Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ:” તેવો મોક્ષસૂત્રનો ઉમાસ્વામીનો બુલંદ ઉદ્ઘોષ, જે ૭ આપણા ગરુદેવે ઝીલ્યો છે, જેને વિષે તેઓ અગોપ્ય ભાવે વર્ણન કરશે, અથવા સાચું નિદાન આપી, સાચી ઔષધિનું પણ માર્ગર્દશન કરશે. જેના ઉપર વિવેચન થવાનું છે તે મુખ્ય વિષય જ્ઞાન અને શ્રદ્ધાનો છે. તેના ઉપર મનુષ્ય જીવનનું આખુ તંત્ર ગોઠવાયેલું છે.
દર્શનની મીમાંસા : દર્શન એ જ્ઞાનની પૂર્વભૂમિકાનો સામાન્ય બોધ છે. જેને દાર્શનિકોએ દર્શન શબ્દથી અવબોધ કરાવ્યો છે. જ્ઞાનની ઉત્પતિનો ક્રમઃ–
(૧) દર્શન – છે નું ભાન
(૨) વ્યંજના અવગ્રહ કંઈકનું ભાન
કંઈક છે નું ભાન
આ લાગે છે. (યથાર્થ અથવા અયથાર્થ, ધર્માત્મક અથવા સત્યાત્મક) નિર્ણય, આ છે (યથાર્થ અથવા અયથાર્થ)
(૩) અર્થાવગ્રહ
(૪) ઈહા
(૫) અવાય
(૬) ધારણા સંસ્કાર કાયમની સ્મૃતિ અથવા અવધિવાળી સ્મૃતિ
જ્ઞાનનો ઉત્ત્પતિ ક્રમ :- કોઈપણ જ્ઞાનના ક્ષયોપશમ પહેલા તત્સંબધી સામાન્ય બોધ થવો આવશ્યક છે. જેને દાર્શનિક ભાષામાં દર્શન કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રમાં વર્ણિત પાંચે જ્ઞાન સાથે પણ દર્શન જોડાયેલું છે. જેમ કે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન, આ બન્ને દર્શન મતિ અને શ્રુતની પૂર્વભૂમિકાનું વહન કરે છે. જ્યારે અવધિદર્શન તે અવધિજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે અને એ જ રીતે કેવલજ્ઞાનમાં પણ કેવલદર્શન થવું આવશ્યક છે. મનઃપર્યયજ્ઞાનને છોડી બધા જ્ઞાનો દર્શનની અપેક્ષાવાળા છે. મન:પર્યયજ્ઞાન સ્વયં વિશેષજ્ઞાન હોવાથી તેને દર્શનની અપેક્ષા નથી. આમ જ્ઞાનની પૂર્વમાં દર્શન બહુજ મહત્વપૂર્ણ આધ્યાત્મિક ભાવ છે. દર્શનના અભાવમાં જ્ઞાનનો પ્રવાહ અટકી જાય છે. દર્શન થયા પછી અજ્ઞાન, સંશય, ધર્માત્મક જ્ઞાન એવી બધી ભૂમિકાઓ આવે છે. પરંતુ અહિં તેનું વિશેષ વર્ણન ન કરતા દર્શન ઉપર ટૂંકો પ્રકાશ આપશું.
-
-
-
દર્શન :- દર્શનનો બોધ બે પ્રકારની અવસ્થાવાળો છે. (૧) સમ્યક્ અને (૨) મિથ્યા. દર્શન પોતે મિથ્યા પણ નથી અને સમ્યક્ પણ નથી. પરંતુ સમ્યગ્ભાવ સાથે જોડાય ત્યારે તે સમ્યગ્ દર્શન બની જાય છે અને મિથ્યા ભાવો સાથે જોડાય ત્યારે મિથ્યાદર્શન બની જાય છે. જેમ કોઈ ખાનદાન ઘરની નિર્દોષ કન્યા કોઈ ચરિત્રવાન પુરુષ સાથે જોડાય ત્યારે તેનું જીવન ઉત્કૃષ્ટ બની જાય છે અને એ જ કન્યા કોઈ દુષ્ટ પુરુષ સાથે જોડાય તો તેનું જીવન આદરણીય રહેતું નથી. તે જ રીતે દર્શન એ નિર્દોષ ભાવ છે.
દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ હોય છે. અને દર્શન મોહનીયના ઉદયથી જે ભાવો ઉદ્ભવે છે તે મિથ્યા હોય છે. એક મોહાત્મક અને સંસારની માયાવાળો ભાવ છે, જ્યારે બીજો નિર્મોહ દશાવાળો, અધ્યાત્મમૂલક આત્મદૃષ્ટિ ભરેલો સમ્યક્ ભાવ હોય છે. અહીં દર્શન મોહનીયમાં ‘દર્શન’ શબ્દનો ઉપયોગ કરવાનું એટલું જ પ્રયોજન હતું કે આ કર્મ નિર્દોષ દર્શનમાં મોહ તત્ત્વનું વિષ ઘોળે છે અને દર્શન મિથ્યા બની જાય છે.
૪૧