Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તે આત્મસાધના નથી અને કોરુ જ્ઞાન બહુજ કલ્યાણરૂપ પણ નથી. વસ્તુતઃ જ્ઞાન એ માર્ગદર્શક છે. પરંતુ જ્યાં સુધી તે સમ્યગુજ્ઞાન ન બને ત્યાં સુધી તે મોક્ષમાર્ગની સાધનાનું અંગ બની શકતું નથી. ખરું પૂછો તો સમ્યગુજ્ઞાનમાં પણ બે શબ્દો છે. સમ્યગુ અને જ્ઞાન. જેમ આપણે કહીએ કે શુદ્ધ દૂધ. તો ત્યાં પણ બે શબ્દ છે. શુદ્ધતા અને દૂધ. ગમે તેવું અશુદ્ધ દૂધ ઉપકારી નથી તેવી જ રીતે અહીં જ્ઞાનમાં સમ્યગુભાવ ન જોડાય ત્યાં સુધી જ્ઞાન ઉપકારી નથી. અને આ સમ્યક શબ્દ તે સૂક્ષ્મ ચારિત્રનો પણ બોધક છે. કારણ કે અનંતાનુબંધી કષાય એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્ર મોહનીયની આ ચારેય પ્રકૃતિનો વિલય થવો જરૂરી છે. તેનો વિલય થતાં ચારિત્રના સૂક્ષ્મ ગુણો બીજ રૂપે પ્રગટ થાય છે. એ બધા તત્ત્વો મળીને સમ્યક ઉત્પન્ન થતાં જ્ઞાનમાં તેનો ઉમેરો થાય છે, જ્ઞાન સાથે જોડાય છે. અર્થાત્ જ્ઞાન તદ્રુપ બની જાય છે, આ વખતે એકલું જ્ઞાન નહીં, પણ આ બધા મિથ્યાત્વ અને કષાયના વમન પછીના ઉદ્ભવેલા ભાવો જીવને ઉપકારી થાય છે. એક અપેક્ષાએ કેવળજ્ઞાનનું પણ કોઈ મોટું પ્રયોજન નથી. જ્ઞાનનો સ્વભાવ છે કે અનંત દ્રવ્ય પર્યાયોને જાણે છે તેથી તે કેવળ જ્ઞાન રૂપે પ્રકાશી ઉઠે છે. પરંતુ મુખ્ય ઉપકારક તો ઘાતી કર્મોનો ક્ષય થયા પછી જે નિર્મોહ, અખંડ, અવિનાશી, ગુણાત્મક, સ્વરૂપ શુદ્ધિની નિર્મળ ગંગા વહે છે, તે જ જીવને ઉપકારી છે. અસ્તુ.
શુદ્ધજ્ઞાનનું બંધન : અહીં કહેવાનું તાત્પર્ય છે કે સાધનાના આરંભમાં જ સાધકને ભાન થવું જોઈએ કે જ્ઞાન છોડીને બીજા નિર્મમત્વ નિર્મોહ દશાના ભાવો મોક્ષમાર્ગમાં ઉપકારી છે અને તે માટે “
સ ર્જન વારિત્રાળ મોક્ષમાળા” તેવું ઉમાસ્વામીનું મોક્ષશાસ્ત્રનું સ્વર્ણાકિંત મુકતાફલ જડિત અપૂર્વ સૂત્ર છે તે સાધક માટે પરમ ઉપકારી છે. આ સૂત્રનો મહિમા સમજ્યા વિના કે તેની અવગણના કરી કેવળ બુદ્ધિ પ્રયોગથી જે જીવો અર્થ રહિત ચર્ચામાં જોડાય છે, તેમને , શુષ્કજ્ઞાની કહીને કુપાળુ ગુરુદેવે એક જરૂરી ટકોર કરી છે અને બીજી ટકોર એ છે કે દુઃખની વાત
એ કે જ્ઞાની આ બધા તર્કવાદને મોક્ષનો માર્ગ માને છે. આમ તેમની બેવડી દુર્દશા છે અને $ આ બેવડી દુર્દશાનું નિરીક્ષણ કરવાથી આવા ઉપકારી ભગવત્ સ્વરૂપ પુરુષને કરુણા ઉપજે છે.
પરંતુ તેઓએ મને કરુણા ઉપજે છે એમ ન કહેતા જે કોઈ આ દશાને જોશે તેને પણ કરુણા ઉપજે તેવી સ્થિતિ છે. આખા કટાક્ષનું તાત્પર્ય એ જ છે કે શુષ્કજ્ઞાની બનવું તે ઉલમાંથી નીકળી ચૂલમાં જવા જેવું છે. પાછળ આપણે કહી ગયા, તેમાં ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાન એ બને ઊંડા શલ્ય છે અને તેની ચિકિત્સા વિના એ જીવને એવો ફટકારો કરે છે અને એવી પીડા આપે છે કે તેનો વિચાર કરતા જ કરુણા પ્રગટે.
“માને મારગ મોક્ષનો” આ પદમાં મોક્ષ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને સાથે સાથે મોક્ષની વિપરીત માન્યતાનો આભાસ આપ્યો છે. મોક્ષ અને મોક્ષનો મારગ બને વિષે વિપરીત કલ્પના પ્રવર્તતી હોય છે. અહીં માર્ગ વિષે વિપરીત માન્યતાનો ઉલ્લેખ કર્યો છે. આ માન્યતા અર્થાત્ વિપરીત માન્યતા બે રીતે અસ્તિત્ત્વ ધરાવે છે. કોઈ વ્યકિત જાણી બુઝીને પણ વિપરીત ભાવનો પ્રચાર કરે અને કોઈ વ્યકિત અજાણતા સહજ ભાવે વિપરીત ભાવને સાચો માની તેનું અવલંબન
શશ મા
શાળાજા:શાશtter પ૪ શાળ