________________
૧૯૮
બન્ને જણાએ વિજયમાલા પરિધાન કરવા અથાગ પ્રયત્નો આદર્યા, કંસ સારથી વસુદેવે સિંહરથને મારવાની ઈચ્છાથી બાણ વડે ઢાંકી દીધો. રથથી ઉતરીને “કસે ચકથી પાપડની જેમ સિંહરથ રાજાને કચડી નાખે, અને ઉઠાવી પિતાના રથમાં નાંખ્યો, વિજયલક્ષ્મિને પ્રાપ્ત કરી.
વસુદેવ શૌર્યપુર આવી ગયા, સિંહરથ રાજાને બંધનાવસ્થામાં સમુદ્રવિજયની આગળ હાજર કર્યો. સમુદ્રવિજયે એકાંતમાં વસુદેવને કહ્યું કે નિમિત્તિઆઓએ જરાસંઘની પુત્રી જીવ શાને નિર્લક્ષણ બતાવી છે. તે પિતાના તથા શ્વસુરના કુલને નાશ કરવાવાળી છે. જરાસંઘ દ્વારા કાર્ય ઉપર પ્રસન્ન થઈને તને આપવા માટે તૈયાર થશે. માટે આવી લક્ષણ વિનાની કન્યા ન લેવી પડે તેનો ઉપાય શોધી કાઢજે, વસુદેવે કહ્યું કે સિંહરથ રાજાને “કેસે બાંધેલ છે. માટે તે કન્યા “કંસને જ આપવી જોઈએ,
રાજાએ કહ્યું કે “કંસ વણિકપુત્ર છે. તે કેવી રીતે જરાસન્ધની કન્યા સાથે લગ્ન કરી શકે ? “હા, પણ શુરવીરતાથી ક્ષત્રિયની જેમ જ દેખાય છે, ત્યારે વસુદેવે કહ્યું કે તમે તે વણિકને બોલાવી સૌગંદ પૂર્વક પૂછે કે તે પુત્ર કોને છે? રાજાએ રસવણિક સુભદ્રને બોલાવી પૂછવાથી વણિકે કંસની સામે પત્રિકા તથા બને મુદ્રિકાએ બતાવી શરૂઆતથી બનેલી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ નિશ્ચર્ય કર્યો કે “કંસ” ઉગ્રસેન રાજાનો પુત્ર છે.