Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિવેકશૂન્યતા હોય છે. જેમ કોઈ વ્યકિત માલિકની તલવારથી માલિકનું માથુ કાપે તો તેમાં તલવાર જરાપણ આનાકાની કરતી નથી. અર્થાત્ તે ક્રિયાશીલ બન્યા પછી પણ વિવેકશૂન્ય છે. જડનો અર્થ ફકત નિષ્ક્રિયા પૂરતો સીમીત નથી પરંતુ તે વિવેકશૂન્યતાનો દ્યોતક છે. વિવેકશૂન્ય હોવાથી સત્, અસત, ધર્મ—અધર્મ કે સ્વભાવ–વિભાવનો ભેદ પારખી શકાતો નથી. ક્રિયા છે, પરંતુ લક્ષહીન ક્રિયા છે. ક્રિયાના આચરનાર વિવેકશૂન્ય બની ક્રિયા કરે છે, અથવા તેમનો વિવેક પણ વાસ્તવિક વિવેક ન હોવાથી વિપરીત વિવેક હોય તો તે પણ વિવેકશૂન્યની બરાબર જ છે. એક વૈદ શું રોગ છે ? તેનો વિવેક કરી શકતા નથી, અથવા રોગનું વિપરીત નિદાન કરે તો બન્ને અવસ્થામાં તેમની વિવેકશૂન્યતા જ છે. અહીં જડનો અર્થ વિવેકશૂન્યતા થાય છે.
હવે આપણે વિચારીએ કે આવા વ્યકિતને જડ કહેવાનું શું તાત્પર્ય છે ? કારણ કે બધા જડ પદાર્થો પણ ગુણહીન હોતા નથી. જડ પદાર્થો પણ પોતાના ગુણધર્મોના આધારે સંસારનો ઉપકાર જ કરતા હોય છે, અને વસ્તુતઃ જો નિરીક્ષણ કરીને જોઈએ તો જડ પદાર્થ સ્વયં હાનિકારક હોતા નથી પરંતુ જીવાત્માના કે પ્રાણીઓના દુર્ભાવ કે ભૂતકાળના દુષ્કર્મ ઉદય પામે ત્યારે તેઓ જડ પદાર્થથી ઉત્પન્ન થતા સંકટના શિકાર બને છે. વરના આખું પુદગલ દ્રવ્ય પરમાણુથી લઈ અને મહાસ્કન્ધ સુધી વિશ્વના નિર્માણમાં અને બધા કાર્યોમાં પોતાની ગુણવત્તાને આધારે ઘણો મોટો સહયોગ પૂરો પાડે છે. જ્ઞાનીઓનું મહાપ્રવચન પણ ભાષા પ્રદ્ગલોના નિમિત્ત પામીને જ પ્રગટ થાય છે. તીર્થંકરોનો મહાપુણ્યમય દેહ પણ જડ દ્રવ્યોના આધારે બનેલો છે. સ્વતઃ જડ પદાર્થ પોતાના ગુણધર્મ અને ગુણ પર્યાયોના આધારે સંપૂર્ણ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તે જડ હોવા છતાં તેના દુષ્પ્રભાવ ચેતન દ્રવ્યના આધારે જ ઉદ્ભવે છે. એટલે એકાંતે જડ કહેવાથી જડ દ્રવ્યો ઉપર કોઈપણ પ્રકારનો આરોપ મૂકી શકાય તેમ નથી, કવિરાજે અહીં આવા સાધકને જડ કહયા છે. તે પોતાના ગુણધર્મોથી વિચલિત થઈ, પર દ્રવ્યોના ગુણધર્મ જેવું આચરણ કરે છે, તેથી તે જડ ન હોવા છતાં જડનું પ્રતિબિંબ બની જાય છે. અહીં ફકત ક્રિયા કરનારા જીવને જડ કહ્યા છે તેનો અર્થ એ છે કે તેમની ક્રિયાઓનું પ્રતિફળ ચેતનને પણ ઉપકારી નથી અને જડને પણ ઉપકારી નથી. વિવેકશૂન્યતાના આધારે જલ તાડનમ્ જેવી સ્થિતિ પેદા થાય છે.
જેમ કોઈ નદીને કિનારે બેસેલો માણસ હાથમાં લાકડી લઈ વગર કારણે પાણીમાં લાકડી મારતો રહે તો તે ફળશૂન્ય ક્રિયાનો ધારક છે. તે જ રીતે અહીં ક્રિયાજડનો અર્થ એ થાય છે કે ક્રિયા કરે છે તે ફળ રહિત છે અને વિવેકશૂન્ય છે.
હવે આપણે જરા ક્રિયા વિષે વિચાર કરીએ. સાધારણ ધાર્મિક આચરણને ધર્મક્રિયા કહેવામાં આવે છે, આ ક્રિયા તે નાના મોટા વ્રતોના આધારે, માન્યતાના આધારે, વિધિ વિધાનના આધારે કે ગુરુઓના આદેશના આધારે આચરવામાં આવતી હોય છે. સામાન્ય ક્રિયાનો આધાર મન, વચન ને કાયાનો યોગ છે. યોગ નિતા ાિવિયા નનયોઃ । ક્રિયા માત્ર તે યોગની પ્રવૃતિ છે અને યોગની બધી પ્રવૃત્તિ ક્રિયાજનક છે. અર્થ એ થયો કે યોગની પ્રવૃતિ એ ક્રિયા છે અને ક્રિયાનો આધાર યોગ છે. મૂળ શાસ્ત્રોના આધારે કેટલીક ક્રિયાઓ એવી છે કે સ્વથા અર્થાત્ સ્વતઃ થાય છે. જેમ કે પુદ્ગલ દ્રવ્યની ક્રિયા. આ ક્રિયા યોગ જનિતપણ નથી. સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્ય સદા
૪૬