Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહીં આપણે ઉપાદાન વિશે ચિંતન ચાલુ રાખ્યું છે. જેમાં આઠેય કર્મોની નિર્મળ સ્થિતિ અને પુણ્ય કર્મની પ્રબળ સ્થિતિ વર્તતી હોય, ત્યારે કર્મના પ્રભાવથી વિમુકત એવો આ પરમાત્મ આત્મા કરવટ બદલે છે અને તેને શાસ્ત્રજ્ઞાનની ભૂખ લાગે છે. જ્યાં ઉપાદાનની તૈયારી ન હોય તો તે જ્ઞાનના માર્ગનો સ્પર્શ ન કરે અને કદાચ જ્ઞાનનો માર્ગ સામે આવે તો તેનો નિષેધ કરે. પરંતુ, ઉપાદાનની અનુકુળ સ્થિતિ હોય ત્યારે નિમિત્ત કારણોમાં એવા કોઈ સભ્ય દ્રષ્ટા જીવનો કે કોઈ સાધક તપસ્વી આત્માનો કે જેણે જ્ઞાન સંપાદન કર્યું છે તેવા રત્નત્રયના સ્વામીનો સંયોગ થતાં તે સાધક જ્ઞાનના માર્ગને વળગે છે, પરંતુ ઉપાદાનની અયોગ્યતા અને નિમિત્ત કારણોમાં જડક્રિયાવાદી કે ભિન્ન ભિન્ન પ્રકારના લોક લાલચ ભરેલા તાંત્રિક માર્ગનો ઉપદેશ આપનારા જેઓ અંદરથી કોરા છે અને આડંબરથી ભરપૂર છે તેવા અયોગ્ય નિમિત્તને પ્રાપ્ત કરી ખુલ્લે આમ આ જીવ જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે.
આ રીતે જ્ઞાનપ્રાપ્તિના ઉપાદાન અને નિમિત્ત, અને કારણોનો સુમેળ તે જ્ઞાનનો માર્ગ છે. પરંતુ આ સમયે બુદ્ધિ વિચિત્ર અથવા કુતર્કયુકત હોય અથવા ભ્રમાત્મક હોય તો તે જ્ઞાનમાર્ગને સ્પર્શ કરવા દેતી નથી.
જ્ઞાનમાર્ગનો નિષેધ : જ્ઞાન અને જ્ઞાનનો માર્ગ બને શાશ્વત છે. એટલે તેનો નિષેધ કરે, તેનો અર્થ એવો નથી કે જ્ઞાન કે જ્ઞાનના માર્ગને લુપ્ત કરી શકે. અહીં નિષેધ કહેવાનો અર્થ એટલો જ છે કે તે પોતાની બુદ્ધિમાં આ શાશ્વત તત્ત્વનો સ્વીકાર ન કરે. બૌધ્ધિક ભાવે તેનો નિષેધ કરે છે. વસ્તુતઃ જ્ઞાન અને જ્ઞાનના માર્ગને કોઈ મિટાવી શકતું નથી. તે ત્રિકાળવર્તી તત્ત્વ છે. વસ્તુનો અભાવ નથી પરંતુ ભ્રમબુદ્ધિથી વસ્તુનો અભાવ માને છે. તો તેને પણ બૌદ્ધિક નિષેધ કહી શકાય. - જ્ઞાનનો માર્ગ, અનુકૂળ ઉપાદાન અને યોગ્ય નિમિત છે. જ્ઞાન તે શુદ્ધ આત્મ દ્રવ્યની સ્પર્શના છે. આપણે આગળ કહી ગયા તેમ ઉપાદાનની દષ્ટિએ માર્ગ અને જ્ઞાન એક જ છે અને નિમિત્તની દષ્ટિએ જ્ઞાન અને માર્ગમાં ભિન્નતા છે. અસ્તુ.
અહીં આપણે જ્ઞાન અને તેના માર્ગની સૂક્ષ્મ વિવેચના કર્યા પછી–હવે નિષેધ તે શું છે ? કોરો બૌદ્ધિક પ્રતિકાર છે? કે નિષેધમાં કશું વિશેષ ઊંડાણ છે? કોઈ વ્યકિત કશો નિષેધ કરે તો તેની અંદર પ્રક્રિયા શું છે ? અને નિષેધની આખી પ્રક્રિયા સાંગોપાંગ જાણીએ ત્યારે નિષેધ તત્ત્વ શું છે તેનું વજન જાણી શકાય.
સામાન્ય ભાવે કોઈ પ્રકારના પ્રતિકારને નિષેધ કહેવામાં આવે છે. ઘણી વખત વ્યકિત ગુણકારી તત્ત્વને ઓળખવા છતાં અરુચિને કારણે તેનો પ્રતિકાર કરે છે. ગુણવંતી નારી હોવા છતાં પુરુષ પોતાની અયોગ્યતાને કારણે આવી સગુણી નારીને ન સ્વીકારતા પ્રતિકારના રસ્તા સુધી પહોંચે છે. આ એક સામાન્ય ઉદાહરણ છે. ઘણી ઔષધિ સારી હોવા છતાં રોગી તેનું સેવન કરતો નથી અને તેનો પ્રતિકાર કરે છે. પ્રતિકારની ક્રિયા બન્ને રીતે ઉદ્ભવે છે. આપણે એક ચૌભંગીથી તેની સ્પષ્ટતા કરશું.
(૧) લક્ષ ઠીક છે અને રુચિ છે. (૨) લક્ષ ઠીક છે પણ રુચિ નથી. (૩) લક્ષ ઠીક નથી પણ રુચિ છે. (૪) લક્ષ પણ ઠીક નથી અને રુચિ પણ નથી. અર્થાત્ વ્યકિત જે કાંઈ પ્રતિકાર કરે છે તે ગુણોના આધારે પણ કરે અને પોતાની રુચિને
W...Anonymsla UE RANG