Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
:
- 8
પુણ્યબંધનું પણ કારણ બને છે, પરંતુ આ પુણ્ય સર્વથા નિર્મળ હોતું નથી. અસ્તુ. / અહીં આપણે જ્ઞાન અને ક્રિયા એ જીવ સાથે જોડાયેલા બે ભાવ છે. જેને જૈન દર્શનમાં ઉપયોગ અને યોગ કહેવામાં આવે છે. ઉપયોગ તે જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને યોગ તે ક્રિયાશીલ હોય છે. આ રીતે નિહાળતા જ્ઞાન અને ક્રિયા, તે ઉપયોગ અને યોગનું સ્વરૂપ છે. “યોગઃ ક્રિયાશીલ” યોગ સદા ક્રિયાશીલ હોય છે. જૈન સાધનામાં સમિતિ અને ગુપ્તિનું પ્રમુખ સ્થાન છે. સમિતિ તે પ્રવૃત્તિમય છે અને ગુપ્તિ તે નિવૃત્તિમય છે. એટલે જ્યારે યોગ શુભ રીતે પ્રવર્તમાન હોય અને ઉપયોગ શુદ્ધ હોય ત્યારે તે સમિતિ કહેવાય છે અને યોગ જ્યારે નિવૃત્તિમય હોય અને શુદ્ધ ઉપયોગ હોય ત્યારે તે ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ તે ક્રિયાની નિવૃત્તિ છે. પરંતુ આ કથન તારતમ્યભાવે કહેવામાં આવ્યું છે. કારણ કે યોગની પ્રવૃત્તિ અનાવશ્યક હોય તેને ઘટાડીને તેની માત્રા ઓછી થાય અથવા સ્થૂળ રીતે યોગ શાંત થાય અને તે પણ ફકત વચન અને કાયાના યોગ પૂરતું સીમિત છે. મનોયોગ તે પણ અનાવશ્યક વિકલ્પોથી મુકત થઈ એકાગ્ર ધ્યાનરૂપ થાય, ત્યારે આ ત્રણે યોગો ગુપ્તિમય બને છે. પરંતુ વાસ્તવિક સૂક્ષ્મ દૃષ્ટિએ યોગ સર્વથા ક્રિયાહીન બનતા નથી. પ્રત્યેક ક્ષણે ત્રણે યોગની સૂમ ક્રિયા ચાલુ રહે છે અને આ સૂક્ષ્મક્રિયા તેરમા ગુણસ્થાન સુધી સયોગી કેવળી રૂપે પણ ક્રિયાશીલ હોય છે. જ્યારે મુકત આત્મા ચૌદમા ગુણસ્થાનનો સ્પર્શ કરે અને અયોગી અવસ્થા આવે ત્યારે યોગનો જ અભાવ થતાં ક્રિયાનો અભાવ થઈ જાય છે અને એકાકી શુદ્ધ નિર્મળ જ્ઞાન ટકી રહે છે. આમ ચૌદમા ગુણસ્થાને જ્ઞાન અને ક્રિયાની જોડી વિખૂટી પડે છે. કહેવાનું તાત્પર્ય થયું કે સાંસારિક અવસ્થામાં જીવની બે મુખ્ય શકિતઓ જ્ઞાન અને ક્રિયા અથવા ઉપયોગ અને યોગ તે બરાબર સંકળાયેલા રહે છે. જ્ઞાન તે નિષ્ક્રિય છે. અર્થાત્ ઉપયોગ નિષ્ક્રિય છે, અને યોગ તે ક્રિયાશીલ છે.
જ્ઞાનની ક્રિયાશીલતા : જ્ઞાનને નિષ્ક્રિય કહ્યું છે તે બીજી કોઈ સ્થૂળ ક્રિયા કરતું નથી. પરંતુ સ્વતઃ પોતાની પર્યાય કરે છે. આમ પરમ નિશ્ચયની દષ્ટિએ જ્ઞાન જ્ઞાનની ક્રિયાથી યુકત છે. જ્ઞાનને નિષ્ક્રિય કહેવાનો અર્થ એટલો જ છે કે તે બીજા દ્રવ્યોમાં સંચાલિત થતું નથી કે સંચાલન કરતું નથી. પરંતુ દ્રષ્ટારૂપે, જ્ઞાતારૂપે તે નિરાળુ રહે છે. આમ જ્ઞાન અને ક્રિયાનો સ્પષ્ટ વિવેક થયા પછી અહીં જ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. શુષ્કજ્ઞાની અને ઉચિતજ્ઞાની. જ્યારે કવિ શુષ્કજ્ઞાની તરીકે કોઈને સંબોધન કરે છે, ત્યારે જેઓ શુષ્કશાની નથી, તેવા જ્ઞાનીને અશુષ્કજ્ઞાની, ઉચિતજ્ઞાની, સમ્યગુજ્ઞાની કે યથાર્થ જ્ઞાની શબ્દોથી સંબોધવા જરૂરી છે. સાધારણ રૂપે જ્ઞાન અને અજ્ઞાનના બે ભેદ સ્પષ્ટ છે. તે દષ્ટિએ શુષ્કજ્ઞાની એ અજ્ઞાનીની કોટિમાં ગણી શકાય. આમ અજ્ઞાનદશામાં રહેલા જીવ કોઈ ક્રિયાજડ છે તો કોઈ શુષ્કજ્ઞાની છે, તેમ શાસ્ત્રકારનું કથન છે.
અસ્તુ.
શુષ્કજ્ઞાન : હવે આપણે શુષ્કજ્ઞાન શું છે તેના ઉપર થોડો વિચાર કરીએ. જેમ ક્રિયામાં વિવેકશૂન્યતા છે તે ક્રિયાજડ કહેવાય છે. તે જ રીતે જ્ઞાન અથવા બૌધ્ધિક તર્કમાં અથવા બુદ્ધિ ભરેલી તર્કયુકત વાણીમાં વિવેકનો અતિરેક થાય અથવા તર્કનો આશ્રય છોડી કુતર્કનો આશ્રય કરી બુદ્ધિ જ્યારે ભ્રમજાળમાં ફસાય ત્યારે તે કોરો જ્ઞાની બની જાય છે. અર્થાત્ તેના વાદવિવાદ કે
TERSELLESIASISUSTUSSUUNASHLESERSLENS
yo