Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જ્ઞાતા, જ્ઞાન અને શેય ત્રિવેણી : અહીં એક દાર્શનિક ત્રિપુટીનો ઉલ્લેખ કરશું તો જ્ઞાન વિષે સ્પટતા થશે. જ્ઞાન વિષયક હોય છે. અર્થાત્ જ્ઞાનનો કોઈ વિષય હોય છે. આ જ્ઞાનના | વિષયને જ્ઞય કહેવામાં આવે છે. બાહ્ય પદાર્થો પણ જ્ઞય છે. તે દ્રવ્યભાવે ય છે જ્યારે ભાવ
સ્વરૂપે જોય જ્ઞાનમાં સમાવિષ્ટ છે. આત્મા તે જ્ઞાતા છે. પરંતુ તે તાદાભ્યભાવે જ્ઞાતા કહેવાય છે. વસ્તુતઃ જ્ઞાન સ્વયં જ્ઞાતા છે. આમ જ્ઞાતા, જ્ઞાન, શેય અને જાણવાની ક્રિયા તે જ્ઞપ્તી, આ ચાર અંશો જ્ઞાનના ક્ષેત્રમાં દષ્ટિગોચર થાય છે. અભેદ ભાવે જ્ઞાતા-જ્ઞાન-mય એકરૂપ છે. જ્યારે ભેદ ભાવે આત્મા જ્ઞાતા છે, જ્ઞાન તેનો જાણવાનો ગુણ છે જ્ઞપ્તી તે જ્ઞાનની ક્રિયાશીલતા છે અને mય તે જ્ઞાનનો વિષય છે. આ પ્રક્રિયા બહુજ વ્યાપક ભાવે સમગ્ર જીવરાશિમાં ઓછા વત્તા અંશે વ્યાપ્ત છે. ભગવાને એકેન્દ્રિયના અત્યંત સૂક્ષ્મ અવ્યવહાર રાશિના જીવને પણ અખંડ જ્ઞાનગુણનો અક્ષરનો અનંતનો ભાગ ખુલ્લો છે તેમ જણાવ્યું છે. જ્યારે અરિહંત ભગવંતોને ત્રિકાલજ્ઞાની સર્વક્ષેત્રમાં વ્યાપક લોકાલોકને પ્રકાશિત કરે એવું જ્ઞાન બતાવ્યું છે. આમ જીરો પાવરથી લઈ અખંડ, મહાજ્ઞાન, પૂર્ણજ્ઞાન, કેવલજ્ઞાન, ઈશ્વરીય જ્ઞાનના કેન્દ્ર સુધી જ્ઞાનના લાખો તરતમ્ય ભાવો છે અને તે સમગ્ર જીવરાશિને સમ્યક કે મિથ્યા રૂપે સંચાલિત કરે છે. જ્ઞાનની ક્રિયા વિશે આટલો પ્રકાશ નાંખ્યા પછી સાધક સમજી શકશે કે જ્ઞાન તત્ત્વ શું છે. પરંતુ જ્ઞાન સાથે એક ભયંકર વિપર્યય જોડાયેલો છે. જેમ સોના સાથે કથીર, માખણ સાથે કીટુ, શરીર સાથે રોગ અને પ્રકાશ સાથે અંધકાર જોડાયેલા છે. તે ગુણો મૂળ તત્ત્વોને વિપરીત રૂપે પ્રગટ કરે છે. ઉર્પયુકત બધી ઉપમા તે ઉપમા જ છે. વસ્તુતઃ જ્ઞાનનો વિપર્યય તે નિરાળો છે. અને ઘણો જ વિપરીત છે.
અહીં આપણે આ વિપર્યયને પ્રગટ કરવાં પહેલા જ્ઞાન સાથે અજ્ઞાન શબ્દ જોડાય છે, તેનો થોડો વિવેક કરી લઈશું. જ્ઞાનનો અભાવ, ન જાણવુ, જાણવાની શકિત ન હોવી તે અજ્ઞાન છે અને તે જ્ઞાનાવરણીયનું ફળ છે, અથવા આ પ્રથમ કર્મનો પરિપાક છે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયા પછી પણ જ્ઞાનમાં વિપર્યય આવે છે અને ભ્રમરૂપે કે સંશય રૂપે જ્ઞાનની જે અવસ્થા પ્રગટ થાય છે તે પણ એક અજ્ઞાન છે. આ અજ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કે અવધિજ્ઞાન સુધી વ્યાપ્ત છે. આગળ આપણે વિવેચન કરી ગયા છીએ. આવું મંગલમય જ્ઞાન તત્ત્વ વિપર્યયના કારણે દુષિત બને છે. જેમ મેલને કારણે સારું વસ્ત્ર ગંદુ બને છે અને દૂધમાં કોઈ ઝેર ભેળવે તો દૂધ દુષિત થાય છે, તેમ આ વિપર્યય, તે જ્ઞાનને માટે વિષ છે. આ વિપર્યાયના કારણે જ્ઞાન યથાર્થ રીતે પદાર્થનો નિર્ણય કરી શકતું નથી અને આગળ ચાલીને તત્ત્વનો પણ સ્પર્શ કરી શકતું નથી અને કદાચ તત્ત્વનો સ્પર્શ કરે તો પણ મિથ્યાભાવે કરે છે.
સમ્યગુજ્ઞાનદશા : ઈન્દ્રિયોના દોષના કારણે અથવા બીજા કોઈ ઉપકરણના અભાવે જ્ઞાન ભ્રમાત્મક બને છે અને અપ્રમાણભૂત પણ બને છે. તર્કશાસ્ત્રમાં કે દર્શનશાસ્ત્રમાં આવા જ્ઞાનને અપ્રમાણ માની પદાર્થનો યથાર્થ નિર્ણય કરે તેને પ્રમાણ જ્ઞાન માન્યું છે.
અધ્યાત્મશાસ્ત્રોમાં જ્ઞાનની કે અજ્ઞાનની આ વ્યાખ્યા બહુજ ઉપકારક નથી, તેમજ તેનો એટલો સંબંધ પણ નથી. જ્યારે અધ્યાત્મશાસ્ત્રોમાં જ્ઞાન અજ્ઞાનની વ્યાખ્યા નિરાળી છે, અને સાધનાક્ષેત્રમાં આ જ વ્યાખ્યા કલ્યાણકારી છે. કોઈ બીજા કારણોથી ઈન્દ્રિયો કે મનયોગ પદાર્થનો યોગ્ય નિર્ણય ન કરે તેનું બહુમૂલ્ય નથી. પરંતુ જ્ઞાનને અજ્ઞાન કરવા માટે એક બીજું ભવચક્રનું