Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા - ૪ 'બાહુકિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ
'જ્ઞાનમાર્ગનિષેધતા, તેહ ક્રિયા જડ આઈ 1 પાછળની કડીમાં ક્રિયાજડતાનો ઉલ્લેખ થયો છે. તે ક્રિયાજડતા શું છે? તેની વ્યાખ્યા સ્વયં સિદ્ધિકાર કરી રહ્યા છે. આપણે પાછળમાં ક્રિયાજડતા ઉપર ઘણો પ્રકાશ નાંખ્યો છે. તેમાં વધારો કરતા અહીં રચયિતા ક્રિયાજડતાના પરોક્ષભાવે બે ભેદનો ઉલ્લેખ કરી રહયા છે. પ્રારંભમાં જ કહ્યું કે બાહ્યક્રિયા અર્થોપત્તિથી બીજી આંતરક્રિયા પણ હોવી જોઈએ. જો કે આ જ પદમાં આંતરક્રિયાને ન સમજવાની વાત કરી છે, પરંતુ તે આંતરક્રિયા તો આધ્યાત્મિક ભાવે પ્રરૂપી છે. જ્યારે ક્રિયાજડતામાં બાહ્યક્રિયા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. બાહ્ય ક્રિયા તે જડતાની જનક હોય શકે, પરંતુ સાથે સાથે પ્રશ્ન થાય છે કે શું આવી કોઈ અંતરક્રિયા પણ જડતાને જન્મ ન આપી શકે? જેમ કોઈ બાહ્યક્રિયામાં રાચે છે, તેમ અંતર ક્રિયામાં પણ રાચી શકે છે. આ પ્રશ્નનું સમાધાન કરતા પહેલા આપણે બાહ્યક્રિયાની વ્યાખ્યા કરશું. - બાહ્મક્રિયા અને આંતરક્રિયાનું મૂલ્યાંકન : અહીં “બાહ્યક્રિયામાં રાચતા” એટલું જ કહયું છે. પરંતુ બાહ્યક્રિયા શું છે? તેનું સ્પષ્ટ વિવેચન નથી. બાહ્યક્રિયા કોને કહેવાય? બાહ્રક્રિયા અને અંતરક્રિયાની ભેદરેખા શું છે? બાહ્રક્રિયાનો આરંભ કયાંથી થાય છે? મનુષ્યમાં કે પ્રાણીમાં અને ખાસ કરીને મનધારી જીવમાં ક્રિયાના ચારથી પાંચ કેન્દ્ર છે. આત્મા સ્વયં અધ્યવસાયરૂપ આધ્યાત્મિક ક્રિયા કરે છે. એ જ રીતે મનોયોગમાં માનસિક ક્રિયા થાય છે. ત્યારબાદ વચનયોગથી વિવિધ પ્રકારના પૂજા, પાઠ, મંત્ર, જાપ, સ્વાધ્યાય, સ્તવન ઈત્યાદિ ક્રિયાઓ જન્મે છે, જે ધર્મક્રિયા રૂપે ગણવામાં આવે છે. ત્યારપછી ચોથું સેકટર અથવા કેન્દ્ર તે સ્વયં કાયયોગ અર્થાત્ દેહ છે. શરીરની બધી ક્રિયાઓ કાયયોગની ક્રિયાઓ છે. જેમાં આસન, પ્રાણાયામ, પ્રણામ, નમસ્કાર, ધ્યાન ઈત્યાદિ ક્રિયાઓ સમાવિષ્ટ છે. આ સિવાય જીવની પ્રેરણાથી ભૌતિક ક્ષેત્રોમાં અથવા એકદમ બાહ્ય જગતમાં પણ ક્રિયાઓ ઊભી કરવામાં આવે છે. જેમાં પૌલિક ક્રિયાની પ્રધાનતા છે. દ્રવ્યપૂજા, દ્રવ્યોની રચના, મંદિરની સ્થાપના કે એવા પદાર્થોને અનુસરી સ્કૂલ ક્રિયાઓનો જન્મ થાય છે. કયારેક આ ક્રિયાઓ ઉભયયોગી હોય છે. અર્થાત્ કાયાનો યોગ અને પુદ્ગલનો યોગ તેમાં સમાવિષ્ટ હોય છે. આ રીતે જીવાત્માના સૂક્ષ્મ કેન્દ્રોમાંથી ઉદ્ભૂત ક્રિયાઓ મનવચન-કાયાની સીમાઓને પાર કરી દ્રવ્યોને પણ સ્પર્શ કરે છે. આ બધી ક્રિયાઓના બે પાસા છેઃ વિધેયાત્મક અને નિષેધાત્મક. કેટલીક ક્રિયાઓ સક્રિય હોય છે, તે વિધિ ક્રિયાઓ છે,
જ્યારે કેટલીક ક્રિયાઓનો અભાવ કરી અક્રિયાત્મક ભાવ ઉદ્ભવે ત્યારે તેને નિષેધ ક્રિયા કહેવામાં આવે છે. જેમ કે કોઈ મૌન રાખે કે કોઈ હલન-ચલન બંધ કરે, આ બધી નિષેધાત્મક ક્રિયાઓ પણ ધર્મક્રિયામાં ગણાય છે.
અહીં એ પ્રશ્ન થશે કે આ બધા ક્રિયાચક્રમાં કે ક્રિયાના વર્તુળમાં બાહ્ય ક્રિયાઓને કઈ જગ્યાએથી અંકિત કરવામાં આવે. જેમ કોઈ ગોળ ચક્ર હોય કે ગોળ વીંટી હોય કે કોઈ ગોળ
પણ ૬૩
વાર