Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
થાળી હોય તો આ ગોળાઈનો આરંભ કઈ જગ્યાએથી ગણવો એ એક તાર્કિક પ્રશ્ન છે. તેમ અહીં પણ બાહ્ય ક્રિયાઓની આરંભશીલતા શું છે? અથવા તેનો આરંભ ક્યાંથી છે? તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અહીં સિધ્ધિકારે બાહ્ય ક્રિયા એટલું જ કહયું છે અને આગળ ચાલીને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે, ભેદ વિજ્ઞાન ન કરે અથવા આંતરિક દષ્ટિએ સૂમ વિવેકનો ઉદ્ભવ ન થાય, તેવી સ્થિતિમાં બધી ક્રિયાઓ બાહ્ય ક્રિયાઓ બની રહે છે. એ શાસ્ત્રકારનું મંતવ્ય સ્પષ્ટ થાય છે. અને જેથી સ્વયં કહે છે કે “જ્ઞાનમાર્ગ નિષેધતા” જે કાંઈ ક્રિયાઓ થાય તે બધી ક્રિયાજડતા હોય તેમ સ્પષ્ટ કરે છે. પરંતુ ફકત જ્ઞાનમાર્ગનો નિષેધ એટલું જ નહીં, પણ સાથે “અંતરભેદ ન કાંઈએ બીજી શરત રાખી છે. પરંતુ આ વાકયમાં એક અધ્યાહાર શબ્દ પણ છે. “અંતરભેદ ન કાંઈ” તેમાં અંતરભેદ જાણે ન કાંઈ તેમ ઉમેરવું રહ્યું. કારણ કે “અંતરભેદ ન કાંઈ” તેમાં અંતરભેદ તો છે જ પરંતુ જીવ તેને જાણતો નથી. તેથી અંતરભેદ ન કાંઈ એમ કહ્યું છે. આમ ક્રિયાજડની વ્યાખ્યામાં ત્રણભાવ સ્પષ્ટ થાય છે.
(૧) બાહ્ય ક્રિયામાં રાચવું. (૨) અંતર ભેદ ન જાણવો અથવા અંતર ભેદનો અભાવ. (૩) જ્ઞાન માર્ગનો નિષેધ.
આ ત્રિપુટી સંમિલિત થઈ ક્રિયાજડતાને જન્મ આપે છે અને સ્વયં કહે છે કે આવા ત્રિયોગી જીવ. અહીં ક્રિયાજડ કહ્યા છે અને ક્રિયાજડતાનું વજન વધારી તેને ઉત્પન્ન કરનારી આ ત્રિપુટી ઘણી જ પ્રબળ અને વ્યાપક છે. તેથી ક્રિયા જડત્ત્વનું મૂળ પણ ખૂબજ ઊંડું અને ઘણું પ્રબળ છે તે સ્પષ્ટ થાય છે. | શબ્દોનું આટલું વિવેચન કર્યા પછી વસ્તુતઃ બાહ્ય ક્રિયાનું આંતરિક સ્વરૂપ શું છે ? અને બાહ્ય ક્રિયા શા માટે હાનિકર છે ? બાહ્ય ક્રિયા થવાથી જડતા કેમ ઉદ્ભવે છે તે મહત્ત્વપૂર્ણ પ્રશ્ન
એક આવશ્યક તાર્કિક ખુલાસો :- બાહ્ય ક્રિયાઓ બે પ્રકારની છે. એક સાક્ષાત્ બાહ્ય ક્રિયા અને એક કેવલ વ્યર્થ નાટકીય બાહ્ય ક્રિયા. જેમાં તત્ત્વોનો અભાવ ન હોય છતાં પણ બાહ્ય ક્રિયાની વ્યંજના પ્રગટ થાય છે. જેમ રંગભૂમિ ઉપર કોઈ સાધુનો વેષ લઈને કોઈ નટ સાક્ષાત્ સાધુનો ભાવ રાખી એક પછી એક ધર્મક્રિયાનું પ્રદર્શન કરે, ત્યારે તે નટ પણ જાણે છે કે આ બાહ્ય ક્રિયા છે, વ્યર્થ ક્રિયા છે અને દ્રષ્ટાઓ પણ જાણે છે કે આ અર્થ રહિત સાધુતા છે. છતાં તે ક્રિયાઓને નિહાળી તેનાથી પ્રભાવિત થતાં હોય છે. આ ક્રિયાને સ્પષ્ટ બાહ્ય ક્રિયા કહી શકાય. આ જ રીતે હવે આપણે આગળ વધીએ તો છલયુકત (કપટયુકત) ક્રિયા પણ બાહ્ય ક્રિયામાં જ આવે છે. કોઈ કપટધારી સાધુઓ કે બીજા કોઈ આશયથી ભકિત પ્રદર્શિત કરતા ભકતો, જેમાં કપટ સાથે લોભ પણ ભરેલો છે. છતાં પણ તેઓ પૂજનીય બની ધર્મક્રિયાઓનું આચરણ કરે છે અને કરાવે છે. તો આવી કપટયુકત ક્રિયાઓ પણ બાહ્ય ક્રિયામાં જ સમાવિષ્ટ થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરની બાહ્ય ક્રિયા જેમાં તત્ત્વજ્ઞાનનો અભાવ છે, સાધકો કપટ કે સ્વાર્થથી રહિત છે છતાં પણ આત્મવિવેકના અભાવે, સંસ્કારવશ કે પરંપરાની દૃષ્ટિએ તે જે ક્રિયાનું આચરણ કરે છે તે બધી ક્રિયાઓ પણ બાહ્ય ક્રિયા ગણાય છે.
= ૬૪ -