Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કરે. આ પદમાં તેવા ભોળા જીવો અથવા સહજ વિપરીત ભાવોમાં ફસાયેલા જીવોનો ઉલ્લેખ હોય તેવું સ્પષ્ટ જણાય છે અને આ વિપરિત માન્યતાના બે હથકંડા છે. ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાન. જો કે આ સિવાય પણ બીજા એવા ઘણા ભાવો છે કે જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. વિપરીત ભાવોને ભજતા હોય છે, જેને બાલ તપસ્વી કહેવામાં આવે છે. અર્થાત્ ઘોર તપશ્ચર્યા કર્યા પછી પણ તેમને સાચી દિશા ઉપલબ્ધ હોતી નથી અને આવા બાલ તપસ્વી પુનઃ મોહદિ ભાવોમાં આસકત બની અનંત સંસારનો માર્ગ ઉભો કરે છે. અસ્તુ.
'અહીં મોક્ષમાર્ગના અવલંબનમાં જે વિકાર છે અને સાચી દિશા નથી તેનો ઉલ્લેખ કરવા માટે મોક્ષ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે.
મોક્ષ સંબંધી વિચારણા : સર્વ પ્રથમ આપણે મોક્ષના સ્વરૂપનો વિચાર કરીએ. અહીં ત્યારબાદ તદ્ સંબંધી માન્યતા વિષે પણ ઉલ્લેખ કરશું. બહુજ પ્રાચીનકાળથી મોક્ષ એ ભારતવાસીઓનો એક ઉપામ્ય ભાવ ગણાયો છે. ફકત જૈન જ નહીં, પરંતુ ભારતના અધિકતર ધર્મો મોક્ષના આધારે જ પોતાની સાધનાઓનું વિવરણ કરે છે. જ્યારે કેટલાક તત્ત્વચિંતક મોક્ષને નકારી કાઢે છે અને મુકત થવાથી શું લાભ? અનંત કાળ માટે નિષ્ક્રિય સમઅવસ્થામાં નિરાનંદી ભાવે ટકી રહેવું એમને આવકાર્ય લાગતું નથી. તેથી આવા સંપ્રદાય મોક્ષની વિરુદ્ધમાં પણ ફેંસલો આપી “પ્રભુના ભકતો ચાહે ન મુકિત, ચાહે ભવોભવ ભકિત” આવા સૂત્રો પ્રસારિત કર્યા છે અને ભકિત માર્ગને પ્રધાનતા આપી છે. છતાં પણ તેઓ રહી રહીને એમ જ કહે છે કે સાચી ભકિતનું પરિણામ મુકિત જ છે. આમ ભારતવર્ષના ધર્મો માટે મોક્ષ એક પ્રધાન લક્ષ બની બધી સાધનાઓને કેન્દ્રભૂત કરે છે.
અન્ય દર્શનોમાં મોક્ષના પણ વિભિન્ન રૂ૫ છે. સાંનિધ્ય મુકિત ઈત્યાદિ. અહીં તેનું વિવરણ આપ્યું નથી, પરંતુ ઈશારો કર્યો છે કે મોક્ષના વિભિન્ન રૂપો છે. જ્યારે બૌદ્ધ દર્શનમાં મુકિતનો અર્થ સર્વથા પોતાનું અસ્તિત્ત્વ મિટાવી શૂન્યમાં લીન થઈ જવું એવો ભાવ પ્રદર્શિત કર્યો છે. જ્યારે જૈન દર્શન મોક્ષનું સાંગોપાંગ વિવરણ કરી એક નિશ્ચિત અવધારણા આપે છે. મોક્ષનો સામાન્ય અર્થ એ છે કે જન્મ મૃત્યુના ચક્રથી મુકત થવું. સદાને માટે આત્મ સ્વરૂપમાં લીન બની મન, વચન, કાયાના યોગોથી રહિત થઈ, શાશ્વત સ્થિતિને ધારણ કરી લેવી અને વિશ્વનું પ્રતિબિંબ આત્મામાં અથવા જ્ઞાનમાં ઝળકતું રહે તો પણ આ વિશ્વના દુન્યવી તત્ત્વોથી જરાપણ પ્રભાવિત થયા વિના શુદ્ધ સ્વરૂપ જળવાય રહે એવી એક નક્કર સ્થિતિને મોક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. મોક્ષ એ સંસારનું અંતિમ સત્ય છે. સંસારનું સત્ય તે સાપેક્ષ સત્ય છે. અથવા Relative truth છે. જ્યારે મોક્ષની સ્થિતિ તે Real truth છે. મોક્ષ એ નિરપેક્ષ સત્ય છે. તે કોઈપણ પ્રમાણોથી સિદ્ધ થાય તેવું ન હોવા છતાં સ્વતઃ સિદ્ધ પરિસિદ્ધ છે. સમસ્ત ઈશ્વરી ભાવો આ મુકતદશામાં સમાયેલા છે. વ્યવહારનું માયાવી સ્વરૂપ કે વ્યવહારની જે કાંઈ ગતિવિધી છે તેનું કારણ બને છે. પરંતુ અહીં સમસ્ત વ્યવહારનો પરિલોપ થવાથી વ્યવહારથી પર એવી પરમ શાશ્વતદશા મોક્ષની ઉત્તમ, શુદ્ધ, પ્રવાહમય એક, અખંડ, અવિનાશી, નિર્વિશેષ ધારા છે. કહો કે જેને વાસ્તવિક ગંગા કહી શકાય તેવી પુનિત પાવન ગંગા એ મોક્ષની સ્થિતિ છે.
મારા પપ થાય