્ઞાન માર્ગ નિષેધતા છે પરંતુ ખંડ ખંડનો અર્થ સમજવાથી બધા આંતરિક ભાવો પણ સ્પષ્ટ થશે. જેથી આ ફિલોસોફી અહીં અસ્થાને ગણાય.
જ્ઞાન એ જીવનો સ્વાભાવિક ગુણ છે. જો કે કેટલાક અન્ય દર્શનો બીજા વિષયોની જેમ જ્ઞાનને પણ વિકારી તત્ત્વ માને છે અને જ્ઞાનને આધારે જ માયાનો જન્મ થાય છે. તેથી જ્ઞાનને અનાવશ્યક ગણી નિર્વિકલ્પ, જ્ઞાનરહિત, આનંદમય સમાધિ તે જ પરમાત્મ સ્વરૂપ છે. આ દાર્શનિક ઝઘડો ઘણો વિશાળ છે. અહીં તો આપણે ઈશારો માત્ર કર્યો છે. જૈનદર્શનમાં પરિપૂર્ણ રીતે જ્ઞાનને આત્માનો ગુણ માનવામાં આવ્યો છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે.
જ્ઞાન સ્વરૂપ મમલમ્ પ્રવદન્તિ સંત” સંતોએ આત્માને નિર્મળ જ્ઞાન રૂપ કહ્યો છે. જ્ઞાન એ વિશેષ પ્રકારની જોય તત્ત્વની પર્યાયને પિછાને છે. સંપૂર્ણ જ્ઞાન થાય ત્યારે જ તે અખંડ દ્રવ્યને જાણી શકે છે. વરના તે સામાન્ય ધર્મોથી આગળ વધીને વિશેષ ધર્મોને જાણવા મળે છે. જેમ જેમ વિશેષ ધર્મોને ઓળખે તેમ તેમ જ્ઞાન તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ થતું જાય છે. સામાન્ય ધર્મોની સીમાને ઓળંગી વિશેષ ધર્મોને વિષય બનાવે તે જ્ઞાનની ક્રિયા છે. જાણવાની દષ્ટિએ જ્ઞાન સ્વયં સક્રિય તત્ત્વ છે જાણવું અને ઓળખવુ એ જીવનું લક્ષણ છે. ““ઉપયોગ યુવર નીવે | ય નીવ ૩પયાવાન' જ્ઞાન અને આત્માનો તાદાભ્ય સંબંધ છે. જ્ઞાન છે ત્યાં આત્મા છે ને આત્મા છે ત્યાં જ્ઞાન છે. આમ બને અભિન્ન ભાવે પરસ્પર વ્યાપ્ત છે. ભેદનયની દષ્ટિએ જ્ઞાન અને આત્માનો ભેદ છે. આત્મા દ્રવ્ય છે અને જ્ઞાન ગુણ છે. જ્યારે અભેદનયથી જ્ઞાન અને આત્મા બને એક જ છે. આ જ્ઞાનને સાબિત કરવા માટે કોઈ પ્રમાણની જરુર નથી. પ્રત્યેક મનુષ્ય અલ્પ કે અધિક જ્ઞાનવાન છે, તે જ્ઞાનનો ઉપયોગ કરે છે અને જ્ઞાનને આધારે જ તેનો સ્થૂલ વ્યવહાર કે તેનો સંસાર ગોઠવાયેલો છે. અર્થાત્ જ્ઞાન તે સ્વતઃ સ્વયં સિધ્ધ તત્ત્વ છે. જેમ દિવાને જોવા માટે બીજા દિવાની જરુર નથી, તેમ જ્ઞાનને ઓળખવા માટે બીજા જ્ઞાનની જરૂર નથી. તે સ્વપ્રકાશક છે. તમામ શાસ્ત્રોમાં “સ્વ-ર વ્યવસTય જ્ઞાનમ્ પ્રમાણ' આવું સૂત્ર આપ્યું છે. સ્વયં પ્રકાશક હોવાની સાથે તે પર-પ્રકાશક પણ છે. પર દ્રવ્યોને પણ જાણે છે. જ્ઞાનથી વિભિન્ન એવું સમગ્ર તત્ત્વ ય ભાવે જ્ઞાનમાં સમાયેલું છે.
toimub SALVARLAR DAWLANES 68 mm
11!!!
!!!!