________________
૨૬૪.
હતું કે અહિંઆ કપિલ નામે રાજા છે, અત્યન્ત ઉજજવલ લાવણ્યમયી કપિલા નામે તેને પુત્રી છે. જ્ઞાનીએ રાજાને કહ્યું હતું કે આપની કન્યાને પતિ વસુદેવ થશે, તે પોતે જ અહીં આવશે, તેનું લક્ષણ એ છે કે તે કુલિંગ વેદન નામના ઘોડાનું દમન કરશે, મારા જમાઈ ઈદ્રશર્મા તમને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેના આગમન પહેલાં જ આપ અહીં પધાર્યા છે.
વસુદેવે અશ્વદમન કરી કપિલા સાથે લગ્ન કર્યા, રાજા તથા તેના પુત્ર અંશુમાને વસુદેવનો સત્કાર કર્યો, ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ કપિલાની કુક્ષીને વિષે “કપિલ” નામના પુત્રને જન્મ થયે, એક દિવસ વસુદેવે હસ્તિશાળામાં જઈ એક હાથીને આલાન થંભથી છેડી તેના ઉપર બેઠા, એકાએક તે હાથી આકાશમાર્ગે જવા લાગે, વસુદેવે મુષ્ટિથી માર્યો, સરોવર કિનારે વસુદેવને ફેકી દઈ હાથી પિતાના મૂળ સ્વરૂપ વિદ્યાધરના રૂપે ચાલી ગયે, નીલયશાની ઈચ્છાવાળે વસુદેવથી હારી ગયેલે નીલકંઠ હાથીનું રૂપ ધારણ કરીને આવ્યો હતો.
વસુદેવ ત્યાંથી સાલગુહા નામના નગરમાં ગયા, ત્યાં ભાગ્યસેનની પાસે ધનુર્વિદ્યા શીખ્યા, ભાગ્યસેનની સાથે લડાઈ કરવા માટે ઘાસના નામે રાજા આવ્ય, વસુદેવે લડાઈમાં મેઘાસનને જીતી લીધો, ભાગ્યસેને પદ્માવતી અને મેઘાણેને અશ્વસેના નામની પિતાની કન્યાઓ “વસુદેવને આપી. પિતાની બન્ને વલ્લભાઓના આગ્રહથી ત્યાં ઘણા