Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અભાવગ્રસ્ત માણસોને જોઈને પણ દયા ઉપજે છે, બધા સાધનો હોવા છતાં તે પુરુષાર્થ કરી શકતો નથી તે પણ કરૂણાનું ભાજન છે. પરંતુ આ બધી કરૂણાઓ લૌકિક અને વ્યવહારિક છે. આધ્યાત્મિક જગતમાં સુખી કે દુઃખી અવસ્થાનું ખાસ મૂલ્યાંકન થતું નથી. તે જ રીતે બિમાર કે સ્વસ્થ વ્યકિતઓની શારીરિક અવસ્થા પણ બહુ મહત્વ ધરાવતી નથી. આ બધી ક્ષણિક અવસ્થા છે અને જ્ઞાનના અભાવમાં વિકૃત બનતી હોય છે.
પરંતુ અહીં જે કરૂણાજનક સ્થિતિની ચર્ચા છે તે અલૌકિક અને પારલૌકિક છે. અર્થાત્ જીવને કાળચક્રના કે ભવચક્રના બંધનમાંથી મુકત થવા ન દે તેવી મિથ્યા માન્યતા જીવ માટે મહા ભયંકર છે, કારણ કે આ ખોટી માન્યતા જીવને પોતાના સ્વરૂપથી જ દૂર રાખે છે. પોતાના આધ્યાત્મિક ખજાનાથી વંચિત રાખી બાહ્ય સુખોની અભિલાષામાં જોડે છે. આ માન્યતા મનુષ્યને એક પ્રકારે લાચાર સ્થિતિમાં મૂકે છે તે છતાં પોતે વિકલાંગ નથી, લાચાર નથી અને અજ્ઞાનમાં. ઘેરાયેલો નથી, તેવું ભાન કરાવે છે. જે માર્ગ ગ્રાહ્ય નથી તે માર્ગને મોક્ષનો માર્ગ સમજી, ગ્રાહ્ય માની, અગ્રાહ્યને ગ્રાહ્ય તરીકે સ્વીકારે છે. તે જૈનદર્શનમાં એક પ્રકારનું ઘોર મિથ્યાત્વ ગણાય છે. આવા જીવોને જોઈને જ્ઞાની પુરુષોને જે કરુણા દ્રવે છે તે કરુણા ક્ષણિક કે લૌકિક નથી, પરંતુ સદા માટે વહેતી અલૌકિક ભાવે ઘણા જીવોને કરૂણાભાજન બનાવી તેમને તારવાની કે ઉદ્ધાર કરવાની તન્મયતા સેવે છે. ધન્ય છે આ કરુણાને ! આ કરૂણા એક પ્રકારે કરૂણાભાવ છે. સાચી સેવાનું જ ઉપકરણ છે. આપણા યોગીરાજને આવી પવિત્ર કરૂણાની ધારા વહેતી થવાથી તેઓ સ્વયં દયાભાવથી ઓતપ્રોત થઈ જે ભાવો પ્રગટ કરે તે કેવા અલૌકિક હશે તે આપણે આગળની કડીઓમાં જોઈશું. પરંતુ અહીં તો આ કરૂણાના દર્શન કરવા એ જ ખરું મહત્વપૂર્ણ છે. અહીં એક જ પદમાં મુખ્ય ત્રણ ભાવો પ્રગટ કરવામાં આવ્યા છે.
(૧) મોક્ષ (૨) અવળી માન્યતા (૩) ઉત્તમ કરૂણા (૪) આ કરૂણાના દર્શન (૫) કરૂણાપૂર્વક તે દુર્ભાગી જીવોને નિહાળીને તેમના કલ્યાણનો વિચાર કરવો.
અહીં જે નંબરમાં પવિત્ર કરણાનો ઉલ્લેખ કર્યો છે તે કરુણા પણ દર્શનીય ને આદરણીય છે. આવી યોગ્ય કરુણા બધા જીવોમાં હોતી નથી પરંતુ આવા મહાન વ્યકિતને તેની સાધનાને પરિણામે આ કરૂણા ઉપજે છે. તીર્થકરોને પણ આવી અનંત કરૂણાના અધિષ્ઠાતા કહેવામાં આવ્યા છે. વસ્તુતઃ સંસારને તારનારા કે સાચો બોધ આપનાર વ્યકિત કઠોર હોતા નથી. તેઓ કરુણામય માતૃહૃદયવાળા, વહાલ ભરેલા, જીવ માત્ર પ્રત્યે ઊંડો સદ્ભાવ ધરાવે છે, એવા વ્યકિત મૃદુ વૃત્તિવાળા હોય છે. ગ્રી :
અહીં હવે શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરીએ. આ કરૂણાભાવ શું છે? આધ્યાત્મિક જગતમાં કરુણા માટે બે મત પ્રચલિત થઈ ગયા છે. એક મત એવો છે કે આ શુભ ભાવ છે, એક પ્રકારનો
પાવાદtતા પ૮ દાદા