Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઉપકારી નથી. તેમ બાહ્ય ક્રિયા પ્રત્યે તેમણે કોઈ નફરત વ્યકત કરી નથી. પરંતુ બાહ્યક્રિયાના કેન્દ્ર સુધી સ્થગિત થઈને બાહ્યક્રિયાનો અનુરાગ રાખી, તેમાં આસકત બની બાહ્યક્રિયાની આગ્રહ બુદ્ધિથી સાધક આગળ વધતો નથી અને ક્રિયાનું અવલંબન લીધા પછી જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે, જે યોગીરાજે આ જ પદમાં કહ્યું છે. પણ હકીકતમાં જીવ જ્યારે અવ્યવહારરાશિમાંથી નીકળ્યા પછી સાધનાના શુદ્ધ કેન્દ્ર સુધી પહોંચે, ત્યાં સુધી બાહ્યક્રિયાઓથી જ તેના ઉપર ઉપકાર થયો છે. અને બાહ્ય ક્રિયાનું અવલંબન લઈ પુણ્યાશ્રવના આધારે, તે જીવ સમજદાર બને ત્યાં સુધીની કક્ષામાં આવી પહોંચ્યો છે. માટે અહીં એમ ન સમજવું જોઈએ કે બાહ્યક્રિયા ઉપકારી નથી. જેમ ચોખાની ખેતી કરે ત્યારે ચોખાનો પાક ન થાય ત્યાં સુધી તેના રોપાઓ, પાણી, સૂર્યપ્રકાશ અને તેના ઉપર લાગેલા છીલકાઓ એ બધા ઉપકારી છે. પરંતુ ચોખાનો પરિપાક થયા પછી ફોતરાને દૂર કરી, શુદ્ધ ચોખાને પ્રાપ્ત કરવા ઘટે છે. તે જ રીતે અહીં બાહ્મક્રિયા ઉચ્ચ કોટીના સાધક માટે હવે નિરર્થક બને છે, અથવા શુદ્ધ વ્યવહારનું અવલંબન બની રહે છે. પરંતુ સ્વ-રમણમાં જે શુદ્ધ પર્યાયો ખીલી છે તેની પ્રગતિમાં હવે આ ક્રિયાઓ ઉપકારી નથી. બાહ્યક્રિયામાં રાચતુ ન રહેવું જોઈયે. પરંતુ આગળના કેન્દ્રને સ્પર્શ કરવો જોઈયે.
કર્મો વસ્તુતઃ ચેતન દ્રવ્યોની પર્યાયના પ્રતિબંધક નથી. હવે જ્ઞાનની પ્રબળતાથી ચેતન દ્રવ્યની પરિણતિ કર્મથી અપ્રભાવિત રહી નિર્મોહ દશાનું સેવન કરે છે અને પ્રમાદ અવસ્થાનો ત્યાગ કરી, બાહ્ય પદાર્થોમાં સારા નરસાના ભાવ છોડી સ્વદ્રવ્યોનું મૂલ્યાંકન કરે છે, ત્યારે બાહ્યક્રિયામાં રાચવાનું રહેતું નથી. અને અહીં “આંતરભેદ ન કાંઈ” એમ લખ્યું છે એ અવસ્થા સમાપ્ત થાય છે.
ભેદનો અર્થ ભેદજ્ઞાન : આંતરભેદના ઘણા અર્થ થાય છે. (૧) જીવ અને અજીવનો ભેદ (૨) આશ્રવ અને અજીવનો ભેદ. (૩) વિભાવ અને સ્વભાવનો ભેદ. (૪) દ્રવ્ય અને પર્યાયનો ભેદ. (૫) ગુણ-પર્યાયનો ભેદ.
આ બધા ભેદો વાસ્તવિક જ છે. એ ભેદ કરવાના નથી. કોઈ જીવ ભેદનું નિર્માણ કરી શકતો નથી. તે ભેદને મટાડી પણ શકતો નથી, પરંતુ આ ભેદ વિજ્ઞાનને સમજતો નથી તે જ દુઃખનું કારણ છે. એટલે જ કવિશ્રી કટાક્ષ કરે છે કે ભેદવિજ્ઞાનને અભાવે “તેહ ક્રિયાજડ આંહિ' તે ક્રિયાની જડતાને પામે છે.
સિદ્ધિકારે પુનઃ ક્રિયાજડ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્રીજી કડીમાં પણ ક્રિયાજડ છે અને આ ચોથા પદમાં પણ ક્રિયાજડ છે. ત્રીજા પદમાં જે ક્રિયાજડ કહ્યા છે તે ક્રિયાજડને લક્ષ બનાવીને કહ્યું છે, જયારે ચોથા પદમાં ક્રિયાજડ કહ્યાં છે. તે ક્રિયાજડની વ્યાખ્યા કરી છે. અહીં પણ વસ્તુતઃ ક્રિયાજડના કારણો જ બતાવ્યા છે, પરંતુ ક્રિયાજડની ઉચિત વ્યાખ્યા કરવામાં આવી નથી. ખરેખર તો ક્રિયા કોઈને જડ બનાવી જ ન શકે. ક્રિયાનો અભાવ થાય ત્યારે જ જડતા આવે. ક્રિયા એ સક્રિય તત્ત્વ છે. કોઈ એમ કહે આ ઘણા ખજાનાનો માલિક નિર્ધન છે. તો આ વાકય તર્કશુદ્ધ નથી. તેમ ક્રિયાજડ શબ્દ જ તર્કશુદ્ધ નથી. જ્યાં ક્રિયા છે ત્યાં જડતા નથી. ને જ્યાં જડતા છે ત્યાં ક્રિયા નથી. પૂર્વપક્ષના પ્રશ્ન પછી આપણે ઉત્તરપક્ષનું વિધાન કરશું.
અહીં જ્ઞાનને આધારે જડતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ ડ્રાઈવર ગાડી ચલાવતો HARMINER LESERNASIONAL SERIAL SCHOLARSHA RAHATEAUROSAINERAL
શાનદાશ શા મા ૭૦ લા