Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
થા
પૂર્વમાં કરી ગયા છીએ.)
અહીં કવિશ્રી આ પડદાને ઊંચો કરીને અગોપ્ય ભાવે સ્પષ્ટ પ્રગટરૂપે મોક્ષમાર્ગનો પ્રકાશ કરશે.
અહિંયા આપણે તપાસીએ કે આ મોક્ષમાર્ગ શું છે ? જો કે સ્વયં આત્મસિદ્ધિશાસ્ત્ર આ વિષય ઉપર ઊંડો પ્રકાશ પાથરશે, પરંતુ તે પહેલા જે વિષય ઉપર આગળ ચર્ચા થવાની છે તેની થોડી રૂપરેખાનું આલેખન કરીયે.
સંસ્કાર અને બુદ્ધિની કાર્યશીલતા : સંસારમાં મનુષ્ય એ એક એવું પ્રાણી છે જે સામાન્ય રીતે બુદ્ધિપ્રધાન ગણાય છે, પરંતુ ઘણા અંશે તે બુદ્ધિપ્રધાન હોવા છતાં તે બહુ અંશે સંસ્કારપ્રધાન છે. મનુષ્ય જીવનની સમગ્ર ક્રિયાશીલતા, બુદ્ધિ અને સંસ્કારને આધારે ચાલે છે. આમ હોવા છતાં પણ એક એવું તત્ત્વ છે, જે ફકત જીવનનો જ નહીં, પૂરી સંસ્કૃતિનો અને સમગ્ર શાશ્વત સાધનાનો પણ અધાર છે અને તે છે શ્રદ્ધા. આ શ્રદ્ધાને ભિન્ન ભિન્ન રૂપે બધા શાસ્ત્રોમાં કે સાધનાઓમાં વ્યાપક સ્થાન આપવામાં આવ્યું છે. ભકિતયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભારતીય સંસ્કૃતિના આ ત્રણ સામાન્ય યોગ ઉપરાંત જૈનધર્મના જ્ઞાન, ચારિત્ર અને દર્શન જે ત્રિયોગ સાધના છે તે બધા યોગોના મૂળમાં ભારોભાર શ્રદ્ધાને અવકાશ છે. એમ કહો કે સાધનાનું આખું શિખર આશ્રદ્ધને પાયા ઉપર જ ઉભું છે. શ્રદ્ધા ડોલે બધું ડોલે છે. શ્રધ્ધા સ્થિર થાય, ત્યારે બધુ સ્થિર થાય. પરંતુ, પ્રકૃતિના પરિણમન નિયમમાં આ શ્રદ્ધા બે ભાવમાં વહન કરે છે. યથાર્થ અને વિપરીત. જેમ કોઈ એક નદી યથાર્થ વહન કરતી હોય તો તે હિતકારી નીવડે છે પણ વિપરિત વહન થાય તો ગામ, દેશને ડૂબાડે છે. તેમ શ્રદ્ધામાં વિપરીત શ્રદ્ધાનું ભારોભાર જોખમ છે.
જીવનની સાધનામાં અથવા જૈનદર્શનમાં, પ્રધાનરૂપે બે તત્ત્વોની સ્થાપના કરી છે. શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા ભાવાત્મક છે, ગુણાત્મક છે અને અખંડ છે. ત્યારે ચારિત્ર ક્રિયાશીલ છે, ખંડ ખંડ સાધ્ય છે અને કયારેક રૂપાત્મક પણ છે, આ બન્ને તત્ત્વો સાધના રૂપી અથવા મોક્ષરૂપી વૃક્ષના જબરજસ્ત મૂળ છે. જે અમૃત રસ ગ્રહણ કરી આત્મરૂપી વૃક્ષમાં અમૃતરૂપી ફળોનું સર્જન કરે છે. જેથી શ્રદ્ધાને આવકાર્ય માની તેની પૂર્ણ સ્થાપના કરી છે. યોગ્યતા અનુસાર ચારિત્રનો આદર કરી તેની આવશ્યક સ્થાપના કરી છે. આથી સમજાય છે કે શ્રદ્ધા, એ પ્રધાન તત્ત્વ છે. આ શ્રદ્ધા અને ચારિત્રને સ્પષ્ટ કરનાર જ્ઞાન તત્ત્વ છે. આ બન્ને માર્ગોને જો સાચું માર્ગદર્શન મળે તો જ એ જ્ઞાન સમ્યગુ જ્ઞાન છે, વરના જ્ઞાન પણ અજ્ઞાન છે. આટલી પૂર્વભૂમિકા કર્યા પછી એ નિશ્ચિત થયું કે આ ત્રિવેણી શ્રદ્ધા, ચારિત્ર અને જ્ઞાન અથવા જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, આ રત્નત્રય મુકિતનો માર્ગ છે. શ્રદ્ધાનો દર્શન શબ્દથી પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
એક વિશેષ વાત – દર્શન શબ્દ જૈન તત્ત્વજ્ઞાનમાં ઘણી વખત વ્યાખ્યાકારને ગૂંગળાવે છે. સાધારણ અભ્યાસી એ સ્પષ્ટ કરી શકતી નથી કે દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું દર્શન અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું દર્શન, આ બન્ને દર્શન એક છે કે અલગ અલગ છે. સાધારણ પરંપરામાં બન્નેને જુદા જુદા માની પ્રવાહ પ્રમાણે ઉલ્લેખ થતો હોય છે પરંતુ વ્યાખ્યાકારને વસ્તુતઃ તેનું સ્પષ્ટ ભાન નથી. તો અહીં આ બાબતનો ટૂંકો ઘટસ્ફોટ કરશું.
તારા ૪૦ મા