Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જેમ રસ્તા ઉપર કોઈ મોટર ગાડી ચાલે છે. મોટરગાડીમાં ક્રિયાશીલતા વ્યાપ્ત થયેલી છે. પરંતુ આ ક્રિયાનો ઉદ્ભવ ડ્રાઈવરના માનસ ક્ષેત્રમાંથી શરુ થાય છે. વધારે મૂળ તપાસો તો. ડ્રાઈવરને જેણે આજ્ઞા કરી છે અર્થાત્ ઓર્ડર આપ્યો છે, તેના અંતઃકરણમાં ઉભૂત ઈચ્છા વાણીરૂપે પરિણત થતાં તે વચનક્રિયા, ડ્રાઈવરની શ્રવણક્રિયા થાય. તે ડ્રાઈવરના માનસ ક્ષેત્રને પ્રવૃત્ત કરે છે. ત્યાર બાદ ડpઈવરની શારીરિક ક્રિયાનો આરંભ થાય છે અને આ શારીરિક ક્રિયાને આધારે ગાડીનું મશીન સંચાલિત થાય છે. મશીનની ધમધમવાની ક્રિયા પછી તેના પાવરથી ગાડીના બધા ચક્રો ગતિમાન થાય છે. પરંતુ આ ડ્રાઈવીંગ ક્રિયા દુષિત કયારે થાય? ડ્રાઈવરની અનઆવડત, અજ્ઞાન, મદ્યપાન કે પ્રમાદ આદિથી ડ્રાઈવીંગ ક્રિયા દુષિત થાય છે.
અહીં આપણે ગાડીની ક્રિયાને કે મશીનની ક્રિયાને બાહ્ય ક્રિયા કહિએ તો તેના મૂળમાં રહેલી માનસ ક્રિયાઓને અંતરક્રિયા કહેવી જોઈયે. આમ ક્રિયાના બે પક્ષ છે. પરંતુ કેટલાંક ક્ષેત્રો એવા પણ છે કે જયાં આંતરક્રિયાનો એક વખત આરંભ થયા પછી ઉત્તર કાળમાં આંતરક્રિયા બંધ થયા પછી પણ સંસ્કારના બળે બાહ્ય ક્રિયાઓ ચાલતી રહે છે. ધર્મક્ષેત્રમાં પણ ઉદાહરણ બંધબેસતું થાય
જેના ઉપર કવિરાજનો કટાક્ષ છે, તેવી ધાર્મિક બાહ્ય ક્રિયા પણ પ્રવર્તતી હોય તેવું જોવામાં આવે છે. કોઈ ધર્મગુરુઓ દ્વારા આદેશ મળ્યા પછી, તે આદેશનું તાત્પર્ય જાણ્યા વિના કે વિવેકનો ઉપયોગ કર્યા વિના આ આદેશને ચરિતાર્થ કરવા માટે સાધક આદેશ અનુસાર ધર્મક્રિયા કરવા પ્રેરિત થાય છે. પછી તે વચનયોગની ક્રિયા હોય કે કાયયોગની હોય. કારણ કે પ્રાયઃ વચનયોગ અને કાયયોગની ક્રિયાઓને જ બાહ્યક્રિયા કહી શકાય. આ બન્ને ક્રિયાઓ નિરંતર ચાલુ રહે છે. અહીં પણ તેની માનસ ક્રિયા અથવા આંતરક્રિયા જોડાયેલી છે. આંતરક્રિયા જોડાયેલી હોવા છતાં કયારેક અસંયુકત થાય છે અને તેમાંથી ઉપયોગ હટી જાય છે. ઉપયોગ ન હોવા છતાં બાહ્ય ક્રિયાઓ ચાલુ રહે છે. આમ બાહ્ય ક્રિયાનું ક્ષેત્ર ભાજ્ય, અવિભાજ્ય, વિભકત કે સંયુકત ભાવે ચાલતું રહે છે. ખાસ કરીને બાહ્ય ક્રિયાનો મતલબ એ છે કે પોતે તો ઠીક પણ અન્ય વ્યકિત આ ક્રિયાઓને જોઈ શકે છે અને જ્યારે અન્ય વ્યકિત આ ક્રિયાને જુએ છે ત્યારે તેને માટે સારો કે નરસો અભિપ્રાય પણ આપે છે. આ અભિપ્રાય પણ સાધકના કાનમાં પ્રવેશ કરી તેના મનોયોગમાં સારા અભિપ્રાયને આધારે એક પ્રકારે રતિભાવ ઊભો કરે છે આ માનસિક રતિ ખુશીમાં પ્રવર્તમાન થઈ બીજા પણ માનાદિ કષાયોનું પોષણ કરે છે. એટલા માટે જ કવિરાજે બાહ્ય ક્રિયા ઉપર પ્રહાર ન કરતા બાહ્ય ક્રિયામાં રાચતા' એવો શબ્દ વાપર્યો છે. રાચતા એટલે રમણ કરતા, રાચતા એટલે તેનો આનંદ લેતા, તે ક્રિયાથી સંતોષ માની સાધનાની ઈતિશ્રી કરતાં અને તે રતિભાવમાં આસકત બની આ બાહ્ય ક્રિયાને પ્રમુખ સ્થાને સ્થાપે છે. આમ બાહ્ય ક્રિયા દુષિત નથી પરંતુ તેનાથી ઉપજતા આસકિત ભાવો કે રતિભાવોથી તે દુષિત થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે જીવનમાં આવા રતિભાવ કે આનંદભાવ હોય, પરંતુ અહીં તો આ આનંદ ભાવને મોક્ષમાર્ગનું નામ આપી સાધક ત્યાં અટકી જાય છે. આ રીતે બાહ્યક્રિયા તે મહા વિપર્યયનું આલંબન બની જાય છે. બાહ્ય ક્રિયા વિશે આટલુ સ્કૂલ વિવેચન કર્યા પછી આપણે શાસ્ત્રીય દષ્ટિએ ક્રિયા વિષે
condemned SS