Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ચૈતન્યાનુભૂતિ થતી નથી. ત્યારે તે છેવટે નિઃસાર અર્થાતુ સાર રહિત, રસરહિત, તત્ત્વરહિત, ફળ રહિત, ગુણરહિત ક્રિયા બની જાય છે. આ બધી ક્રિયાઓ બાહ્યક્રિયા તરીકે સંસારમાં અસ્તિત્ત્વ ધરાવે છે પરંતુ મોટું દુઃખ તો એ જ છે કે આવી ક્રિયાઓમાં જીવ રમણ કરી રાચે છે, આનંદ માને છે અને મિથ્થા સંતોષ માની તેમાં અટવાઈ રહે છે. તે ભયંકર વિટંબના છે અને કવિરાજને આ જ વાતનો મોટો ખટકો છે કે જીવ બાહ્ય ક્રિયામાં રાચે છે. વધારે કહેવું હોય તો નાચે છે પણ કહી શકાય. અસ્તુ.
આમ શાસ્ત્રોકત રીતે પણ ઉપયોગરહિત ક્રિયાના ઘણા જ વિવેચન પ્રકરણો જોવા મળે છે. પરંતુ વર્તમાન ગુરુઓ તેને વિષે જરાપણ ધ્યાન આપ્યા વિના બાહ્યક્રિયાને ધર્મ માની વિશાળ પ્રમાણમાં અનુષ્ઠાનો કરી, દ્રવ્યભાવે સાધના કરાવી, ભાવ ઉપાસના પ્રત્યે દુર્લક્ષ રાખે છે. તેથી ધર્મના ક્ષેત્રમાં એક વિશાળ વિપરીત ભાવોનો અંધકાર વ્યાપ્ત થયો છે.
હવે આપણે બાહ્ય ક્રિયાને સાંગોપાંગ જોયા પછી તેના પ્રભાવ વિશે થોડો વિચાર કરશે અને તેને બાહ્ય ક્રિયા શા માટે કહેવામાં આવે છે તેની તર્કયુકત વિવેચના કરશું. - બાહ્ય અને આંતર ક્રિયાનો સુમેળ : અહીં સિદ્ધિકારે લખ્યું કે “આંતરભેદ ન કાંઈ”. આપણે આગળ કહી ગયા તેમ એક તો આંતરક્રિયાના અસ્તિત્ત્વનો અભાવ અને બીજું આંતરક્રિયાના જ્ઞાનનો અભાવ, એમ બન્ને અર્થ નીકળે છે. વસ્તુતઃ શાસ્ત્રકારને આંતરક્રિયામાં “ અંતર ભેદ ન કાંઈ” એમ લખ્યું છે તેનું તાત્પર્ય શું છે? એમ સમજી લેવાથી સ્વતઃ બાહ્યક્રિયાનું નિરૂપણ થઈ જશે.
જેમ કોઈ અતિથિ જમવા આવે. જમાડવાની બધી ક્રિયા કરે. સારું ખાવાનું પણ પીરસે. છતાં સમજદાર મહેમાન ભોજનની ક્રિયા કે ભોજનની સામગ્રી ન જોતાં, ભોજન આપનારના ભાવનો વિશેષ ખ્યાલ કરે છે, તેનો આંતરિક પ્રેમ કેટલો છે તે જાણવાની ઉત્કંઠા રાખે છે. આ ઉદાહરણમાં ઘર માલિકની ભાવના તે આંતરક્રિયા છે અને બાકીની બધી બાહ્ય ક્રિયા છે.
તે જ રીતે “આંતરભેદ ન કાંઈ” આ પદમાં આત્મવિવેકનો અથવા આત્મજ્ઞાનનો અથવા સ્વસ્વરૂપનો નિર્ણય કરવાનો ઈશારો છે. સ્વસ્વરૂપને કે સ્વપરનો કે બધા દ્રવ્યોનો વિભેદ જાણ્યો ન હોય, તો આંતરભેદ ઉદ્ભવતો નથી. આંતરભેદનો મતલબ છે. અંતરમાં સ્વ એટલે આત્મા પરિણતિ જે ચાલી રહી છે તે પરિણતિમાં વિભાવયુકત અને સ્વભાવયુકત પર્યાયો પ્રવર્તમાન જ છે. એક પર્યાય ઉદયભાવ છે, અર્થાત્ કર્મજનિત છે, મોહાદિક વિભાવોથી યુકત છે, જ્યારે બીજી શુકલપર્યાય તે કર્મજનિત નથી પરંતુ ક્ષયોપશમ–ઉપશમ કે ક્ષાયિક ભાવોના આધારે પ્રવર્તમાન પર્યાય છે. આ ભેદને જાણવો, તે સૂત્રકાર આવશ્યક સમજે છે. આ આંતર્ ક્રિયાનો ભેદ છે. ભેદ એટલે વિભિન્નતા, સારા નરસા પણ.
ઉપર્યુકત કથનમાં એક સૂક્ષ્મ જ્ઞાનની તત્ત્વદષ્ટિ પારખી લેવાની નિતાંત આવશ્યકતા છે. આંતરિક ક્ષેત્રમાં સાધારણ રીતે બે ભાવોનું કથન સહુ જાણે છે. ઉદયભાવ અને સ્વભાવ. પરંતુ અહીં આપણે જરા ઊંડાઈથી વિચાર કરીએ, કે કર્મનો ઉદય આત્મદ્રવ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે? કર્મના બધા ઉદયો શરીરના સ્થૂળ દ્રવ્યો ઉપર પોતાની પરિણતિનો પ્રભાવ પાથરી શકે, પરંતુ ચૈતન્યદ્રવ્ય અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. તેને કર્મ કેવી રીતે પ્રભાવિત કરી શકે? શાસ્ત્રકારોએ
ARAISUELANSANGURALIS SC watan