________________
૧૮૨
પરંતુ બાણ વિધ્ય પર્વતના શિખર સાથે અથડાઈ નીચે પડયું, તેનું કારણ જાણવા માટે તેણે શિલાનો સ્પર્શ કર્યો, તે શિલા અત્યન્ત તેજોમયી હતી, તેણે વિચાર કર્યો કે આ શિલારત્ન અવશ્ય વસુ રાજાને ગ્યા છે. ત્યાંથી આવીને શિકારીએ રાજાને વાત કરી, રાજાએ તે શિલાને પિતાના સિંહાસનમાં જડાવીને તે સિંહાસન ઉપર બેસીને ન્યાય આપવાનો વિચાર કર્યો, પ્રજાજને તે ઉંચ સિંહાસન ઉપર બેઠેલા રાજને દેવ સમાન માનવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે વસુરાજાના સત્યવ્રતથી આકર્ષાઈ દેવતાઓ પણ પ્રાતિહાર્ય (દ્વારપાલ)નું કાર્ય કરે છે. એ જાણું શત્રુ રાજાઓ પણ તેનાથી ભય પામવા લાગ્યા.
એક સમયે નારદ ઉપાધ્યાય શ્રી પર્વત પાસે ગયા, પર્વત પોતપોતાના શિષ્યોને વેદને પાઠ ભણાવતું હતું, નારદજી પણ સાથે બેસી સાંભળવા લાગ્યા, “અજૈર્યષ્ટત્રમ ” અહીંઆ પર્વત ઉપાધ્યાયે અજપદનો અર્થ બકરે બતાવ્યું, તે વારે નારદજીએ તેમને કહ્યું કે ભાઈ! તમે ભૂલી ગયા લાગે છે, ગુરૂજીએ તે આજ શબ્દની વ્યાખ્યા કરતી વખતે કહ્યું હતું કે ત્રણ વર્ષના જુના (જેને વાવવાથી પણ ન ઉગે તેવા ધાન્ય) શાળાને “અજ' કહેવાય છે. તે શું તમે ભૂલી ગયા? ત્યારે પર્વતે કહ્યું કે પિતાજી(ગુરૂજી) એ અજનો અર્થ મેષ (બકરે) કહેલ હતા, તે વાતને તમે ભૂલી ગયા છો, નિઘડ્ડમાં અજપદને અર્થ મેષ બતાવવામાં આવેલ છે. તે હે દેવાનુપ્રિય ! તમે આટલું પણ નથી જાણતા ?