Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આ ચર્ચામાં વધારે ઊંડાણમાં ન જતાં અહીં આપણે એટલું જ કહેવાનું છે કે જૈનદર્શન પ્રમાણે બધા દ્રવ્યો ક્રિયાશીલ છે. પછી તે નૈમિત્તિક હોય કે સ્વાભાવિક હોય, પરંતુ ક્રિયારહિત કોઈ પદાર્થ નથી. આ ક્રિયા સમયને આધારે પરિવર્તન પામે છે અને સ્થાનને આધારે ગતિશીલ બને છે. એટલે ગતિ અને પરિવર્તન એ બંને ક્રિયાના આધાર છે.
અહીં આપણે ધર્મક્રિયાની વાત કરી રહ્યા છીએ. જે જીવાત્મા જ્યારે ધર્મ – અધર્મનો વિવેક કરે છે અથવા પાપ-પુણ્યની માન્યતા સ્વીકારે છે ત્યારે તેને અનુકૂળ તેવી મન-વચન અને કાયાની ક્રિયાઓ શરુ થાય છે. ક્રિયા એ ભૌતિક તત્ત્વ છે, તેની સાથે ભાવોનો આર્વિભાવ થાય છે, ત્યારે તે ક્રિયા ધર્મક્રિયા હોઈ શકે, અને એ જ રીતે ક્રોધાદિ સહિતની ક્રિયા કલંકિત થાય તો તેને પાપક્રિયા કહેવામાં આવે છે. વસ્તુતઃ ક્રિયા એક યોગોનું સંચલન છે. પરંતુ તેમાં જે ભાવો વણાય છે તે જ મુખ્યરૂપે મૂલ્યાંકન પામે છે. આમ ક્રિયાને ધર્મક્રિયા સાથે સંબંધ થાય છે અને ક્રિયા તે સાધારણ રૂપે વ્યકિતની સંપતિ બની જાય છે.
ક્રિયાની જડતા : ક્રિયા જ્યારે નિરંતર થાય છે, ત્યારે તેમાં ભાવોની પ્રધાનતા ઘટી જાય છે અને સંસ્કારને આધારે તે ક્રિયાઓ ચાલતી જ રહે છે. ત્યારે ક્રિયામાં એક પ્રકારની જડતા ઉદ્ભવે છે. જો કે આ જડ શબ્દ કે જડતા શબ્દ બિસ્કુલ અયોગ્ય છે. પરંતુ વ્યવહારમાં અનુપયોગી, વિવેકશૂન્ય જડ કહીને બોલાવાય છે જેથી આપણે પણ જડતા કહીયે છીએ. યોગીરાજે પણ જડ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપર આપણે કહી ગયા છીએ કે ક્રિયામાં જડતા સંભવતી નથી. જડનો અર્થ નિષ્ક્રિય થાય છે. માટે ક્રિયાશીલ તત્ત્વને જડ કહેવા એ તર્કદ્રષ્ટિએ વિરુદ્ધ છે. પ્રાણ વગરની ક્રિયા એક સમાન ચાલતી રહે અને તેનાથી જે પરિણામ ઉત્પન્ન થવું જોઈયે તે ન થાય તે ક્રિયાને અથવા તે ક્રિયાના આચરનારને વ્યર્થ કહી શકાય છે. જેમ કે કોઈ ચક્કીમાં અનાજ પીસાઈ રહ્યું છે, અનાજ ખતમ થઈ ગયું, તો પણ એકલી ચક્કી ચાલતી રહે તો તે સ્થિતિને સર્વથા નિરઉપયોગી અને હાનિકારક કહેવી જોઈયે. એ જ રીતે અહીં ધર્મક્રિયામાં ગુણવત્તાનો અભાવ થવાથી તે ક્રિયા વ્યર્થ બની જાય છે. અર્થાત્ હાનિકારક પણ બને છે અને તેને કોઈ મુકિતનો માર્ગ માને તો તે બહુજ ભૂલમાં છે એમ કહેવું જોઈએ.
આ ધર્મક્રિયાઓ આચરણરૂપે, પૂજાપાઠ રૂપે, જાપ રૂપે કે બીજી કોઈ પારસ્પરિક (ટ્રેડિશનલ) રીતે ચાલતી હોય કે મોટી તીર્થયાત્રા રૂપે ગતિશીલ હોય પરંતુ તેમાં વિવેકનો અભાવ હોય તો તેવા ક્રિયાધારકને અહીં મહાન આત્મા શ્રીમદ્ “કોઈ ક્રિયાજડ” થઈ રહયા એમ કહે છે. અસ્તુ. આટલી ક્રિયાની વ્યાખ્યા કર્યા પછી, આપણે બીજો જે કટાક્ષ જે શુષ્કજ્ઞાની રૂપે મૂકવામાં આવ્યો છે તેનું આત્યંતર નિરીક્ષણ કરશું.
ક્રિયાજડ પછી સાથોસાથ શુષ્કજ્ઞાની શબ્દ મૂકયો છે, અને આ રીતે બે ભાવ વિભકત કર્યા છે. કારણ કે બહુ પ્રાચીન સમયથી “જ્ઞાન વિયાખ્યાં મોક્ષ” !
જીવાત્મા કે કોઈપણ જીવરાશિ જ્ઞાન અને પ્રવૃતિ અર્થાત્ ક્રિયાથી યુકત હોય છે. જીવ સમ્યગુદષ્ટિ ન બને ત્યાં સુધી જ્ઞાન એ અજ્ઞાન બની રહે છે અને ક્રિયા પણ પ્રાયઃ પાપ બંધનનું કારણ બને છે પરંતુ અજ્ઞાની જીવોમાં કષાયોનો ક્ષયોપશમ થાય કે કષાય મંદ થાય ત્યારે તે ક્રિયા
: 32:
53:::::