Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
બીજ અથવા જીવને જન્મ જન્માંતરના શુભાશુભ ચક્રમાં રોકી રાખનારું એક મિથ્યાદર્શન છે. આ મિથ્યાદર્શનની ઉપસ્થિતિમાં જ્ઞાન યથાર્થ હોવા છતાં અજ્ઞાન બની રહે છે અને અધ્યાત્મ દષ્ટિએ તે યથાર્થ જ્ઞાન ગણાતું નથી. મિથ્યાદર્શનની છાંયા દૂર થાય, ત્યારે જ જ્ઞાન યથાર્થ જ્ઞાન કે સમ્યગૃજ્ઞાન બને છે. આમ અધ્યાત્મશાસ્ત્રોની અજ્ઞાનની વ્યાખ્યા અને જ્ઞાનની વ્યાખ્યા પદાર્થના નિર્ણય સાથે કોઈ સંબંધ રાખતી નથી. પરંતુ તત્ત્વદષ્ટિએ શુદ્ધ આત્મતત્ત્વના નિર્ણય પછી મિથ્યાદર્શનનો લોપ થતાં જે નિર્મળ દર્શન ઉત્પન્ન થાય છે, તે જ ક્ષણે તેના સહચારથી સમગ્ર જ્ઞાન પણ નિર્મળ બની જાય છે અને આવા નિર્મળ જ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવ્યું છે.
ગમે તેવા પુસ્તકોનો, વિજ્ઞાનનો કે અનેકાનેક વિદ્યાઓનો પારંગત વિદ્વાન હોય, લોક દષ્ટિએ કે વ્યવહારનયે તે ઘણું જ્ઞાન ધરાવતો હોય, તેનું પ્રાંજલ પ્રવચન થતું હોય, છતાં પણ અધ્યાત્મદષ્ટિએ મિથ્યાદર્શનની હાજરીમાં તેમનું જ્ઞાન, તે અજ્ઞાન કોટિમાં જ આવે છે, કારણ કે તેમાં શુદ્ધ તત્ત્વ પ્રત્યેની નિર્મળ શ્રધ્ધાનો અભાવ છે અને તેથી તેનું આ દ્રવ્ય જ્ઞાન પરિગ્રહભૂત પણ હોય શકે છે.
ઉર્પયુકત વિવેચનથી જ્ઞાનના બે પાસા દષ્ટિગોચર થાય છે. પરંતુ અહીં એ ખાસ સમજવાનું છે કે તર્કદષ્ટિએ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જુદી છે અને આગમ કે અધ્યાત્મ દષ્ટિએ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જુદી છે. આમ જ્ઞાન અને અજ્ઞાનનો વિવેક કરવો જરૂરી છે. (૧) સ્વચ્છ ઈન્દ્રિયોથી કે મનોયોગથી જે પદાર્થો જેવા છે તેને તેવા જાણવા એ વ્યવહારિક જ્ઞાન
(૨) પદાર્થોને વિપરીત જાણવા, ભ્રમ અને સંશયમાં રહેવું અથવા અસ્પષ્ટતા હોય તો તે
વ્યવહારિક અજ્ઞાન છે. (૩) આત્મ દ્રવ્યની શુદ્ધ પરિણતિ જીવ માટે કલ્યાણકારી છે. બધા દ્રવ્યો સ્વતંત્ર છે. તેવો નિશ્ચય
થયા પછી પરિણામની દષ્ટિએ, હિતાહિતની દષ્ટિએ નિર્ણય કરવો, જેમાં જ્ઞાન સાથે સમ્યક
શ્રધ્ધા – સમ્યક દર્શન જોડાયેલું છે. તે અધ્યાત્મદષ્ટિએ જ્ઞાન છે. (૪) બધા પદાર્થોનો જાણવા છતાં પરિણતિની દષ્ટિએ હિતાહિતની દષ્ટિએ નિર્ણય ન કરે અને
જેમાં અનંતાનુબંધી કષાયો ભળેલા છે, અથવા મિથ્યા શ્રધ્ધાયુકત છે તે અધ્યાત્મદષ્ટિએ અજ્ઞાન છે.
પરિશુધ્ધ જ્ઞાન : હવે આપણે મૂળ વિષય પર આવીએ. અહીં સિદ્ધિકારે “જ્ઞાનમાર્ગ નિષેધતા” તેમ કહ્યું છે. તેમાં જ્ઞાનનો અર્થ સ્પષ્ટ થયો છે. જો જ્ઞાનને જ સમ્યક રીતે ન જાણે અને સાચું જ્ઞાન શું છે તેની સાધકને સ્પર્શના ન હોય તો તે શેનો નિષેધ કરે છે? અથવા ક્યા જ્ઞાનનો નિષેધ કરે છે ? તે સ્પષ્ટ થશે નહિ. અહીં જ્ઞાનનો અર્થ અધ્યાત્મજ્ઞાન લેવાનું છે. જે જ્ઞાનથી જીવનું કલ્યાણ થાય છે, જે જ્ઞાનનો આશ્રય કરી અનંત સિધ્ધ ભગવંતો મુકિતધામ પામ્યા છે અને વર્તમાનમાં પણ તે જ્ઞાનનો આશ્રય કરી અરિહંત ભગવંત કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો સ્વ-સ્વરૂપમાં રમણ કરી મોહદશાની આધીનતાને પરિહરી મિથ્યાત્વથી વિમુકત થઈ આત્મિક સુખ મેળવી રહ્યા છે, તે જ્ઞાન શાશ્વત, સુખકર અને અનંત કાળથી વિશ્વમાં અસ્તિત્ત્વ ધરાવતું એવું પરિશુદ્ધ જ્ઞાન છે. જ્ઞાનની આ શાશ્વત ધારાને સ્પર્શ કરનારો માર્ગ પણ નિશ્ચિત છે.
STARA ALAMI OLE in an arestunus US HAUD
all Gી
!