________________
૨૧
કરવાનો અભિગ્રહ લીધે, મુનિએ તેને નિયમના યથાવિધ પાલન કરવાને ઉપદેશ આપે, માછલીઓના વધસ્થાન રૂપ જે જાળ, તે ફાડી નાખી મુનિને નમસ્કાર કરી નન્દક ઘેર આવ્યે, ઘેર આવ્યા બાદ, “તમને લજજા નથી આવતી કે સવારના પહેરમાં ઘેર આવ્યા,” આ પ્રમાણે તેની સ્ત્રી બલવા લાગી અને નિન્દા કરવા લાગી, અરે ! તને ખબર નથી કે વ્યવસાયથી જ જીવન ચાલે છે. અરે તું શું બોલે છે! આ પ્રમાણે નન્દકે તેની સ્ત્રીના બોલવાથી કરીને તમામ હકીકત કહી સંભળાવી, કોધમાં આવેલી સ્ત્રી બેલી ઉઠી હે દુબુદ્ધિ આ તે શું કર્યું ! રે નીચ! મુંડ પાખંડીઓએ તને ઠગે છે. માછલી પકડ્યા વિના તું ભીખારી બની ભીક્ષા માટે રખડીશ! તે તારી આજીવિકાની સાથે સાથે જાલને પણ છોડી દીધી. નન્દકની સ્ત્રીના જેરથી નિકળતા વચને સાંભળી આજુબાજુના બધા માછીમારે ત્યાં ભેગા થઈ ગયા, તેણીએ નન્દકની તમામ હકીકત માછીમારોને કહી, માછીમારેએ કહ્યું કે હે ભદ્ર! આ ઉચિત નથી, તે સમજ, અર્થમાં નુકશાન કરાવે તેને ધર્મ ન માની શકાય, નીચ પાખંડીઓએ આજીવિકાને ઉછેદ કરાવી તને ધર્મની શીખામણ આપી છે. માટે આવા ધર્મની આપણને જરૂર નથી, સુવર્ણ કાન છેદવાના કામમાં આવતું હોય તે તે સુવર્ણની આપણને જરૂર નથી, વળી કુલાચાર પણ ધર્મ છે, માટે આપણે કુલાચાર માછલાં પકડવાને હેવાથી માછલાં પકડવા તે આપણે ધર્મ છે. પિતાના કુલાચારને છેડવાથી ધર્મ કેમ કરી શકાય, તે માટે ઉઠ, અને આવા