Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
હોય છે. મોહનીયના ઉપશમભાવો સ્વતઃ કર્મનો પરિપાક થયા પછી નીપજતા હોય છે. કયારેક તીવ્ર જ્ઞાનાદિના પ્રહારથી તે અકાળે પણ ઉપશમે છે.
આપણે મોહનીય કર્મોના તારતમ્ય ભાવને સમજી લઈએ. મોહનીય કર્મ તે આક્ષેપ અને વિક્ષેપ બન્ને પ્રકારના ઉદય ભાવોને ભજે છે. કેટલાક કર્મો આક્ષેપકારી હોવાથી ગુણોને ઢાંકે છે,
જ્યારે કેટલાક કર્મો આક્ષેપ અને વિક્ષેપ બન્ને પ્રકારના ઉદયવાળા હોવાથી ગુણોને ઢાંકે છે અને વિક્ષેપ ઊભો કરી ઉપદ્રવ કરે છે. મોહનીય કર્મ આવા પ્રકારનું વિલેપાત્મક કર્મ છે. અનાદિ કાળ થી કર્મના સંયોગે તે કર્મ સાથે જોડાયેલું છે. તેનાથી ઉપજતા વિભાવો જીવને જ્ઞાનેન્દ્રિયો દ્વારા કે વેદાત્મક ભાવો દ્વારા મનોયોગ દ્વારા ભોગવાય છે. તેની વેશ્યાઓ બની કાયયોગ અને વચન યોગ ઉપર પણ તેનો પ્રભાવ જોવામાં આવે છે. આવા વિભાવોના સ્વાદથી ઘેરાયેલો જીવ પુનઃ પુનઃ ઉ૫ભાવના મીઠા ફળ ભોગવીને રાજી થાય છે અને કડવા ફળ આવે ત્યારે બીજા મીઠા ફળની ચાહના કરે છે. આમ આર્તધ્યાનના બન્ને પાયામાં તેનું રમણ રહ્યા કરે છે. ઈષ્ટ સંયોગમાં સુખવૃત્તિ, ઈષ્ટ વિયોગમાં દુઃખવૃત્તિ, અનિષ્ટ સંયોગમાં દુઃખવૃત્તિ અને અનિષ્ટ વિયોગમાં રાજીપો આ ચારે ભાંગામાં ખેલવાથી તેને બીજી કોઈ આધ્યાત્મિક ભૂમિકાનું ભાન નથી. તેથી એક મોહનીય કર્મના ભોગથી તેને જ અનુકુળ મોહનીય કર્મ ભાવો બાંધીને તૈયાર રાખે છે. આમ તેનો મોહપથ સતત લંબાતો જાય છે. આને જ શાસ્ત્રકારે અનંતાનુબંધી કહેલ છે. જેમ કોઈ કરજદાર કરજો લઈ એ કર્જાને ભરવા માટે બીજો કરજો કરે અને ત્યાર પછી તેની કરજો લેવાની પરંપરા ચાલુ રહે અને તે સદા કરજદાર જ બની રહે. કર્જામાંથી મુકત થાય જ નહીં. બીજા જન્મમાં પણ તેવી લાળ શરુ કરે. આ જ રીતે આ મોહનીય કર્મથી ઘેરાયેલો જીવ નાટકનો અંત કરે નહીં. કોઈ એવા પુણ્યના યોગથી એવી સ્થિતિ આવે કે તેનો પ્રગટ જ્ઞાનભાવ અથવા કોઈ એવા ઉચ્ચકોટિના નિમિત્ત આ મોહરૂપી ચોરને જ ઓળખાવી આપે અને તેને સમજાય કે આ અનિત્ય કષાય વિષયોના ખેલથી ભિન્ન એવું કોઈ શાશ્વત તત્ત્વ હોવું જોઈએ. આ છે જીવની સર્વ પ્રથમ ઊર્ધ્વગામિતાની પ્રથમ શ્રેણી, આ છે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું, આ છે મુકિતની દિશાનું પહેલું સુચન. એક પ્રકારનું અદ્વિતીય, અનુપમ, યથાર્થ ભાવોનું જાગરણ છે. આને અપૂર્વ સ્થિતિ પણ કહી શકાય. છે.
Wઅપૂર્વકરણની વ્યાખ્યા : શાસ્ત્રોકત પદ્ધતિ પ્રમાણે જીવમાં બે વખત અપૂર્વકરણની સ્થિતિ નીપજે છે. એક મિથ્યાત્વનું વમન કર્યા પહેલા મિથ્યાત્વ વમન કરવાની સ્થિતિ થાય અને જીવ સમભાવો તરફ વળે ત્યારે અપૂર્વકરણ થાય છે. અને બીજું અપૂર્વકરણ એ આઠમા ગુણસ્થાને જીવ જ્યારે મોક્ષમાર્ગનો નિર્ણય કરી પ્રથમવાર ઊર્ધ્વદશાનો નિર્ણય કરે છે ત્યારે અપૂર્વ ભાવ થાય છે. ધન્ય છે આ શાસ્ત્રજ્ઞ આચાર્યો અને તે મહાપ્રજ્ઞ પુરુષોના સૂક્ષ્મ ચિંતનને ! જેમણે જીવની પૂર્વ પીઠિકાનું વર્ણન કર્યું છે ! આ ભૂમિકા જ્યારે તૈયાર થાય ત્યારે જીવાત્મા આત્માર્થી બને છે. આ રીતે આપણે આત્માર્થી શબ્દની પૂર્વભૂમિકાનો વિચાર કરી તેની આંતરિક દશાને સ્પષ્ટ કરી
અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મોહની આ અખંડ લીલામાં અપૂર્વ ભાવોથી જે છિદ્ર
REANO ANTER
wonen
32 Agunan