Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સમય થતાં સડવા લાગે છે. મનુષ્યના સ્વસ્થ શરીરમાં રોગનો ઉદ્દભવ થાય છે. આકાશના ફલક ઉપર પણ અવકાશમાં લાખો દુષિત તત્ત્વ અસ્તિત્વ ધરાવે છે અને તે પણ કોઈ પ્રકારની વિકૃતિનું પરિણામ છે. આ વિકૃતિ સૂક્ષ્મભાવે એક બિંદુથી આરંભ થઈ વિકરાળ રૂપ ધારણ કરી સમગ્ર વિશ્વને હલાવી નાંખે છે, એવી તેમાં પ્રચંડ શકિત છે. સંસ્કૃતિ કોમળ તત્ત્વ છે, જ્યારે વિકૃતિ કઠોર તત્ત્વ છે. તેમની પ્રચંડતા ને પ્રબળતા મહાહિંસા અને અધર્મને પણ જન્મ આપે છે. અસ્તુ.
અહીં આપણે સંસ્કૃતિ વિકૃતિની વાત કરતા હતા. રુઢિવાદમાં પણ વિકૃતિનો જન્મ થતાં જીવાત્મા પોતાનું લક્ષ ભૂલે છે. ગંતવ્ય સ્થાન ચૂકી જાય છે. મોક્ષનું લક્ષ છોડી કર્મબંધનના કારણ ઊભા કરે છે. આ રીતે રૂઢિવાદ એ એક પ્રકારની વ્યાપક ક્રિયાજડતા છે. પરંતુ તે ખ્યાલ રાખવાનો છે કે જે રુઢિવાદ સંસ્કૃતિ પ્રધાન છે અને જેમાં સંસ્કાર કરવાની શકયતા છે અને જ્ઞાનમાર્ગનો જેમાં અવકાશ છે એ રુઢિવાદ એટલો ઘાતક નથી. પરંતુ કલ્યાણકારી છે. જયારે વિકૃતિ પ્રધાન રુઢિવાદ તે ક્રિયાજડતાને જન્મ આપે છે. એટલું નહીં, પરંતુ માનવતાનો ત્યાગ કરી પરસ્પરના સોહાર્દનો ત્યાગ કરી માનવ જાતિને ખંડ ખંડમાં વહેંચીને સંઘર્ષને પણ જન્મ આપે છે. આ વિશ્વનો ટૂંક ઈતિહાસ આપણે પ્રગટ કર્યો. અને આ પદમાં શ્રીમદ્જીએ આંઈ શબ્દ મૂકયો છે, તે સમગ્ર માનવજાતિને અનુલક્ષીને મૂકયો છે, એમ કહેવું અનુચિત નથી.
આ થઈ અંહિ શબ્દની ભાવાત્મક વ્યાખ્યા અને આધ્યાત્મદષ્ટિએ આંઈ કહેવાનું તાત્પર્ય શું છે તેને પ્રગટ કરવા કોશિષ કરશું. બાહ્ય અર્થ કરતા આ ત્રીજો અર્થ વધારે મહત્વપૂર્ણ છે. જેનું ઊંડાઈથી ચિંતન કરી તેના મહત્ત્વને સમજીએ.
અધ્યવસાય અને મનોમયકોષ : “આઈ નો અર્થ બાહ્ય દષ્ટિએ ન કરતા આંતરિક દષ્ટિએ કરશું તો આંઈ એટલે અધ્યાત્મિકક્ષેત્રમાં આ બુરાઈ (દોષ) પ્રવર્તે છે. જેમ બાહ્ય ક્ષેત્ર છે તેમ મનુષ્ય જીવનનું એક આંતરિક ક્ષેત્ર છે. અલગ અલગ દર્શનોમાં આ આંતરિક ક્ષેત્રને કેટલાક શબ્દોથી સંબોધવામાં આવે છે, જેને મનોમય કોષ કહે છે અને જ્ઞાનમય કોષ પણ કહે છે. જૈન દર્શનમાં મનોયોગ કહી મનના સુવિચારોથી ઉપર અધ્યવસાયનું ક્ષેત્ર પણ માનવામાં આવ્યું છે. અધ્યવસાય એક પ્રકારનું સૂક્ષ્મ ચિંતન છે, જેને વિચાર જગત કહી શકાય. વિચારની સાથે વિકલ્પનું જગત પણ જોડાયેલું છે અને આ બધી પ્રવૃત્તિઓ અંતઃકરણમાં થતી હોય તેવો આભાષ મળે છે. માનસિક ક્ષેત્રને ઘણી સૂક્ષ્મ દષ્ટિએ વિચારી તેનું નિરૂપણ કરેલું છે. આ બધા ક્ષેત્રમાં સંસ્કારની પ્રબળતા છે. એક પ્રકારના સમાન અવસ્થાવાળા ઉદય ભાવો નિરંતર વિપાક પામી માનસિક ક્ષેત્રમાં પ્રભાવ પાથરે છે અને આ ઉદય ભાવોથી જીવાત્મામાં એક પ્રકારની સંસ્કાર સ્થિતિ ઉત્પન્ન થાય છે. સંસ્કાર એક એવી પ્રબળ શકિત છે કે તે દ્રઢિભૂત થયા પછી વિચારની કે જ્ઞાનની પરવા કર્યા વિના જીવને એક નિશ્ચિત પ્રવૃત્તિમાં બાંધી રાખે છે. આ સંસ્કારપ્રણાલી જો ઉપર્યુકત ન હોય તો એક પ્રકારની જડતાને જન્મ આપે છે. ત્યારબાદ તે નવા વિચારને આવકારતી નથી અને વિશેષ પ્રકારે કર્મની પ્રબળતાના કારણે તેમાં કોઈ આંતરિક ભેદ તેમજ ભેદજ્ઞાનનો પણ પ્રવેશ થતો નથી. સમગ્ર વિચારતંત્ર એક પ્રકારની ક્રિયામાં જીવને બાંધી રાખે છે અને છેવટે તેમાં ક્રિયાત્મક જડતાનો જન્મ થાય છે. આમ આંતરિક જગતમાં જ જ્ઞાનમાર્ગનો નિષેધ, ભેદજ્ઞાનનો અભાવ અને સંસ્કારજન્ય ક્રિયાની પ્રબળતા ઉત્પન થાય છે. અહીં તેને સિદ્ધિકાર “આઈ કહે છે
IfB ૨