________________
૯૩
લાગી, એક રાતના શય્યા ઉપર સુતેલા બકુલને ઉઠાડવા માટે પેાતાના પગની ઠાકર રત્નવતીએ મારી અને મેલી કે સૌભાગ્ય (સુખ)ના બળે આટલા બધા ગવ શા માટે કરા છે ? હું કાંઈ મીઠું વેચવા તમારા ઘરમાં આવી નથી.
હતી. પણ રત્ન
પરંતુ ભગવાન સૂર્યના આદેશથી તમારા ઘેર આવી છું; ત્યારે રત્નવતીની વાતથી બકુલ ખડખડાટ હસી પડયો. એકાએક બકુલના હસવાથી કરીને શકાશીલ અનેલી રત્નવતીએ હસવાનુ' કારણ પૂછ્યુ. પહેલાં તે બકુલે ના કહી. કારણકે પાપટે વાત કરવાની ના, કહી વતીના આગ્રહની સામે બકુલે પોપટની વાત કહી દીધી, હાય ? આ દુષ્ટ પક્ષીએ કેવા ભય′કર અન કર્યો ? આ મારા વૈરીને હું' અવશ્ય મારીશ એમ મનમાં વિચારતી અને મનના કલુષિત ભાવને છુપાવતી, રત્નવતી ખેાલી, જેણે તને પતિ આપ્યો છે તે તારા “દેવ સમાન છે. આ પ્રમાણે પોપટની પ્રશ’સા કરવા લાગી, પણ અંદરથી ખીલાડીની જેમ પોપટને મારવાના સમય જોવા લાગી, પરંતુ પાપીણીને ઘણાં સમય સુધી મારવાના અવસર પ્રાપ્ત થયો નહી.. નગરમાં લક્ષ્મી નામે ધનશ્રેષ્ઠિની મહેન રહેતી હતી.
એક દિવસ તેણે પુત્રના લગ્નમાં આવવા માટે શ્રેષ્ઠિ કુટુંબને આમંત્રણ આપ્યું. લક્ષ્મીએ પોતાની ભાભીને કહ્યું કે તમારી પુત્રવધુને તૈયાર કરીને માકલા. ધનવતીએ રત્નવતીનાં ખંડમાં જઈને પુત્રવધુને તૈયાર થવા કહ્યું. તે વારે પેાપટ ઉપર વેરને બદલે લેવાના અવસર પ્રાપ્ત થયેલે