Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહિં પાઠકે સ્પષ્ટ સમજી લેવાની જરુર છે કે દર્શન બે નથી. પરંતુ દર્શનમોહનીયના ઉદય અને ક્ષયોપશમના કારણે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉદ્દભવેલુ દર્શન બે ભાગમાં વિભકત થઈ જાય છે. જેને આપણે મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શન તરીકે ઓળખીએ કરીયે છીયે. જેમ જ્ઞાન બે પ્રકારનું નથી, પણ મિથ્યાત્વના આધારે જ્ઞાન મિથ્યાજ્ઞાન બની જાય છે. જ્યારે સમ્યક ભાવોના આધારે જ્ઞાન સમ્યગુજ્ઞાન બની જાય છે. તે જ રીતે દર્શનનું પણ સમજવું રહ્યું. ઘણા ભાઈઓ બહેનો દર્શનની વ્યાખ્યા કરવામાં ગુંગળાઈ છે અને બોલી નાંખે છે કે દર્શનાવરણીય કર્મનું દર્શન જુદું છે અને દર્શનમોહનીયનું દર્શન જૂદું છે. જ્યારે હકીકતમાં આમ નથી. પરંતુ સ્પષ્ટ બોધના અભાવે આમ વ્યાખ્યા થતી હોય છે. જેથી આ બોલનો સ્પષ્ટ ખુલાસો કરી ધારણા કરાવવામાં આવી છે. અસ્તુ.
અહીં આપણે મોક્ષમાર્ગ બાબત થોડો વિચાર કરી રહ્યા હતા, અને આ મોક્ષમાર્ગમાં સમ્યક દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રની ત્રિવેણી પ્રધાન તત્ત્વ છે. આ માર્ગને કવિશ્રી અગોપ્ય ભાવે અર્થાત્ તેમની આભામાં જરાપણ અંધારુ નથી, બધું સ્પષ્ટ દષ્ટિગોચર દેખાય છે, તેથી અગોપ્ય ભાવે બતાવી “ભાખ્યો અત્ર અગોપ્ય” એવું આત્મસિદ્ધિનું અમર વાકય આ બીજી કડીમાં ઝળકી રહયું છે.
આપણે અહીં “ભાખ્યો” “અત્ર' અને “અગોપ્ય” એ ત્રણેય શબ્દો ઉપર અત્યંત ઊંડાણથી અતિ દુર્લભ એવી સૂક્ષ્મ ચર્ચા શબ્દનયના આધારે, ગુણાત્મક ભાવોને આધારે અને ગૂઢ ભાવોને આધારે સ્પષ્ટ કરી છે. હવે ત્રીજી કડીમાં પ્રવેશ કરવાનો અવસર આવ્યો છે, જેનું વિવેચન આગળ થશે.
Is ૪૧ લી. "