________________
૨૭૩ સાધતી કેતુમતીના લગ્ન પુંડરિકની સાથે થયાં, આપના પ્રભાવથી મારી વિદ્યા સિદ્ધ થઈ છે. હું પણ વિદ્યુદંષ્ટ્રના વંશની બાલચન્દ્રા નામે કન્યા છું. આપ મારી સાથે લગ્ન કરે, વસુદેવે તેની સાથે લગ્ન કર્યા, ત્યારે બાલચન્દ્રાએ કહ્યું કે વિદ્યાસિદ્ધી કરવામાં સહાયભૂત એવા આપને હું શું આપુ? વસુદેવે કહ્યું કે તમે વેગવતીને વિદ્યા આપે, વેગવતીને લઈ તેણે ગગનવલ્લભ નગરમાં ગઈ, વસુદેવ તાપસાશ્રમમાં પાછા આવ્યા.
તે વખતે તાપસ બનેલા અને નિંદા કરતા બે રાજાઓને જેઈ નિંદા કરવાનું કારણ પૂછયું. ત્યારે તેઓએ કહ્યું કે
શ્રાવસ્તિ નગરીમાં એણુપુત્ર નામના રાજા છે. તેમણે પિતાની પુત્રી પ્રિયંગુસુંદરીના સ્વયંવરમાં રાજાઓને બેલાવ્યા, તે કન્યાએ તે બધા રાજાઓમાંથી કોઈની પસંદગી કરી નહિ તેથી તે બધા રાજાઓએ એકમત બની તેની સાથે યુદ્ધ કર્યું. પરંતુ સિંહસમાન પરાક્રમી એણીપુત્રે બધાને જીતી લીધા, જેમ સિંહની બીકે મૃગલાઓ ભાગી જાય તેમ તે બધા દશે દિશામાં ભાગી ગયા, કેટલાક તે જંગલમાં ગયા, તે કેટલાક પહાડની ગુફામાં ભરાઈ ગયા. અમે બન્ને જણા ભાગીને તાપસ બની ગયા છીએ.
વસુદેવે તે બન્નેને ઉપદેશ આપી આહંદુધર્મ પ્રવજ્યા ગ્રહણ કરાવી, વસુદેવ શ્રાવસ્તી નગરીમાં આવ્યા અને
૧૮