Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અર્થાત્ પાપક્રિયા પુણ્યક્રિયા કે ધર્મક્રિયા વિષે વિચાર કરીયે.
જૈન દર્શનમાં પરંપરાથી ક્રિયાના પાંચ પ્રકાર માનવામાં આવે છે. (૧) કાયિકી (૨) અધિકરણકી (૩) પ્રાષિકી (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિની. કોઈ વ્યકિત જ્યારે કોઈ પાપક્રિયા કરે, ત્યારે તે ઘણી ક્રિયામાંથી પાર થાય છે. કાયાનું હલન-ચલન કરે, લાઠી આદિ હથિયાર ઉપાડે, પછી મનમાં દ્વેષ કરે, ત્યારબાદ પ્રહાર કરે ને પરિતાપ ઉપજાવે અને છેવટે એ જીવને મૃત્યુ પમાડે. આમ પાપક્રિયાનો એક ક્રમ છે. આ પાપક્રિયા તે સર્વથા વજર્ય છે. પાપક્રિયામાં પણ આંતરક્રિયા ને બાહ્યક્રિયા, એવા બે વિભાગ સ્પષ્ટ દેખાય છે. આ વિવેચન શ્રેણીના આધારે પુણ્યક્રિયામાં પણ વિભિન્ન પ્રકારની ક્રિયાઓ ઉદ્ભવે. છે દાન દેવા કે બચાવવાની ઈચ્છા, પદાર્થને ગ્રહણ કરી આપવાની ભાવના, ત્યારબાદ મનમાં હું ઉપકાર કરું છું એવી વૃત્તિનો આશ્રય લે અને ત્યાર પછી જીવને સુખ ઉપજાવે અને છેવટે એ જીવને પૂરો અધિકાર આપી દે અને પોતે સંતોષ માને કે મેં પુણ્યકર્મ કર્યું છે. આ પુણ્યક્રિયામાં પણ આંતર અને બાહ્ય બને પ્રકાર જોઈ શકાય છે.
બાહ્મક્રિયા અને આંતરક્રિયાનો ઊંડો સંબંધ : હવે આગળ ચાલીને સાધક ધર્મક્રિયામાં પ્રવેશ કરે, સહુ પ્રથમ તેને ધર્મક્રિયા કરવાની ઈચ્છા જન્મે છે. ત્યારબાદ ધર્મને અનુકુળ એવા સ્થાન, સાધન કે ઉપકરણનો આશ્રય ગ્રહણ કરે છે અને છેવટે પોતે ગ્રહણ કરેલી ક્રિયાને નિરંતર ચાલુ રાખી ધર્મ સંસ્કારોને જન્મ આપે છે, અને ત્યારબાદ ઉચ્ચ કોટિનો ત્યાગ ગ્રહણ કરી તે ઉપવાસ આદિ કઠોર વ્રતને ગ્રહણ કરી ધર્મક્રિયાના અંતિમ બિંદુનો સ્પર્શ કરે છે. આ ધર્મક્રિયામાં પણ આંતરક્રિયા અને બાહ્યક્રિયા એવા બે ભાવ દષ્ટિગોચર થાય છે. બાહ્યક્રિયા વખતે કષાયની મંદતા, શ્રધ્ધાનો ઉદ્ભવ અને પુણ્યનો યોગ, આ ત્રિવેણી સંગમ થતા તે સાધક ક્રિયાશીલ બને છે. પરંતુ અહીં વિવેકશૂન્યતા હોવાથી તત્ત્વની સ્પર્શના ન હોય, સ્વભાવ વિભાવનું ભેદજ્ઞાન ન હોય, શુધ્ધ પરિણતિનો કે સમ્યગુજ્ઞાનનો અભાવ હોય, ત્યારે આ બધી ક્રિયાઓ સંસ્કારજન્ય બની જેમ કોઈ જડ પદાર્થની ક્રિયા થતી હોય છે, તેમ જડતાને જન્મ આપે છે.
જૈનોએ પ્રતિક્રમણના બે ભેદ કર્યા છે. દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવપ્રતિક્રમણ. આ બંને પ્રકારના પ્રતિક્રમણમાં ભાવ પ્રતિક્રમણ જ સાર્થક અને સફળ છે. તેમ છતાં શાસ્ત્રકારે દ્રવ્ય પ્રતિક્રમણને વ્યર્થ કહ્યું નથી, કારણ કે જેમાં શબ્દ અને અર્થનો સંપૂર્ણ વિવેક હોય, જેમાં સચોટ ઉપયોગ પરોવાયેલો હોય, એક ક્ષણનો પણ પ્રમાદ ન હોય, પ્રતિક્રમણના ભાવો સાથે આત્મા તદ્રુપ બની ગયો હોય, ત્યારે આવું શુદ્ધ ભાવ ભરેલું પ્રતિક્રમણ સોળે આના સાર્થક છે. બાકી દ્રવ્ય પ્રતિક્રમણમાં બાહ્યક્રિયાનો આભાષ થાય છે અને આ બાહ્ય ક્રિયાઓ અમે પ્રતિક્રમણ કર્યું છે એવો સંતોષ માની ત્યાં ધર્મની ઈતિશ્રી કરે છે. બાહ્ય ક્રિયાનો અર્થ છે જે સંપૂર્ણ સાર્થક નથી તેવી ક્રિયા, યથા– (૧) નિરર્થક ક્રિયા, (૨) વ્યર્થ ક્રિયા, (૩) અનર્થ ક્રિયા, (૪) નિઃસાર ક્રિયા, જે ક્રિયામાંથી સાર્થકભાવ લગભગ નીકળી ગયો હોય તે ક્રિયા નિરર્થક બને છે. પરંતુ વિશેષભાવ લુપ્ત થયો નથી. જ્યારે વિશેષભાવ લુપ્ત થાય ત્યારે તે ક્રિયા વ્યર્થ બને છે અને વ્યર્થ બન્યા પછી વધારે વિવેકશૂન્યતા થાય તો તે ક્રિયા અનર્થનું કારણ બને છે, અર્થાત્ હાનિકર બને છે. અને આ બધા પ્રકારોમાંથી ક્રિયાનો સંતોષ માની સાધક પાર થતો હોય ત્યારે તેને ખરેખર કોઈ તત્ત્વપ્રાપ્તિ કે
શાળાના ૬૭ ના