Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
P
(૧) કોઈ ક્રિયાજડ છે પણ શુષ્કજ્ઞાની નથી. (૨) શુષ્કજ્ઞાની છે પણ ક્રિયાજડ નથી. (૩) ક્રિયાજડ પણ છે અને શુષ્કજ્ઞાની પણ છે. (૪) ક્રિયાજડ પણ જડ’નથી અને શુષ્કજ્ઞાની પણ નથી.
આ ચોથો ભંગ દ્વિવિધ છે. (૧) એકેન્દ્રિયાદિ સ્થાવર જીવો તથા વિકલ અવસ્થાવાળા જીવો અને (૨) ચોથા ગુણસ્થાન પછી સમ્યમ્ અવસ્થા પણ હોય છે. ચોથા ભંગનો પ્રથમ ભાંગો અવિકસિત અવસ્થા છે ને બીજો ભંગ વિકસિત અવસ્થા છે. અવિકસિત અને વિકસિત અવસ્થાની વચ્ચે બાકીના ત્રણેય ભાંગી જોવા મળે છે. આ રીતે આપણે અહીં શાસ્ત્રીય દષ્ટિએ શુષ્કજ્ઞાનીની વ્યાખ્યા કરી. હવે આગળ શુષ્કજ્ઞાની કહેવામાં અધ્યાત્મયોગીનું શું તાત્પર્ય છે તેનું વિવરણ કરશું.
અહીં જ્ઞાનની ચર્ચા ચાલે છે ત્યારે જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનની ઉપયોગિતા અને જ્ઞાનથી થતાં આઘાત-પ્રત્યાઘાત પણ સમજવા જોઈએ. આમ જ્ઞાન અને પરિજ્ઞાન આ બે શબ્દથી સમજાશે , જ્ઞાનને જાણવું એ પણ જ્ઞાન છે અને જ્ઞાનના પાર્શ્વવર્તી બધા ભાવોને સમજવા તે પરિજ્ઞાન છે. વસ્તુતઃ એકલું જ્ઞાન જીવ માટે બહુ ઉપકારી હોતું નથી. જ્ઞાન ફકત જાણવાનું કામ કરે છે. ઘણી વખત અજ્ઞાન અવસ્થામાં પણ જીવ અલ્પ સમય માટે શાંતિનો ઉપભોગ કરતો હોય છે. જે
. જીવાત્મા માટે સુખ દુઃખ કે મોહાદિ કરનારા કે બંધન કરનારા બીજા ઘણા કારણો છે. જેનાથી જીવ અનંત કાળથી દુઃખ ભોગવે છે, પરાધીન છે અને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે. આ બધી મોહજાળમાંથી મુકત થવા માટે એકલું જ્ઞાનતત્ત્વ પર્યાપ્ત નથી, કારણ કે જ્ઞાન તો નિષ્ક્રિય જ્ઞાતા તત્ત્વ છે. પરંતુ જ્ઞાન થયા પછી જે પરિબળો જીવાત્મા ઉપર આઘાત કરે છે તે પરિબળનો પરિહાર કરવા માટે બીજા આવશ્યક ઉપકારી ઘણા ગુણો જરૂરી છે અને એ ગુણોની પર્યાય ન ખીલે ત્યાં સુધી જ્ઞાન અપંગ, વિકલાંગ બની રહે છે. આવા જ્ઞાનને શુષ્કજ્ઞાન કહેવાય. શુષ્ક જ્ઞાન સ્વયં જીવને બુદ્ધિવાદમાં ઉલજાવે તો છૂટવાની જગ્યાએ તે વધારે ફસાતો જાય છે. આવું જ્ઞાન બીજા ગુણોની અવગણના કરી અહંકાર આદિ દોષોનું અવલંબન કરે છે અને તેથી એ શુષ્કશાની જીવ ફળ વગરના વૃક્ષ જેવો લીલોછમ હોવા છતાં પોતાનો કે બીજાનો ઉપકાર કરી શકતો નથી. આ વૃક્ષના બધા પાંદડાં સૂકાઈ જતાં સૂકાયેલા ઝાડની જેમ છાંયો પણ આપી શકતો નથી. સૂકાયેલી વસ્તુને શુષ્ક કહેવાય છે. એમ આ શુષ્કશાની શીતળતાનો પણ અનુભવ કરતો નથી. જે સરોવરમાં પાણી ન હોય તો એવું સુકાયેલું સરોવર એક અનાવશ્યક ખાડા જેવું ઉપકારને બદલે નુકશાનકર્તા પણ બની શકે છે. તેમ આ શુષ્કજ્ઞાની સૂકાયેલા સરોવર જેવો છે.
અહીં વસ્તુતઃ જ્ઞાન સાથે શુષ્ક વિશેષણ બંધ બેસતુ નથી. કારણ કે જ્ઞાન કયારેય પણ સુકાતું નથી અને તેથી તેવો અજ્ઞાની જીવ પણ સૂકાતો નથી. તે બુદ્ધિવાદની ક્રિયાથી ભરેલો હોય છે. અહીં શુષ્ક શબ્દનો શબ્દાર્થ ન કરતાં ભાવાર્થ ગ્રહણ કરી શુષ્કનો અર્થ નિરર્થક, વ્યર્થ, અર્થહીન, નિર્ગુણ, અનુપકારી, નિષ્ફળ, અવ્યાવહારિક, લક્ષહીન અને મિથ્યાભાવથી સયુંકત એવો વિશાળ અર્થ કરવો પડશે. ઉર્પયુકત બધા વિશેષણો જે વ્યકિતની સાથે જોડાય તે આ શાસ્ત્રકારની દષ્ટિએ શુષ્કશાની છે. શુષ્કજ્ઞાની કહેવાથી એ વાત તરફ આપણું લક્ષ દોરવામાં આવ્યું છે કે કોરો બુદ્ધિવાદ
હાર પ૩
2:30