Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આમ ગંતવ્ય અને ગમન માર્ગ બને સાચા અર્થમાં સંયુકત છે. ગંતવ્ય ખોટું હોય તો પણ માર્ગ ખોટો બને અને માર્ગ ખોટો હોય તો ગંતવ્ય પણ ખોટું બને.
અહીં શાસ્ત્રકારે જ્ઞાનના માર્ગનો નિષેધ કરવાની વાત કહી છે પરંતુ વસ્તુતઃ બન્નેનો નિષેધ સ્પષ્ટ છે, જ્ઞાનનો નિષેધ અને તેના માર્ગનો નિષેધ. અહીં માર્ગ શબ્દનો ઉપયોગ અથવા પ્રયોગ કર્યો છે. વસ્તુતઃ તે કારણે ભાવે છે કારણ કે જ્ઞાન અને જ્ઞાનમાર્ગમાં દૂરી નથી. પરંતુ તે બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. સાચો માર્ગ તે કારણ છે અને સાચું જ્ઞાન તેનું કાર્ય છે. તેને સાધનાની ભાષામાં સાધ્ય અને સાધન એમ કહી શકાય. જ્ઞાન તે સાધ્ય છે અને માર્ગ તે સાધન છે. જ્ઞાનના માર્ગનો સ્પર્શ થતાં જ જ્ઞાનનો સ્પર્શ થવા લાગે છે, કારણ કે જ્ઞાન અને જ્ઞાનના માર્ગમાં તાદાભ્ય ભાવ છે. જ્ઞાનનો માર્ગ સર્વથા જ્ઞાનથી ભિન્ન નથી, અર્થાત્ તે જ્ઞાનની પ્રારંભિક અવસ્થા છે.
અહીં સિદ્ધિકારે વાસ્તવિક રીતે સાધ્ય સાધનનો જ ઉલ્લેખ કર્યો છે. સામાન્ય લોકભાષામાં જ્ઞાનમાર્ગ એવો શબ્દ સરળ હોવાથી સમજાય તેવો છે. પરંતુ તેનો ઘટિતાર્થ તત્ત્વદષ્ટિએ સમજવો જરૂરી છે. આપણે જ્ઞાનની વ્યાખ્યા કર્યા પછી હવે જ્ઞાનના માર્ગની વ્યાખ્યા કરશું.
જેમ કોઈ કેરીની ઈચ્છા રાખતો હોય ત્યારે તે આંબો વાવવાની તૈયારી કરે છે. આંબો તે એક પ્રકારે કેરીનો જન્મદાતા હોવાથી દ્રવ્યભાવે આમ્રવૃક્ષમાં કેરીના ભાવો સમાયેલા છે. કેરી પ્રાપ્ત કરવી તે લક્ષ છે, તે સાધ્ય છે અને તેનો સાચો માર્ગ અથવા સાચું સાધન આંબો વાવવો તે છે. આંબાની જગ્યાએ બાવળ વાવે તો લક્ષ ઠીક હોવા છતાં માર્ગ ખોટો છે. તો લક્ષ પણ નિષ્ફળ બને છે. શુદ્ધ જમીન, આંબાનું શુદ્ધ બીજ, આંબાના બધા ઉપાદાન અને નિમિત્ત કારણો, તેનો સંયોગ, ત્યારબાદ આંબાની સુરક્ષા અને સાથે સાથે બધા ઉપદ્રવ્યોથી આંબાને બચાવવા માટે વાડ કરવી, આ બધા બાહ્ય સાધન અને શુદ્ધ આંબાની ગોઠલી, તે કેરી પ્રાપ્ત કરવાના આંતરિક સાધન છે. અથવા કેરી પ્રાપ્ત કરવાનો માર્ગ છે. ત્યારબાદ કેરીની તેને સ્પર્શના થાય કે પ્રાપ્તિ થાય તો તેની સિદ્ધિ થઈ ગણાય. આ જ રીતે સાચું જ્ઞાન તે લક્ષ છે અને તે જ્ઞાન સુધી પહોંચવા માટે એક બિંદુથી લઈને જે કોઈ શુદ્ધ ઉપાદાન અને સાચા નિમિત્ત કારણોનો સંયોગ થાય, એ બધા કારણોના સંયોગ માટે સાધક ક્રિયાશીલ રહે અને વ્યવસ્થિતપણે જ્ઞાનમાર્ગની સ્પર્શના કરે તો તેને સહજ સમ્યમ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ ઉદાહરણ પછી હવે જ્ઞાનનો માર્ગ શું છે ? તેની આપણે વ્યાખ્યા કરવા પ્રયાસ કરશું. શાસ્ત્રકારે ફકત જ્ઞાનમાર્ગનો નિષેધ એટલું જ લખ્યું છે. તેમાં માર્ગ શું છે? તેની સ્પષ્ટતા ઊંડાઈથી કરવી રહે છે.
સામાન્ય સ્થિતિ પ્રમાણે કોઈપણ લક્ષના કે તેની પ્રાપ્તિના ઉપાયોમાં બે વસ્તુ સ્પષ્ટ હોય છે. એક ઉપાદાન કારણ અને બીજા હાજર રહેલા નિમિત્ત કારણ. અહીં આપણે ઉપાદાન અને નિમિત્તની જે વિશાળ ચર્ચા છે તેને આલેખશું નહીં, પરંતુ બન્ને કારણો હિતકારી છે તેમ માની જ્ઞાનના માર્ગના વાસ્તવિક સાધનો શું છે તેની વિચારણા કરશું.
ઉપાદાન-નિમિત્ત કારણ ? હકીકતમાં ઉપાદાન કારણ તે જ પ્રમુખ કારણ છે. ઉપાદાનનો અર્થ છે કાર્યનું શુદ્ધ અધિકરણ જેમાં કાર્ય પ્રાદુર્ભત થાય છે. અથવા જે કારણ કાર્યરૂપે પરિણત થાય છે અને જેના ગુણધર્મો કાર્યમાં પણ પ્રદર્શિત થાય છે. તેવા જ કારણ છે તેને ઉપાદાન કારણ
|/|| 11/11/10 (ા||||||||||||||||||||I[1]
l
l૭૭ મilla,